________________
૧૫૬
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
વચ્ચે ‘ઉદયસુંદરીકથાના કર્તા સોઢલ કાયસ્થ લખે છે કે “નનુ કથમસાધ્યોડયમરાતિરસ્મદ્ દલાનામ્ - ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ, ક્ર.૧૧, પૃ.૪) પરંતુ લિંગાનુશાસનમાં ‘કમલ'ની જાતિ નિત્ય નપુંસકા નહોતી એનો કોણ નિર્ણય કરે ? આ માટે “
પુર્વ ચ ધરે ન વા' (પુરુષત્વ ધારણ કરે છે યા નહીં) એવો પાઠ બદલાવ્યો. (પ્રબંધચિંતામણિ, પૃ.૧૫૫-૬).
૨૨૯. આ રીતે વિષયાંતર થઈ જવાય છે, પરંતુ આ જૈન સંસ્કૃતની એક વાતની ચર્ચા કર્યા વગર આગળ વધી નથી શકાતું. હિન્દી-ગુજરાતી-મરાઠીમાં ક્રિયાપદોમાં લિંગ જોઈને ઘણા લોક ચોકે છે. “વહ આતા હૈ, વહ આતી હૈ (હિન્દી) “તે આવતો નથી, ‘તે આવતી નથી.” (ગુ.) આવો પ્રકાર સંસ્કૃતમાં નથી, લૅટિનમાં નથી, તેમ નથી અંગ્રેજી, ફારસી આદિમાં. આથી કેટલાક અન્યભાષાભાષી હિન્દી-ગુજરાતી-મરાઠી શીખતાં ગભરાય છે. ક્રિયાપદોમાં લિંગ આવેલ છે તેનો રોચક ઇતિહાસ છે. ધાતુના શુદ્ધ ક્રિયાવાચક રૂપ (સંસ્કૃત વિડન્ત)માં તો લિંગભેદ થતો નથી; ધાતુથી બનનારાં ક્રિયાવાચક વિશેષણો (વર્તમાન યા ભૂતકૃદંત)માં તેના વિશેષણ થવાને કારણે લિંગભેદ થાય છે. હિન્દીમાં કેવલ હૈ' ધાતુનું શુદ્ધ રૂપ છે, તેમાં લિંગ નથી અને જે પદ વર્તમાન યા ભૂતકાલ બતાવે છે તે ધાતુ જ વર્તમાન યા ભૂત વિશેષણ છે. “આતા હૈ' એટલે આતા (હુઆ) હૈ,” “આતી હૈ” એટલે “આતી (હુઈ) હૈ. ‘કરતા હૈ, કરતી હૈ', “આતા થા’, ‘આતી થી', 'કરતા થા', ‘કરતી થી”. સંસ્કૃતમાં ‘આયા(આયાન્ત), ‘આયાન્તી', ‘કર્વ” (કુર્વ', 'કરન્ત'), ‘કુર્વન્તી' ('કરન્તી'). અવશ્ય આજ્ઞા, વિધિ એ ક્રિયામાં લિંગ નથી, કારણકે એ ધાતુનાં જ રૂપ છે. આ ધાતુજ – વર્તમાન અને ભૂત ધાતુજ – વિશેષણોને ક્રિયાને સ્થાને ઉપયોગમાં લેવાનું ભાષાના વિકાસમાં એક નવો યુગ પ્રકટ કરે છે. વૈદિક સંસ્કૃતમાં ભૂતકાળની ક્રિયાના તિડન્તરૂપ (ધાતુના શુદ્ધ ક્રિયાવાચકરૂપ) જ આવે છે. “સ ગત , ‘તેન કૃતમ્, “અહં પૃષ્ટવા” આદિ રૂપ ક્રિયા તરીકે વપરાયાં, તેમાં વિશેષણ હોવાને લીધે લિંગભેદ પણ હતો. ભાષામાં ઘણી સરલતા આવી. “સઃ (સા) ચકાર, “અકરોત, અકાર્ડીને બદલે ‘સ કૃતવાનું, સા કૃતવતી, તેન કૃતમ્, તયા કૃતમ્” એથી કામ ચાલવા લાગ્યું. આ ભૂતકાલવાચી ધાતુજ કૃદન્ત (પાસ્ટ પાર્ટિસિપલ)ને પછી તે કર્તરિ પ્રયોગ હોય કે કર્મણિ યા ભાવપ્રયોગ હોય, વિશેષણની પેઠે રાખી આગળ “અસ્તિ' (હોવું' એ ક્રિયાનું વર્તમાનકાળનું રૂ૫)નો અધ્યાહાર રાખી ભૂતકાલનું કામ ચલાવાતું ગયું. આર્ષ પ્રાકૃતમાં કંઈ ભૂતકાલિક ક્રિયાપદ છે, પછી પ્રાકૃતમાં ‘આસી' (“આસી, પંજાબી સી)ને છોડીને એમ સમજો કે ભૂતકાલિક ક્રિયા રહી નહીં. આ ‘ત-'વાળાં વિશેષ્યનિદન વિશેષ્ય-આધારિત શબ્દોથી કામ ચાલ્યું. આ તો પહેલી સીડી ભાષાની સરલતામાં થઈ. સંસ્કૃત અને પ્રાકૃતના રચનાવૈચિત્ર્યમાં આથી ઘણી સહાયતા મળી કે વૈદિક સંસ્કૃતથી પ્રાકૃત અને લૌકિક સંસ્કૃતમાં આવતાં-આવતાં ભૂતકાલિક ક્રિયાનું કામ વિશેષણ આપવા લાગ્યાં. વૈયાકરણોની ભાષામાં “કુદભિહિત આખ્યાત થઈ ગયું. આ રીતે વર્તમાનકાલની ક્રિયા પણ કેવલ “અસ્તિ' ('હોવું એ ધાતુની) રહીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org