SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ i જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ માની શું વૈદિક ભાષાને ‘તત આગત’ યા ‘તદુદ્ભવ’ કહી શકાય ? ઊલટી ગંગા વહી શકે ? શૌ૨સેનીની પ્રકૃતિ સંસ્કૃત અને મહારાષ્ટ્રીની પ્રકૃતિ શૌરસેની કહેવાનો આશય એ છે કે તેના સાધારણ નિયમ સંસ્કૃત યા શૌ૨સેની જેવા અને વિશેષ નિયમ પોતપોતાના ભિન્ન છે. પ્રકૃતિ સાથે જ્યાં સમાનતા હોય છે, તેનો વિચાર વ્યાકરણોમાં નથી, જ્યાં ભેદ છે ત્યાં બતાવવામાં આવેલ છે. હેમચન્દ્રજીએ પહેલું (મહારાષ્ટ્રી) પ્રાકૃતનું વ્યાકરણ લખ્યું. પછી શેરસેનીના વિશેષ નિયમ લખીને જણાવ્યું કે ‘શેષ પ્રાકૃતવત્' (૮-૪-૨૮૬); પછી માગધીના વિશેષ નિયમ જણાવી કહ્યું કે ‘શેષ શૌરસેનીવત્' (૮-૪-૩૦૨); અર્ધમાગધીને આર્ષ માની તેનું વિવેચન કર્યું નહીં. પછી પૈશાચીનું વિવેચન કરી દાખવ્યું કે ‘શેષ શૌરસેનીવત્' (૮-૪-૩૨૩). તે પ્રમાણે ચૂલિકા પૈશાચીના નિયમવિશેષ બતાવી કહ્યું ‘શેષ પ્રાવત્' એટલે પૈશાચીવત્ (૮-૪-૩૨૮). અપભ્રંશના વિશેષ નિયમ લખી કહ્યું “શૌરસેનીવત્' (૮-૪-૪૪૬) અને ઉપસંહારમાં સર્વ પ્રાકૃતોને લક્ષ્યમાં રાખી લખ્યું કે ‘શેષ સંસ્કૃતવત્સિદ્ધમ્' (૮-૪-૪૪૮). તો આ ૫૨થી શું આનો અર્થ એમ કરવામાં આવે કે આ ભાષાઓનું કુટુંબવૃક્ષ થયું ? શું પહેલી ભાષા જનક થઈ અને પછી પછીની તેમાંથી આગત અથવા તેમાંથી ઉદ્ભૂત થઈ ? નહીં, સાધારણ નિયમ “પ્રકૃતિથી સમજાવ્યો અને વિશેષ નિયમ ‘વિકૃતિ’થી. આ પ્રકૃતિ અને વિકૃતિનો પ્રકૃત - પ્રસ્તુત અર્થ છે. ८० ૧૭૦. સંસ્કૃત અને બીજી પ્રાકૃતોના વ્યાકરણમાં હેમચન્દ્રે પોતાની વૃત્તિમાં ઉદાહરણો રૂપે પ્રાયઃ વાક્ય અથવા પદ જ આપેલ છે, પરંતુ અપભ્રંશના અંશમાં તેમણે પૂરી ગાથાઓ, પૂરા છંદ અને પૂરાં અવતરણ આપ્યાં છે. આ હેમચન્દ્રનું બીજું મહત્ત્વ છે. આવી રીતે તેમણે એક અતિ ભારે સાહિત્યના નમૂના જીવંત રાખ્યા કે જે તે એમ ન કરત તો નષ્ટ થઈ ગયા હતા. આમ કરવાનું કારણ શું ? જેમ હવે પછી કહેવામાં આવશે તેમ જે શ્વેતામ્બર જૈન સાધુઓને માટે યા સર્વ સાધારણ જન માટે તેમણે વ્યાકરણ લખ્યું તેઓ સંસ્કૃત-પ્રાકૃતના નિયમોને, તેનાં સૂત્રોની સંગતિને પદો યા વાક્યખંડોમાં સમજી લેત તેમણે આપેલ ઉદાહરણોથી ન સમજત તો સંસ્કૃત અને ગ્રંથની – પુસ્તકી – પ્રાકૃતનું વાડ્મય તેમની સામે હતું – પ્રાપ્ય હતું તેમાંથી નવાં ઉદાહરણો શોધી લેત, પરંતુ અપભ્રંશના નિયમ એવી રીતે સમજમાં આવી ન શકત. મધ્યમ પુરુષને માટે પ’, ‘શપથમાં ‘થ’ની જગ્યાએ ધ’ થવાથી ‘સવધ’, અને ‘મક્કડઘુગ્વિ’ના અનુકરણ-પ્રયોગ પૂરાં ઉદાહરણ આપ્યા વગર સમજમાં આવતા નથી (જુઓ પછી ઉદાહરણ. ક્ર.૫૪, ૮૮, ૧૪૪). જો હેમચન્દ્રજી પૂરાં ઉદાહરણ ન આપત તો શીખનારાઓ કે જેઓ સંસ્કૃત અને પ્રાકૃતના આકરગ્રંથો સુધી પહોંચી જાય, પરંતુ જેઓ ‘ભાષા’સાહિત્યથી સ્વાભાવિક રીતે નાક ચઢાવતા તેઓ તે ‘ભાષા’ના નિયમોને સમજત નહીં. - ૧૭૧. આ સર્વે ઉદાહરણોનો સંગ્રહ અને વ્યાખ્યાન આ પછી જુદા ૬, ૭ અને ૮ પ્રકરણમાં આપેલાં છે. આ ઉદાહરણને અપભ્રંશ કહેવામાં આવે છે કિંતુ તે-તે Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy