________________
૧૫૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
(૧) અમ્મણિઓ સંદેસડઓ, તાય કન્હ કહિજ્જ, જગદાલિદિહિ ડુબ્ધિઉં, બલિ બંધણહ મુહિજ્જ.
(જૂની જૈન પોથીઓમાં ‘ઓ’, ‘ઔ’ ને ‘ઉ’, ઇ' લખે છે. આથી હેરાન થઈ છાપવાવાળા ક્યાંક ‘ઉ' અને ક્યાંક ‘ઓ’ છાપી દે છે. શુદ્ધ પાઠ માત્રાઓ અનુસાર બોલવો જોઈએ. ‘અઉ’ અને ‘અઇ’ જૂની લખાવટ છે, તેને બદલે ‘ઓ’ અને ‘ઐ’ એ પાછળની છે એમ ઉપર બતાવી દીધું છે. આ માટે અહીં પણ અમ્મણિઅઉ, સંદેસડઉ, ડુબ્ધિઅઉ પાઠ ઉચિત છે; પછીના લેખોની મુખસુખાનુકારી લખાવટથી તે અમ્મણિઓ, સંદેસડો, ડુમ્બિઓ થઈ ગયા હશે કે જે કવિતાની હિન્દી-ગુજરાતીથી બહુ દૂર નથી. એવી જ રીતે જૈન પોથીઓમાં ‘સ્થ’ ‘ચ્છ’ ‘ૐ’, ‘બ્ર્હ્મ’, ‘ત’, ‘ભ’ એકસરખા લખેલા મળે છે, તેથી તેવા પાઠાંત૨ તે પાઠાંતર નથી, પુરાણી લિપિને બરાબર ન વાંચવાથી ઊપજતો ભ્રમ માત્ર છે. શાસ્ત્રી, ટોનીનાં સંસ્કરણોમાં જે પાઠાંતર આપ્યાં છે, તેમાંથી અમે અહીં થોડાં આપ્યાં છે ઃ નારાયણહ, કહિજ્જ, જગુદુત્યિઉ(દુચ્છિઉ). પરસવર્ણ નિયમ વૈકલ્પિક હોવાથી અમે ક્યાંકક્યાંક અનુસ્વારનો પ્રયોગ કર્યો છે અને હ્રસ્વદીર્ઘને વધુ બદલેલ નથી.)
જિનવિજયના સંપાદનમાં સ્વીકૃત પાઠ આ પ્રમાણે છે :
અમ્મીણઉ સંદેસડઉ નારય કન્હ કહિજ્જ,
જગુ દાલિટ્વિહિં દુન્થિયઉ બલિ-બન્ધુણહ મુઇજ્જ.]
• તારનાર કાન્તને [હે નારદ, કાન્હને] અમારો સંદેશો કહેજો, ‘જગત દારિદ્રયમાં ડૂબ્યું છે દારિત્ર્યથી દુઃખી છે], (માટે) બિલને બંધનમાંથી મુક્ત કરજે. •
એક સમય વિક્રમાદિત્ય રાત્રે નગરમાં ફરતા હતા ત્યાં એક તેલીને તેણે આ અર્ધો દુહો બોલતો સાંભળ્યો કે “અમારો સંદેશો કાન્હ (પાઠાંતર – ‘નારાયણ’)ને કહેજે.” રાજા ઘણો વખત ઊભો રહ્યો કે ઉત્તરાર્ધમાં કંઈ આગળ કહે તો પોતે સાંભળે, પણ ઉત્તરાર્ધ સાંભળવાનું મળ્યું નહીં એટલે પાછો વળ્યો. સવારમાં દરબારમાં તેલીને બોલાવરાવ્યો ને તેણે દુહો આ રીતે પૂરો કર્યો “જગત્ દારિત્ર્યમાં ડૂબ્યું છે, બલિને બંધનમાંથી મુક્ત કરજે.” દૈત્ય બલિ મોટો દાની હતો કે જેને નારાયણે બાંધીને પાતાળમાં મોકલ્યો હતો. જો તેલીની પ્રાર્થનાથી કાન્હ તેનું બંધન છોડી તો જગત્ દારિત્ર્યથી બચી જાત. ‘બલિ’નો અર્થ રાજ્યનો કર પણ થાય છે. રાજા કદાચિત્ એમ સમજતો હોય કે તેલી મારી બડાઈ માટે કંઈ કહેશે, પરંતુ તે તો રાજાને મેણું મારી સંભળાવતો હતો કે અમે તો દારિત્ર્યમાં ડૂબી રહ્યા છીએ અને બલિબંધન (કરોનો બોજો) છોડવાની પ્રાર્થના કરીએ છીએ.
કહિજ્જ – વિધિ, પ્રેરણાર્થક અને કર્મવાચ્યમાં જ્યાંજ્યાં સંસ્કૃતમાં ‘ય’ આવે છે ત્યાં ‘જ’ યા ‘જ્જ’ આવે છે. મરીજે (મરવું જોઈએ), કરીઐ (કરવું જોઈએ), કહજ્યે (રાજસ્થાની), કહેજે (ગુ.), લિખિજ ગયો (મારવાડી), દીજિએ પહેલાં કર્મવાચ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org