________________
૪૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
હાલ થઈ શકે તેમ નથી. પણ તેના આ ગ્રંથની કારંજા ભંડારમાં જે પ્રત છે તેનો લખ્યા સંવત્ ૧૪૭૩ ફાલ્ગણ વદિ ૯ બુધ છે કે જે વખતે વીરભાણદેવ રાજ્ય કરતો હતો.
[‘પાસણાહચરિઉ” (“પાર્શ્વનાથચરિત”) ડૉ. પ્રફુલ્લકુમાર મોદી સંપાદિત પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, વારાણસી દ્વારા ૧૯૬પમાં પ્રકાશિત થયેલ છે.]
૮૪. નયનન્દિના “સુદર્શન-ચરિતમાં ૧૨ સબ્ધિ છે. તેમાં સુદર્શનનું ચરિત્ર છે. પ્રશસ્તિ પરથી જણાય છે કે કર્તા કુંદકુન્દ્રાચાર્યગણના પદ્મનંદિના શિષ્ય વિશાખનંદિના શિષ્ય રામનંદિના શિષ્ય માણિક્યનંદિના શિષ્ય હતા અને તેમણે વિ.સં.૧૧૦૦માં જ્યારે ભોજદેવ રાજા અવંતિદેશમાં ધારાનગરીમાં રાજ્ય કરતો હતો ત્યારે આ ગ્રંથ રચ્યો છે. તેનો આદિભાગ આ પ્રમાણે છે :
ૐ નમઃ સિદ્ધેભ્યઃ | ણમો અરહંતાણે | ણમો સિદ્ધાણ | ણમો આયરિયાણં ણમો ઉવન્ઝાયાણં | ણમો લોએ સવ્વસાહૂણં |
ઈહ પંચ ણમોકાર લહેવિ ગોવહુવક સુદંસણુ,
ગઉ મોખહો અમ્બમિતહો ચરિઉ વ ચઉવગ્ન-પયાસણુ. [‘સુદંસણ-ચરિઉ (સુદર્શનચરિત) ડૉ. હીરાલાલ જૈન સંપાદિત પ્રાકૃત જૈન વિદ્યા ઔર અહિંસા શોધ સંસ્થાન, વૈશાલી દ્વારા ૧૯૭૦માં પ્રકાશિત થયેલ છે.]
૮૫. આ જ નયનન્દિએ કદાચ “આરાધના” નામનો ગ્રંથ રચ્યો હોય. તેના સંબંધમાં સ્વ. સાક્ષર દલાલે જણાવ્યું છે કે તેના કર્તા નયનન્તિ દિગંબર છે. ગ્રંથ બે ભાગમાં – પહેલામાં પ૬ અને બીજામાં પ૮ સંધિ છે. પાટણ ભંડારમાં સ્વ. દલાલે પોતે જોયેલી પ્રતમાં માત્ર ૩૦ અને ૨૭ સંધિઓ છે.
મુણિવર ણયનંદી સણિવધ્ધ સિધ્ધ સયલવિહિણિહાણે એલ્થ કલ્વે સુભળ્યે, - અરિહ પમુહ સુત્ત વત્તમારાહણાએ પભણિલું ફુડ સંધી અઠ્ઠાવર્ણ સમેત્તિ.
[આરાધના અપરનામ “સકલવિધિનિધાન–કાવ્ય” આ નયનન્દિની જ રચના છે. તેમાં પ૮ સંધિઓમાં અનેક વિધિવિધાનો અને આરાધનાઓનું વર્ણન છે. આમેર શાસ્ત્રભંડારમાં આની પ્રત છે.]
૮૬. કનકામરનું “કરકંડુ-ચરિત’ ૧૦ પ્રકરણ કે જેને પરિચ્છેદ નામ આપેલ છે તેમાં છે. તેમાં ઋષિ કરકંડુનું ચરિત્ર છે. કર્તા તેમાં સિદ્ધસેન, સમન્તભદ્ર, અકલંકદેવ, સ્વયંભૂ અને પુષ્પદંતનો ઉલ્લેખ કરે છે તે પરથી તેમણે ઈ.સ. ૧૮મી સદીમાં કે તે પછી કોઈ કાળે તેની રચના કરેલી હોવી જોઈએ.
[‘કરકંડુ-ચરિઉ ડૉ. હીરાલાલ જૈન સંપાદિત કારંજા જૈન ગ્રંથમાલા, કારંજા દ્વારા સં.૧૯૩૪માં પ્રકાશિત થયેલ છે.] ૮૭. આનો આદિ-અંતભાગ નીચે પ્રમાણે છે :
મણ-મારવિણાસણહો સિવપુરવાહો પાવતિમિરહરદિણ રહો; પરમપ્પલીહો વિલયવિહીપહો સરમિ ચરણ સિરિ-જિણવરહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org