SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રબંધચિંતામણિ’માંથી ઉદાહરણો પ્રયોગ હતા, પછી કર્તૃવાચ્ય થઈ ગયા. ડુબ્ધિઅઉ – સંસ્કૃત ધાતુ ‘બુ' છે કે જે દેશી પરથી બનાવ્યો જણાય છે. હિન્દીમાં ‘ડૂબના', ‘બૂડના' બંને રૂપ છે. તે જ પ્રમાણે ગુજરાતીમાં ‘ડૂબવું, ‘બૂડવું' બંને રૂપ છે. વ્યત્યયનું આ ઉદાહરણ છે. દુર્થિઅઉ દુઃસ્થિત. મુઇજ્જ – મૂકીએ, મૂકીજે, છોડીએ. જુઓ ઉપર કહિજ્જ. શાસ્ત્રી આનો અર્થ ‘મોચિત’ – મૂકી દીધો એમ કરે છે. [સં.‘મુચ્' પરથી પ્રા.‘મુઅ-’.] (૨) કચ્છના રાજા લાખાકને કપિલકોટિના કિલ્લામાં મૂલરાજે ઘેરી લીધો. લાખા (લાખા) ઘણાં બોધવાક્ય કહીને રણભૂમિમાં ઊતર્યો અને વીરતા બતાવી કામ આવ્યો – મરાયો. તે બોધવાક્યોમાંથી એક એ આપેલું છે કે ઃ ઊગ્યા તાવિઉ જિહિં ન કિઉ, લક્ષ્મઉ ભણઇ નિઘટ્ટ [તિ ઘટ્ટ], ગણિયા લગ્ભઇ દીહડા, કે દહ અહવા અટ્ઠ. લાખો ભણે છે કે ઉદય પામતા (શત્રુ)ને જેણે તાપિત ન કર્યો તપાવ્યો નહીં [તે ઘટિયો હલકો પડે. એને] ગણ્યા (ગણ્યાગાંઠા) દિવસો મળે છે. કાં તો દશ અથવા આઠ, વીરતા બતાવ્યા વગર પડી રહીએ તો કેટલા દિવસ જીવવાનું છે ? ઉમરના ગણ્યાગાંઠા દિવસો જ, એક દિવસ તો અવશ્ય મરવાનું છે જ. તેથી શત્રુને બાળી - તપાવી મરવું એ વધુ સારું. શાસ્ત્રી અને ટોની બંનેના અનુવાદ અશુદ્ધ છે. ૧૫૯ નિઘટ્ટ કુશળ (ણિઘટ્ટ – હેમચન્દ્ર, દે.ના.મા.૪-૩૪). શાસ્ત્રી ‘નિકૃષ્ટ' (?) એવા ખોટો અર્થ કરે છે. [વસ્તુતઃ તિ ઘટ્ટ તે ઘટિયો, હલકો] દીહડા – દિવસ, પંજાબી ‘ધ્યાડા', ગુ. ‘દહાડા', “ધન્ન ધિયાડો ધિન ઘડી' (ઉમા ઝીમાની કવિતા, મારવાડી). [લાખા ફુલાણીના નામે આજે પણ કેટલાક દુહા પ્રાપ્ત થાય છે તેમાંથી એક લાખો કે' માણ્યાં નહીં, છતે હુએ સેણ, દિયાડા દસ આઠમેં, કો જાણે કો કેમ !] ૩૫. આ કચ્છનો પ્રસિદ્ધ રાજા લાખા ફુલાણી (ફૂલનો પુત્ર હતો તેથી) કે જેનું નામ ધનાઢ્યતા તથા ઉદારતાને લીધે પ્રસિદ્ધ છે. આ જાડેજા જાતિના ચન્દ્રવંશી યાદવોમાંનો હતો. મૂલરાજના હાથથી તેના મૃત્યુનો કાળ જૂની ગુજરાતી કવિતા પ્રમાણે કાર્તિક શુક્લ ૮ શુક્રવાર સં.૯૦૧ (વિ.સં.૧૦૩૬, ઈ.સ.૯૮૦) છે. કનોજના રાઠોડ રાજા જયચંદના પૌત્ર યા પ્રપૌત્ર સિયાજીના મૂલરાજની કન્યા સાથે વિવાહ થવાની તથા તેના પ્રત્યુપકારમાં સિયાજીએ લાલા ફુલાણીને મારવાની આદિ કથા અપ્રામાણિક છે કારણકે સિયાજીના દાદા ને વડદાદા જયચંદનો સમય વિ.સં.૧૨૫૦ (ઈ.સ.૧૧૯૩) છે, તેથી સિયાજીનો સમય વિ.સં.૧૩૦૦ પછી આવવો ઘટે. તે સમયે લાખા અને મૂલરાજને ત્રણસો વર્ષ થઈ ગયાં હતાં. (જુઓ પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાનો લેખ ‘લાખા ફૂલાણીકા મારા જાના', સમાલોચક (જયપુર), જાન્યુ.-ફેબ્રુ. ૧૯૦૪) મૂલરાજનો રાજ્યાભિષેક વિ.સં.૧૦૧૭માં થયો એ વાત પ્રામાણિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy