SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય નિરંતરનું અવિચ્છિન્ન કર્યું. ૯૮. જિનદત્તસૂરિની બીજી બે અપભ્રંશ કૃતિઓમાંથી ઉપદેશ(ધર્મ)રસાયનરાસમાં ૮૦ ગાથા છે અને ‘કાલસ્વરૂપસ્કુલકમાં ૩૨ ગાથા છે. આમાંની છેલ્લી કૃતિની ત્રીજી ગાથામાં ‘વિક્કમસંવતિર સય બારહ હુઇ પણઉ સુહુ ઘરવારહ' આવા . શબ્દો છે તેથી તે કૃતિ વિક્રમના તેરમા સૈકાના પ્રારંભના ૧૧ વર્ષમાં કોઈ પણ વખતે બની હોવાનું અનુમાન કરી શકાય કારણકે વિ.સં.૧૨૧૧માં જિનદત્તસૂરિનો સ્વર્ગવાસ થયો છે. છતાં આ સર્વને સામાન્ય રીતે ૧૨મી સદીની કૃતિ તરીકે લેવામાં વિશેષ હરકત જેવું નથી. ૯૯. આ ત્રણે જિનદત્તસૂરિનાં કાવ્ય ‘અપભ્રંશ કાવ્યત્રયી' એ નામથી ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં પ્રકટ થનાર ગ્રંથમાં મૂકવામાં આવ્યાં છે, અને તેમાં પ્રથમનાં બે કાવ્યો ૫૨ની જિનપાલ ઉપાધ્યાય (જિનપતિસૂરિશિષ્ય)ની સં.૧૨૯૪ની રચાયેલી સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિ પણ દાખલ કરી છે. છેલ્લી કૃતિ ૫૨ ઉપાધ્યાય સુરપ્રભ(જિનપતિસૂરિશિષ્ય)ની વિવૃત્તિ છે. સાથે એ ત્રણે કાવ્યની સંસ્કૃત છાયા તે ગ્રંથના સંપાદક પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ ક૨ીને મૂકી છે. તેમાં સંપાદક સાક્ષર જે પ્રસ્તાવના અને પરિશિષ્ટ મૂકવાના છે તે બહાર પડવાથી વિશેષ પ્રકાશ પડશે. [‘અપભ્રંશકાવ્યત્રયી’ ૧૯૨૭માં પ્રકાશિત થઈ ચૂકેલ છે. ૧૦૦. વાદિદેવસૂરિ એ મહાપ્રભાવક જૈનાચાર્ય થઈ ગયા. તેમણે પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિ (સ્વ. સં.૧૧૭૮) ઉપર તે સમયની બોલાતી ભાષા અપભ્રંશ ભાષામાં ‘સ્તવન’ રચ્યું છે (મુદ્રિત – જૈન શ્વે.કૉ. હેરલ્ડ પત્રનો ઈ.સ.૧૯૧૭ના સપ્ટે.થી નવેં.નો ખાસ અંક પૃ.૩૩૧-૩૩૫). તેનો આદિ અને અંતભાગ નીચે પ્રમાણે છે ઃ નાણુ ચરણુ સંમત્તુ જસુ રયણત્તઉ સુપહાણુ, જયઓ સુ મુણિસુર ઇત્યુ, જંગ મોડિ અવમ્મહખાણુ. ૧ જાહે પસન્ના તુહ નયણ, તહ મયહ સયકાલ, હિયચ્છિય સુહ સંપડહિં, અનુ છિંદહિં દુહજાલ. ઘૂસમં રયણિહિં સૂર જિમ્પ, તુહ ઉઠ્ઠિઉ મુણિનાહ, સિરિ મુણિચંદ મુણિંદ ૫૨ મહુ ફેડઇ ફુગ્ગાહ. આની હાલની ગુજરાતી છાયા પં. બહેચરદાસે આ પ્રમાણે આપી છે : જ્ઞાનચરણ સમ્યક્ત્વ જેનું રત્નત્રય સુપ્રધાન, ૨૫ જ્યો સ મુનિસુરિ અહીં જગે, મોડયો મન્મથસ્થાણુ. જ્યારે પ્રસન્ન તવ નયનો તથા મનુજોને સદા કાળ, હૃદયઇચ્છિત સુખ સાંપડે પછી છેદાય દુઃખજાળ. - Jain Education International For Private & Personal Use Only ૨૪ ૪૭ ૧ ૨૪ www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy