________________
હેમચન્દ્રજીનું વ્યાકરણ
૮૧
સમયની જૂની હિન્દી-ગુજરાતીના જ છે. વર્તમાન હિન્દી કે ગુજરાતી સાહિત્યથી તેનો પરંપરાગત સંબંધ, વાક્ય અને અર્થને સ્થાને-સ્થાને સ્પષ્ટ થશે. એ ધ્યાનમાં રાખવાનું છે કે આ ઉદાહરણ હેમચન્દ્રના પોતાનાં રચેલાં નથી. કોઈ વાક્યો સિવાય સર્વે તેમનાથી પ્રાચીન સાહિત્યનાં છે. તે પરથી તે સમયના જૂની હિન્દી-ગુજરાતી સાહિત્યના વિસ્તારનો પત્તો લાગે છે. જો સંસ્કૃત સાહિત્ય બિલકુલ રહ્યું ન હોત તો પતંજલિના “મહાભાષ્યમાં જે વેદ અને શ્લોકોના ખંડો ઉદ્ધત છે તે પરથી સંસ્કૃત સાહિત્યનું અનુમાન કરવું પડત. આ કામ આ દોહાઓથી થાય છે. હેમચન્દ્રજીએ મોટી ઉદારતા કરી કે આ પૂરાં અવતરણ આપી દીધાં. તેમાં શૃંગાર, વીરતા, કંઈ રામાયણના અંશ (જેવડુ અન્તરુ૦, ૧૦૧, દહમુહુ ભુવણo, ૫), કૃષ્ણકથા (હરિ નચ્ચાવિલે પંગણહિo, ૧૨૨, એકમેક્કઉં જઇવિ જોએદિo, ૧૨૯), કંઈ બીજા મહાભારતના અંશ (ઇત્તિઉં બ્રોપ્પિણું સઉણિ૦, ૭૮), વામનાવતારકથા (મઈ ભણિઅઉ બલિરાયo, ૯૬), હિન્દુ ધર્મ (ગંપિણુ વાણારસિહિંતુ, ૧૬૬, ગંગ ગમેપ્પિણુo, ૧૬૭, વાસુ મહારિસિ0, ૯૧), જૈન ધર્મ (જેમ્પિ ચઈપ્પિણુ, ૧૬૫, પેખેવિણુ મુહુ જિનવરહો, ૧૭૦), અને હાસ્ય (સોએવા પર વારિઆ૦, ૧૫૯) – એ સર્વના નમૂના મળે છે. મુંજ (૧૬૨) અને બ્રહ્મ (૧૦૩) કવિઓનાં નામ મળી આવે છે. કેવું સુંદર સાહિત્ય આ સંગૃહીત છે ! કવિતાની દષ્ટિથી, આટલા વિશાલ સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં પણ, શું ‘ભલ્લા હુઆ જુ મારિઆ', (૩૧), “જઈ સસણહી તો મુઈઅ (પર), ‘લોણુ વિલિજ્જઈ પાણિએણ” (૧૧૫), “અક્કવિ નાહુ મહજિ ઘરિ' (૧૪૪) – આદિની જોડીની કવિતા મળી શકે તેમ છે ?
| [ઉપર નિર્દિષ્ટ થયેલાં ઉદાહરણોમાંથી કેટલાંક આ આવૃત્તિમાં છોડી દેવામાં આવ્યાં છે, તે ડૉ. ભાયાણીમાંથી જોઈ શકાશે. મુંજ કવિનામ નહીં, પણ રાજવીનામ કહેવું જોઈએ. બ્રહ્મ નામ હોવાનું શંકાસ્પદ છે.)
૧૭૨. હેમાચાર્યનું ત્રીજું મહત્ત્વ એ છે કે તે પોતાના વ્યાકરણના પાણિનિ અને ભટ્ટજી દીક્ષિત હોવાની સાથેસાથે તેના ભટ્ટિ પણ છે. તેમણે પોતાના સંસ્કૃત-પ્રાકૃત ‘દ્વયાશ્રય-કાવ્યમાં પોતાનાં વ્યાકરણનાં ઉદાહરણ પણ આપ્યાં છે તથા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના ઈતિહાસ પણ લખ્યા છે. ભટ્ટિ અને ભટ્ટ ભૌમકની પેઠે તે પોતાના સૂત્રોના ક્રમથી ચાલ્યા છે. સંસ્કૃત ‘દ્વયાશ્રય-કાવ્ય'ના વીસ સર્ગ છે. તેમાં સિદ્ધરાજ જયસિંહ સુધીના ગુજરાતના સોલંકી રાજાઓના વંશ, વૈભવ આદિનું વર્ણન અને સાથેસાથે હેમચન્દ્રના (સંસ્કૃત) “શબ્દાનુશાસનના સાત અધ્યાયોનાં ઉદાહરણ છે. આઠમા અધ્યાય(પ્રાકૃત વ્યાકરણ)નાં ઉદાહરણોને માટે પ્રાકૃત ‘દ્વયાશ્રય-કાવ્ય' (કુમારપાલચરિત')ની રચના થઈ છે કે જેમાં આઠ સર્ગ છે. સંસ્કૃત ‘દ્વયાશ્રયની ટીકા અભયતિલકગણિએ તથા પ્રાકૃત ‘દ્વયાશ્રયની ટીકા પૂર્ણકલશગણિએ લખી છે કે જે સં.૧૩૦૭ ફાલ્ગન કૃષ્ણ ૧૧ પુષ્ય રવિવારને દિને પૂર્ણ થઈ. 'કુમારપાલચરિત” યા પ્રાકૃત દ્વયાશ્રય-કાવ્યના આરંભમાં અણહિલપુર પાટણનું વર્ણન છે, રાજા કુમારપાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org