SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૬૫ સેમિસાહચરિઉ (“નેમિનાથચરિત'), નરસેને “સિરિવાલચરિઉ (‘શ્રીપાલચરિત') તથા જયમિત્ર હલ્લે ૧ સંધિનું “વદ્ધમાણચરિઉ (“વર્ધમાનચરિત') રચેલ છે. ૧૩૭ગ. સં.૧૪પ૪માં ધનપાલે ૧૮ સંધિનું ‘બાહુબલિચરિઉ (‘બાહુબલિચરિત') રચેલ છે.] અનિર્ણાત સમયની નાની કૃતિઓ ૧૩૮. “કેશીગોયમ-સંધિ', ૭૦ ગાથા; “મૃગાપુત્રકુલક', ૪૦ ગાથા; “વીરજિનપારણઉ”, ૪૭ ગાથા; “ઋષભપંચકલ્યાણક”, ૧૪; “નવકારફલ”, ૩૦; “ઋષભધવલ”, ૨૬; “સીતાસતી', ૨૦, “આરાત્રિકન્ડવણાદિ', ૨૦, “ચતુર્વિશતિજિનકલ્યાણક), ૩૬; લઘુઅજિતશાંતિ' કવિ વીરગણિકૃત, ૯; “ચતુર્વિશતિજિનપ્રતિમાકોશ', ૧૧; જિનચૈત્યસ્તવન', ૧૫; બુદ્ધિસૂરિ (પૂર્ણિમાગચ્છના) સ્તુતિ'; “જિનસ્તુતિ', ૨૦; વીરવિજ્ઞપ્તિકા', ૧૩; સોમસૂરિકૃત “કલ્યાણ-સ્તોત્ર'; “દાનાદિકુલક'; “દંગડઉ'; “શાકુન', ૩); ધર્મસૂરિગુણ'; “ધર્મસૂરિ-બારમાસ” વગેરે પરચૂરણ ગ્રંથો પાટણના ભંડારમાં છે; વળી ખંભાતના તાડપત્રના ભંડારમાં “મહાવીરચરિત્ર” વગેરે ત્રણચાર ટૂંકા ગ્રંથો અપભ્રંશમાં છે. આ સર્વનો સમયનિર્ણય થઈ શકતો નથી, પણ તે પૈકી કેટલાયે તાડપત્ર પર લખાયેલા હોવાથી ૧૧ કે ૧૨મા શતકના હોવા ઘટે એવું અનુમાન થઈ શકે છે. [ધર્મસૂરિ-બારમાસ' – વસ્તુતઃ “ધમ્મસૂરિ-બારહનાવવું (ધર્મસૂરિદ્વાદશનામકમ) ઉત્તરકાલીન અપભ્રંશની અથવા પ્રાચીન ગુજરાતી-રાજસ્થાની ભાષાની કહી શકાય તેવી કૃતિ છે. એમાં પ્રસિદ્ધ ધર્મઘોષસૂરિની ગુણસ્તુતિ બારમાસના વર્ણન સાથે સરસ કાવ્યમય ભાષામાં કરવામાં આવેલ છે. ડૉ. રમણીક શાહે સંપાદિત કરી એને અનુસંધાન” અંક ૨-માં પ્રગટ કરેલ છે. ૧૩૯. અપભ્રંશ સાહિત્ય ઘણું વિશાલ હોવું જોઈએ એ આ પરથી પ્રતીત થાય છે, પરંતુ દુર્લક્ષથી નાશ પામી ગયેલું લાગે છે. અહીં તો ગ્રંથોનાં નામ માત્ર થોડાક ઉતારા સાથે આપેલાં છે, પરંતુ તેમાં વપરાયેલા છંદો તથા વ્યાકરણના પ્રયોગો વિશે તેમાંથી ઘણું લખી-મેળવી શકાય. સદ્ગત સાક્ષરશ્રી દલાલ એ પર લખવા ઇચ્છતા હતા, પણ તેમનું અકાળે અવસાન થતાં તે મળી શક્યું નથી. ઉપરના પૈકી જે શ્વેતામ્બરીય સાહિત્ય જણાવ્યું છે તે મુખ્યત્વે તે સાક્ષરના નિબંધ નામે ‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય' (સુરત ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તૈયાર કરેલ)માંથી લીધું છે. પ્રકરણ ૫ : સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૧૪૦. રત્નમંદિરગણિએ “ઉપદેશતરંગિણિ' નામની સંસ્કૃત ગ્રંથ રચેલ છે તેમાં સંસ્કૃત અને પ્રાકૃત અવતરણો ઘણાં છે. તેમાં લગભગ ૨૫ ફકરા શુદ્ધ અપભ્રંશમાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy