SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ છે અને બીજા થોડા એવા છે કે જેને અપભ્રંશ અને જૂની ગુજરાતી અથવા ડૉ. ટેસિટોરી જેને જૂની પશ્ચિમ રાજસ્થાની કહે છે તેની વચલી સીમા પર મૂકી શકાય. તે પૈકી થોડા અત્ર ટાંકીએ છીએ : પત્ત પરિખહ કિં કરઇ, દિન્જઈ મÄતાઈ કિં વરિસંતો અખૂહર, જોઈ સમવિસમાઈ. હરિ-ગઈદ ડગમગિય ચંદ કર મિતિય દિવાયર, ડુલ્લિય મહિ હલ્લિયહ મેરુ જલ નૃપિય સાયર, સુહડકોડિ રિહરિય ક્રૂર ક્રમ કડક્કિમ, અનલ વિનલ ધસમસિઅ પૃહવિ સહુ પ્રલય પલહિય. ગર્જતિ ગયણ કવિ આમ ભણિ, સુરભણિ સુરભણિ ફણમણિ ઇક્કહૂએ મામહિ હિમ ગહિમ મગહિમગહિ, મુંચ મુંછ જયસિંહ તુહ. સુંદર સર-અસુરાહ, જલ પીધું વયણેહિ, ઉદય નરિંદહિં કડૂઢીઉ તીંહ નારીનયણેહિ, ૧૪૧. આ છેલ્લો દોહો અપભ્રંશ અને જૂની ગુજરાતી વચ્ચેની ભાષાનો છે. જે રત્નમંદિરગણિએ ભોજપ્રબંધ' સં.૧૫૧૭માં રચ્યો તે જ આ હોવા ઘટે તેથી તેમનો સમય સોળમી સદીના પ્રારંભમાં છે. ૧૪૨. યશકીર્તિકૃત “ચંદપ્પહચરિય”માં પ્રારંભનાં બે પદ્ય પ્રાકૃત ભાષામાં છે. શેષ સર્વ ગ્રંથ અપભ્રંશ ભાષામાં છે. આ યશકીર્તિ પ્રાયઃ એ જ હશે કે જેણે સ્વયંભૂનું હરિવંશપુરાણ, વિમલ (કીતિ)કૃત “જગસુન્દરી પ્રયોગમાલા', “યોનિપ્રાભૂત વગેરે ગ્રંથોનો પોતાના સમયમાં અનુપલબ્ધ ભાગ જાતે રચી પૂરો કર્યો હતો, અને તે અને માથુરસંઘ પુષ્કરગચ્છના આચાર્ય ગુણકીર્તિના શિષ્ય ને રઈધૂના ગુરુ યશ-કીર્તિ કે જે ગોપાચલ (ગ્વાલિયર)ની ગાદી પર હતા તે બંને એક જ હશે, ને તેમ હોય તો આનો સમય સં.૧૫૨૧ આસપાસ હોવો ઘટે. ૧૪૩. ઉક્ત “ચંદપ્પહચરિય' ગ્રંથનો આદિભાગ નીચે પ્રમાણે છે : મિઊણ વિમલકેવલલચ્છી સળંગદિસ્ય પરિભં. લોયાલોથપયાસં ચંદપ્પહસામિયં સિરસા. તિક્કાલ વટ્ટમાણે પંચવિ પોઠિ એતિ સુદ્ધાયું, તહ નમિઊણ ભણિસ્સે ચંદપ્પહસામિણો ચરિયું. જિણ ગિરિગુહણિગ્નયા સિવપતસંગયા સરિસય સરિસૃહ કારણિય, મહુ હોઉ પસાણિણય ગુણહિરવાણિય તિહુવણજણમણહારિણિય. હુંબડ-કુલણહયલિ પુસ્ફયંત, વહુ દેહ કુમારૂસિંહ વિ મહંત, તહુ સુઅ સિમ્મલગુણગણવિસાલુ, સુપ્રસિદ્ધઉ પભણઈ સિદ્ધપાલુ. જસકિત્તિ વિવુહરિ તુહ પસાઉ, ભલે પૂરટિ પાઇય કવ્વ ભાઉ, તે સુિણિવિ સોભા સંઈ મંદુ, પંગુલ તોડે સઈ કેમ સંદુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy