________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
(૩) માલવાના રાજા (પરમાર) મુંજનું રાજકાર્ય તો રુદ્રાદિત્ય નામનો મંત્રી સંભાળતો હતો અને મુંજ કોઈ સ્ત્રી પર આસક્ત હતો. રાતે ને રાતે ચિરકિલ નામના ઊંટ પર ચઢી તેની પાસે બાર જોજન જાતો ને પાછો વળતો. કેટલેક દિવસે મુંજે આવવું-જવું છોડી દીધું તેથી તે ખંડિતાએ મુંજને નીચેનો દોહો લખી મોકલ્યો :
મુંજ ખડલા દોરડી, પેક્ખિસિ ન ગમ્મારિ (પા. જૈ. ગમ્મારિ), આસાઢિ ઘણ ગજ્જીઈ, ચિસ્ખિલિ હોસેડવારિ.
[જિનવિજયના સંપાદનમાં આ દુહો નથી.]
•
મુંજ ! (પ્રેમની) દોરી ખડી – ખસકી ગઈ છે. ગમાર ! તું નથી દેખતો કે આષાઢમાં ઘન (મેઘ) ગાજવાથી હવે ચિખ્ખલ (ગારો) થશે ? •
૧૬૦
ખડેલા
સં.સ્ખલિતા ?, સૂકી, ખડખડી ગઈ, ખડી ગઈ. દોરડી - દોરી, દેશી સાથે મિશ્રિત સંસ્કૃત ‘દવરકી’, પદ્ધતિઓમાં ‘ડોરક’ એ સંસ્કૃત શબ્દ પણ બની ગયો છે, બાણના ‘હર્ષચરિત’માં ‘ડોર’ શબ્દ આવ્યો છે જેનો અર્થ ‘સંકેત’-ટીકાકારે ‘ટિસૂત્ર’ કર્યો છે. (જુઓ ફ.૨૨૪) પેમ્બિસિ સં.પ્રેક્ષસે. પંજાબીમાં ‘અવઇક્ષ’ હાલ પણ જોવાના અર્થમાં છે જેમકે ‘તૂ વેખ’, ‘વહ વેખદા હૈ'. ગજ્જીઈ – સં.ગતિ યા ગર્જત્સુ. ચિસ્ખિલિ કીચડવાળી, લપસી પડીએ તેવી, પંજાબી ‘ચિલી’, સંસ્કૃત ‘પિશ્વલ’ [પિચ્છલ]નો વ્યત્યય (ચિક્બલ્લ હેમચન્દ્ર, દેશીનામમાલા, ૩-૧૧). અરિ (રાજસ્થાની) અબાર, હમણાં, ગુજરાતીમાં ‘આવાર’ પદ્યમાં વપરાય છે તે.
-
શાસ્ત્રીએ અર્થ એવો કર્યો છે કે “આષાઢનો ઘન ગરજે છે.” પરંતુ આષાઢિ’માં ઇ' એ અધિકરણ કારક છે, અને ‘ગજ્જી' વર્તમાનકાલ જ નહીં, પરંતુ વર્તમાન ધાતુજ વિશેષણ (ગરજેલો)ની ભાવલક્ષણ સાતમી વિભક્તિ પણ જણાય છે. આગળ શાસ્ત્રી એમ કહે છે કે “તારા વિરહથી આવનાર આંસુઓની ધારાઓથી લપસણી જમીન ૫૨ કેમ આવશો ઇતિ દિ', પરંતુ આ બરાબર નથી, દિશાભૂલ છે. સરલ વાત એ છે કે ગરમીમાં દોરી સુકાઈ જાય યા ઢીલી થઈ જાય તો વરસાદમાં લીલી - સુંવાળી થઈ છૂટે. (આન ગાંઠ ઘુલિ જાત ત્યાં માન ગાંઠ ટિ જાત' – વિહારી) તો વરસાદ આવ્યે તો તમારા આવ્યા વગર ચાલે તેમ નથી જ. પરાણે આવશો, પરંતુ લપસર્જી – ગારાવાળી જમીનમાં ઊંટ કેમ ચાલશે ? આ માટે હમણાં જ આવી જાઓ. વરસાદમાં ઊંટોને ચાલવામાં કષ્ટ પડે છે. જેવી રીતે એક મારવાડી દોહામાં કહેલું છે ઃ ઊંટાં દેઘાં ટેરડાં ગુડ ગાડર ગાડાંહ,
સારા દોહરા આવશી, મૈડક બોલ્યાં નાડાંહ.
·
ઊંટ, બકરાં, બળદ, ગુડ, ભેડ અને ગાડાં એ સરવે મુશ્કેલીથી, જ્યારે દેડકાં નાડિયો(તળાવડી)માં બોલે છે, ત્યારે આવી શકે. •
આમાં ‘ઊંટાં’ વગેરેમાં ‘આં’ અને ‘ગાડાંહ’ એમાં ‘આંહ’ એ કર્તાના બહુવચનના પ્રત્યય છે. ‘દોહરા’ એટલે દોહિલા (સં.દુષ્કર). બોલ્યાં નાડાંહ ભાવલક્ષણ સપ્તમી (૪) તેલંગ દેશના રાજા તૈલપે (કલ્યાણનો સોલંકી તૈલપ બીજો) છેડછાડ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org