SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ - બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૪૯ ૨૭૨ રોસિણ અભૂખાણુ વિયરઈ અવરજણિ, સો તેણવિ પરિભવિયઈ ડઝઈ અનુ મણિ, તો તે સો ઈહ લોદવિ વઈરિઉ ભણિ હણઈ. આલિ જુ દિન્નઈ પાવુ અયાણી ન તે ગણઈ. ૨૭૧ રોસાનલિણ પલિતુ મુહિત્તિણ ડહઈ નરુ, નિયધમ્મહ ભંડારુ સુસંઠિલ જો સુચિ, રોસપિસાઈણ ગહિઉ ન ભુજઈ ન ય સુઈ, અરવલ્લહ ધણુ માણસુ વિણુ દોસિણ મુયઈ. જહ કુંડલ કેઉર કિરીડ વિહૂસણ વિહૂસિલે, વિણવિહૂણઉ સોહ ન પાવઈ નરુ કહવિ, તહ પંડિઉ દાયારુ તવસ્સી જઈ તહવિ, ન લહઈ સુગ્ગઈમગુ સરોસિઉ નરુ કહવિ. ૨૭૩ • જ્યાં અગ્નિ ઊપજે – ઉત્પન્ન થાય તેને પોતે રહે ત્યાં સુધી બાળે, (પણ) પાસે પડેલાને (પોતાના) તણખાથી બાળે કે ન પણ બાળે, જ્યારે ક્રોધ જેને થાય છે તે પોતાને તથા બીજાને પણ બાળીને બીજે સ્થળે પણ હાનિ કરે છે એમ જિનવરે કહ્યું છે. જે (જન) રોષથી બીજા મનુષ્યોમાં અભ્યાખ્યાન - ચાડી ફેલાવે છે તે તે (રોષ)થી પણ પરાભવ પામે છે, અને પોતાના મનમાં બળે છે, તેથી તે આ લોકમાં પણ તેને વૈરી ગણી મારે છે. અભ્યાખ્યાન – આળમાં જે પાપ થાય છે તે અજ્ઞાની સમજતો નથી. - જે ઘણા કાળ સુધી સુસંસ્કારમાં સ્થિત હોય એવો મનુષ્ય રોષરૂપી અગ્નિથી પ્રદીપ્ત થઈને (એક) મુહૂર્તમાં નિજ ધર્મનો ભંડાર બાળી નાખે છે. રોષરૂપી ભૂત જેને ભરાણો હોય તે ભોગવતો નથી તેમ સૂઈ શકતો નથી, અને અતિ પ્યારું ધન મનુષ્યને વિના દોષે છોડી જાય છે. જેમ કુંડલ, કેયૂર, કિરીટ(મુગટ)થી વિભૂષિત થયેલો નર વિનયવિહીણો હોય તો) કોઈ રીતે શોભા પામતો નથી, તેવી રીતે કોઈ માણસ પંડિત, દાતા, તપસ્વી હોય છતાં પણ રોષવાળો હોય તો સુગતિનો માર્ગ પ્રાપ્ત કરતો નથી. ૧૦૩. આ કવિએ બીજાનું સુભાષિત પણ મૂક્યું છે અને તેથી તે તેમના સમયથી પ્રાચીન હોવું જોઈએ ? યતઃ ઉક્તમ્ અપ્પત્યિય ઈતિ જહ દુબઈ, સહસા પરિણમંતિ તહ સુમ્બઈ, પુવજ્જિયાં ધરિવિ કો સક્કઈ, સપુરિસહ ચિત્તવિ ન ચમક્કઈ, • જેમ દુઃખો અપ્રાર્થિત (વણમાગ્યાં) આવે છે, તેમ સુખો સહસા - એકદમ પરિણમે છે. પૂર્વોપાર્જિતને કોણ અટકાવી શકે ? સત્યરુષોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy