________________
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
[‘પઉમિરિચિરઉ’(‘પદ્મશ્રીચરિત') ડૉ. મધુસૂદન મોદી અને ડૉ. હરિવલ્લભ ભાયાણી સંપાદિત ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા સિંઘી સિરીઝમાં ૧૯૪૮માં પ્રકાશિત થયેલ છે.]
૪૬
૯૬. ‘સંદેશરાસક’ પ્રાકૃત તથા અપભ્રંશમાં છે. તેમાં દોહા, ગાથા, રકા, પદ્ધડિકા, ચંદ્રાયણ, અર્ધ વગેરે છંદો વાપરેલા છે. પાશ્ચાત્ય દેશમાં મ્લેચ્છ દેશમાં મીરસેણના સંબંધીનો પુત્ર અદ્દહમાન નામનો હતો, તેની ગીતવિષયક પ્રાકૃત કાવ્યને વિશે પ્રીતિને લીધે તેના સ્નેહથી આ વિરહિણી-સંદેશવિષયક ‘સંદેશ-રાસક' રચેલું છે. તેની પ્રત પાટણ ભંડારમાં છે.
પચ્ચાએસિ પહૂઓ પુવ્વપસિદ્ધો ય મિચ્છદેસોત્યિ, એહ વિસએ સંભૂઓ આરદ્દો મીરસેણસ્સ.
તહ તણઓ કુલકુમલો પાઇય-કવ્વસુ ગીય-વિસએસુ અઠ્ઠમાણ પસિદ્ધો સન્નેહઇ-રાસયં રઇયં.
[અદ્દહ રહમાન (અબ્દુલ રહમાન)નો ‘સંદેશરાસક' મુનિ જિનવિજય અને ડૉ. હિરવલ્લભ ભાયાણી સંપાદિત ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા સિંઘી સિરીઝમાં ૧૯૪૫માં પ્રકાશિત થયેલ છે.]
૯૭. ‘ચર્ચરી’ નામની જિનવલ્લભસૂરિની સ્તુતિ સાથે ચૈત્યવિધિ જિનદત્તસૂરિએ અપભ્રંશમાં રચી છે. જિનવલ્લભનો સ્વર્ગવાસ સં.૧૧૬૮માં થયો ને તેમના શિષ્ય જિનદત્તે તેમના પછી થોડાં વર્ષોમાં જ આ સ્તુતિ રચી હોય તેમ અનુમાનાય છે. જિનદત્તને આચાર્યપદ સં.૧૧૬૮માં મળેલું અને તેમનો સ્વર્ગવાસ સં.૧૨૧૧માં થયો. તેનો આદિભાગ :
નમિવિ જિણેસર-ધમ્મહ તિહુયણસામિયહ પાયકમલુ સસિનિમ્મલ સિવગયગામિયહ, કિરિમ જયિગુણથુઇ સિરિ-જિણવલ્લહહ જુગપવરાગમસૂરિહિ ગુણિગણદુલહહ.
૧
·
ત્રિભુવનના સ્વામી, શિવગતિગામી એવા જિનેશ્વર ધર્મનાથના ચંદ્ર જેવા નિર્મલ પાદકમલને નમીને યુગપ્રવર આગમાચાર્ય ગુણિગણદુર્લભ એવા
શ્રી જિનવલ્લભની યથાસ્થિત ગુણસ્તુતિ કરું છું.
પિરહિર લોયપવાહુ પયટ્ટિઉ વિહિવિસઉ, પારતંતિ સહુ જેણ નિહોડિ કુમગ્ગસઉ, સિઉ જેણ દુસંઘ-સુસંઘહ અંતરઉ, વદ્ધમાજિણતિત્થહ કિયઉ નિરંતરઉ.
૩
૧૦
• જેણે લોકપ્રવાહને પરિહરી – તજી પરતંત્રતાવાળા શત કુમાર્ગને ટાળી વિધિમાર્ગ પ્રવર્તાવ્યો, જેણે નઠારો સંઘ અને સારો સંઘ બે વચ્ચેનું અંતર બતાવ્યું અને વર્ધમાન મહાવીર જિનના તીર્થં[ધર્મપરંપરા]ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org