________________
પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો
૧૫૭
વર્તમાન ધાતુજ વિશેષણો ક્રિયાપદનું કામ આપવા લાગી જાય એ બીજી સીડી છે કે જે પ્રાકૃતથી અપભ્રંશ યાને પુરાની હિન્દી-ગુજરાતી-મરાઠી આદિ બનવાના સમયે બન્યું. ઉપજઈ, ઉપજે, “કરઈ, કરે’ – આ તો ધાતુનાં (
તિન્ત – શુદ્ધ ક્રિયાવાચક) રૂપ છે, તેમાં લિંગભેદ નથી. તેનો “ઇ” (યા મુખસુખનો “ઐ)) એ સંસ્કૃત ‘તિ અને પ્રાકૃત “ઇ” છે, પરંતુ હિન્દીના “ઉપજતા હૈ (યા ‘ઉપજતી હૈ), “કરતા હૈ, (યા કરતી હૈ')માં હૈ (અહૈ – અહઈ – અસ્તિ) ધાતુનું રૂપ છે અને પહેલું પદ ‘ઉપજતા' આદિ વર્તમાન ધાતુમાંથી જન્મેલું વિશેષણ (પ્રેઝન્ટ પાર્ટિસિપલ) છે (ઉત્પર્ધાનું – ઉત્પદ્યન્ત – ઉપજન્ત; ઉત્પદન્તી – ઉપજન્તી – ઉપજતી; કુર્વનું – કુર્વન્ત – કરન્ત – કરત; કુર્વન્તી – કરન્સી - કરતી). આ વિશેષણના વાસ્તવરૂપના અંતમાં “અન્ત', “અન્તી' એ જ છે કે જે સંસ્કૃત અને પુરાની હિન્દી બંનેમાં સ્પષ્ટ છે; તેના અત', “અતી' થઈ જાય છે. કરતો', ‘ઉપજતો” એમાં “ઓ' છે તે ‘ઉની જગ્યાએ છે કે જે નરજાતિના કર્તાના એકવચનના ચિહ્ન (સંસ્કૃત ‘સ્' અથવા ‘:')નું અપભ્રંશ છે. ગુજરાતીમાં ‘નથી સાથે એટલે નકાર-વાચક વર્તમાન ધાતુજ રૂપમાં આવો પ્રયોગ થાય છે, જેમકે, “આવતો નથી', આવતી નથી' વગેરે, અને ભૂતકૃદંતમાં જરૂર થાય છે, જેમકે, “આવતો હતો', “આવતી હતી” વગેરે.
૨૩૦. હવે આ વિષયને અધિક ન લંબાવતાં પ્રસંગની વાત પર આવીએ છીએ કે આ કાલની જૈન સંસ્કૃતમાં પણ વર્તમાન ધાતુજ વિશેષણને ક્રિયાની જેવું કામ આપતા જોવામાં આવે છે: “યથાગત વ્રજામીત્યાપૃચ્છન્નસ્મિ' (પ્રાચિ., પૃ.૧૧), “નૃપસ્તસ્ય સીધમયંકુર્વ” (પૃ.૫૫), ‘વન્દિનઃ શ્રીસિદ્ધરાજસ્ય કીર્તિ વિતત્ત્વતઃ” (પૃ.૧૮૨) ઇત્યાદિ. દેશભાષામાં વિચાર કરનાર કવિએ તેની છાયા સંસ્કૃતમાં પહોંચાડી અને સંસ્કૃતની સ્થિર ભાષામાં પણ સમયની ગતિનો પ્રભાવ પડ્યો. વર્તમાન ધાતુજ વિશેષણ હિન્દીમાં “હોના ક્રિયાના વર્તમાનના રૂપની સાથે વર્તમાન ક્રિયાનું કામ દેવા લાગ્યા, અને ભૂતકાલિક ધાતુજ વિશેષણ નિષ્ઠા - હિન્દી “થા-થી’, ‘ભયો-ભથી હોતા-હોતી, ગુજરાતીમાં પણ હતો, હતી.')ની સાથે ભૂતકાળની ક્રિયાનું કામ દેવા લાગ્યા. હિન્દી ‘થા” અને “હોતા', ગુજરાતી હતા એ “અ” (અસ્તિ)ની અને હિન્દી ભયા એ “ભૂ' (‘ભવતિ')ની ક્રિયાનું કામ દેવા લાગ્યા.
પ્રકરણ ૩ : “પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો
૨૩૧. હવે પ્રબંધચિંતામણિનું કંઈક પાણી જોઈએ –
૩૪. હિન્દી તેમજ ગુજરાતીમાં પાણી' મોતીના ઓપ – કાન્તિને માટે વપરાય છે. કિંતુ જેન વૈયાકરણ વર્ધમાને પોતાના ‘ગણરત્નમહોદધિ' નામના સંસ્કૃત વ્યાકરણગ્રંથમાં પણ એક ઉદાહરણ નામે “ભુજંગયેવ મણિઃ સદંભા આપી ‘મણિ'ને માટે પણ “અંભ (પાણી)નો પ્રયોગ બતાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org