________________
४८
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
દુઃષમ રજનમાં સૂર્ય જેમ તું ઊઠ્યો મુનિનાથ.
શ્રી મુનિચંદ્ર મુનીંદ્ર પરમ [પર મમ] ફેડે કુગ્રાહ. ચરણ – વિશુદ્ધપ્રવૃત્તિ, સમ્યકત્વ – શ્રદ્ધા, મન્મથસ્થાણુ – કામરૂપ ખીલો. દુઃષમ રજની – આ પાંચમા દુઃષમ નામના આરારૂપ રાત્રી. ગ્રાહ-કદાગ્રહ.
૧૦૧. લક્ષ્મણગણિએ “સુપાસનાહ-ચરિએ એ નામનો પ્રાકૃત ગ્રંથ સંવત ૧૧૯૯માં માઘ શુદ ૧૦ ગુરુને દિને ગુરુ મંડલીપુરીમાં શ્રી કુમારપાલના રાજ્યમાં રચ્યો છે તેમાં ક્યાંક-ક્યાંક અપભ્રંશમાં છંદો છે :
ગયભક્તિમ્ભરુક્મિન્નરોમંચયા, કુણહિ તિથૈસરે તત્વ નર્ચાતયા, કેવિ મુંચંતિ મંદારસુમસોહર, ગંધવસ મિલિય સલાહ સુમસોહર. ૨૬૮ કેવિ મલ્લ વ સર્જતિ કમદદર, અવરિ ગાયંતિ સુહકંઠરવસુંદર, કેવિ ઉત્તરાલ તાલાઉલ રાયે, કુણહિં કરનચ્ચિય અવરિ વરહાસય. ૨૬૯ . કેવિ હરિસુદ્ધા તિસય ગલદદુરે, કુણહિં હયહેસિયે કેવિ સુઈબંધુર, કવિ ગયગજ્જિયં કુણહિં મયભિંભલ, અત્રિ મુઠહિ પહરતિ ધરણીયલ.
૨૭૦ કેવિ ફોડિંતિ વક્કરિય ઉશ્કેરાં, કેવિ કુવંતિ કંઠીરવુત્રાયાં, કેવિ તખણિયું ખીરોયજલ-સંતિય, કલસમુવણિંતિ તિયસા હરિયંતિય.
૨૭૧ • ત્યાં ગુરુભક્તિના ભરથી ઉભિન્ન રોમાંચ થયાં છે જેનાં એવા નાચતા દેવતાઓ) તીર્થેશ્વરને સ્તવે છે. કેટલાક દેવો) સુગંધને વશ થઈ
જ્યાં સુમનોહર ભ્રમરો થોકબંધ ભેગા થાય છે એવા મંદાર નામનાં પુષ્પોનો ભર – ઢગ ફેંકે છે, કેટલાક મલ્લોની માફક કમદર્દર (દેડકાની પેઠે) સજ્જ થાય છે, જ્યારે બીજા સારા કંઠરવથી સુંદર ગાય છે. કેટલાક ઊંચાનીચા તાલવાળા રાસ કરે છે. કેટલાક હાથ નચાવે છે, બીજા સુંદર હાસ્ય કરે છે, કેટલાક હર્ષથી મસ્ત બની ગળું ફુલાવી દેડકા જેવો અવાજ કરે છે, કેટલાક કર્ણને બંધુર એવા ઘોડાના હણહણવાનો અવાજ કરે છે, કેટલાક મદમસ્ત હાથીની ગર્જના કરે છે. બીજા ભૂમિહલને મૂઠીથી મારે છે, કેટલાક...(?) અને કેટલાક સિંહનાદ કરે છે. કેટલાક દેવતાઓ તે જ ક્ષણે ક્ષીરોદધિના જલવાળા કલશો ઈદ્ર પાસે લઈ જાય છે. • ૧૦૨. બીજો નમૂનો એ છે કે :
ચઉપૂઈ જહિં ઉષ્મજ્જઈ જલણું તે નિશ્ચિય તો ડહઈ, પાસદ્દિઉં ફલિંગિહિં ડહઈ ન વા ડહઈ, જસુ પુણુ કોહ સુ અપ્પઉં જણુ ડહિલ, હાણિ કોઈ પત્તહ જિણવરિ ઈહ કહિઉ.
૨૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org