________________
વિભાગ ૧ : ભાષાઓ
પ્રકરણ ૧ : સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ
સ્વાભાવિક ભાષાપ્રવાહો ૧. આ આર્યાવર્તમાં જૂનામાં જૂનું સાહિત્ય જે ભાષામાં મળે છે તેને “સંસ્કૃત” ભાષા કહેવામાં આવે છે. તે નામના અર્થ પરથી જ જણાય છે કે આર્યોની મૂલ ભાષા તે નથી, પણ તે તો શુદ્ધ કરેલી - સુધારેલી ભાષા છે. કેટલાં હજારો વર્ષ વીતી ગયા પછી કોણે તેને સુધારી આ સ્વરૂપમાં મૂકી તે જાણવાનાં સાધનો બચી શક્યાં નથી. એમ સમજો કે ગંગાની નહેર બાંધી તેમાં બધું પાણી ભરવામાં આવ્યું છે, તેના કિનારા સરખા છે, તે પર હરિયાલી અને વૃક્ષ રહેલ છે, પ્રવાહ નિયમિત છે. કોઈ નાનામોટા કિનારાવાળી, નાનીમોટી, પથ્થરવાળી કે રેતાળ જમીન પર વહેતી નદીઓનું પાણી એક તરફ વાળી આ નહેર બનાવવામાં આવી અને તે સમયના સનાતન-ભાષા-પ્રેમીઓએ જૂની નદીઓનો પ્રવાહ “અવિચ્છિન્ન” રાખવા માટે કંઈ પણ કોઈ જાતનું આંદોલન કર્યું કે નહીં તે આપણે જાણી શકતા નથી. હમેશાં આ “સંસ્કૃત' નહેરને જોતાં જોતાં આપણે અસંસ્કૃત” યા સ્વાભાવિક, પ્રાકૃતિક નદીઓને ભૂલી ગયા, અને જ્યારે પુનઃ નહેરનું પાણી આગળ સ્વચ્છંદી બની સમતલ બાંધેલા કિનારાને છોડી જલસ્વભાવે ક્યાંહી વાંકું, ક્યાંહી સીધું, ક્યાંહી ગંદું, ક્યાંક સ્વચ્છ, ક્યાંક પથ્થરવાળી, ક્યાંક રેતાળ ભૂમિ પર અને ક્યાંક જૂના સૂકા માર્ગો પર પ્રાકૃતિક રીતિથી વહેવા લાગ્યું ત્યારે આપણે એવું કહેવા લાગ્યા કે નહેરથી નદી બની છે, નહેર પ્રકૃતિ છે અને નદી વિકૃત છે. દિષ્ટાંત તરીકે હેમચન્દ્રસૂરિએ પોતાના પ્રાકૃત વ્યાકરણનો આરંભ જ એ રીતે કર્યો છે કે સંસ્કૃત પ્રકૃતિ છે, તેમાંથી ઉત્પન્ન થઈ તેથી પ્રાકૃત કહેવાણી; પણ એ એમ ન કહેવા લાગ્યા કે નદી હવે સુધારકોના હાથમાંથી છૂટી ફરીથી સનાતન માર્ગ પર આવી છે.
૨. આ પ્રમાણે વેદ યા છંદસૂની ભાષાનું જેટલું સરખાપણું જૂની પ્રાકૃત સાથે છે તેટલું સંસ્કૃત સાથે નથી. સંસ્કૃતમાં ગાળેલું પાણી લેવામાં આવ્યું છે. પ્રાકૃતિક પ્રવાહનો માર્ગક્રમાંક આ છે : (૧) મૂલભાષા, (૨) છંદસૂની ભાષા, (૩) પ્રાકૃત, (૪) સંસ્કૃત, (૫) અપભ્રંશ. સંસ્કૃત અજર અમર તો થઈ, પણ તેનો વંશ ન ચાલ્યો. તે કલમી ઝાડ હતું. ખરું કે તેની સંપત્તિથી પ્રાકૃત અને અપભ્રંશ અને પછી હિન્દી, ગુજરાતી, મરાઠી ભાષાઓ પુષ્ટ થતી ગઈ. તેમણે કોઈકોઈ સમયે તેની ભેટનો સ્વીકાર
કર્યો.
૩. વૈદિક (છંદની) ભાષાનો પ્રવાહ પ્રાકૃતમાં વહેતો ગયો અને સંસ્કૃતમાં બંધાઈ ગયો. આનાં કેટલાંક ઉદાહરણ છે : (૧) વેદમાં ‘દેવા?’ અને ‘દેવાસ” એમ બંને રૂપો છે, સંસ્કૃતમાં કેવલ ‘દેવાઃ' એ રૂપ રહ્યું છે જ્યારે પ્રાકૃત આદિમાં ‘દેવાસ માંનો “આસસ્ (બીજો “જ) પ્રત્યયનો વંશ “આઓ' આદિમાં ચાલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org