________________
૮૨
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
છે. મહારાષ્ટ્ર દેશના બંદી તેમની કીર્તિ વખાણે છે. રાજાની દિનચર્યા, દરબાર, મલ્લશ્રમ, કુંજરયાત્રા, જિનમંદિરયાત્રા, જિનપૂજા આદિના વર્ણનમાં બે સર્ગ પૂરા થાય છે. ત્રીજામાં ઉપવનનું વર્ણન છે, વસંતની શોભા છે. ચોથામાં ગ્રીષ્મ અને પાંચમામાં અન્ય ઋતુઓના વિહાર આદિનું સાલંકાર વર્ણન છે. રાજા અને પ્રજાની સમૃદ્ધિ તથા વિલાસોનાં ચિત્ર કવિઓની રીતિ અનુસાર દેવામાં આવ્યાં છે. છઠામાં ચન્દ્રોદયનું વર્ણન છે. રાજા દરબારમાં બેઠો છે. સાંધિવિગ્રહિક વિજ્ઞપ્તિ કરી કે જેમાં કુંકણના રાજા મલ્લિકાર્જુનની સેના સાથે કુમારપાલની સેનાનું યુદ્ધ અને પછી. વિજયનું તથા મલ્લિકાર્જુનના માર્યા જવાનું વર્ણન છે. આગળ કહ્યું કે એવી રીતે કુમારપાલ દક્ષિણનો સ્વામી થઈ ગયો. પશ્ચિમના સ્વામી સિંધુપતિ, જવનદેવ, ઉધ્વ(? ઉચ્ચ), કાશી, મગધ, ગૌડ, કાન્યકુન્જ, દશાર્ણ, ચેદિ, રેવાતટ, મથુરા, જંગલ દેશના રાજાઓની અધીનતાનું વર્ણન છે. કુમારપાલ શયન કરે છે. સાતમાં સર્ગના આરંભમાં રાજા ઊઠીને પરમાર્થચિંતા કરે છે, તેમાં કામ, સ્ત્રી આદિની નિંદા, જૈન આચાર્યોની સ્તુતિ, નમસ્કાર પહેલાં અને પછી મૃતદેવીની સ્તુતિ છે. મૃતદેવી કુમારપાલની સામે પ્રકટ થઈ અને રાજાની સાથે તેનું ધર્મવિષયક સંભાષણ ચાલ્યું. આખા આઠમા સર્ગમાં મૃતદેવીનો ઉપદેશ છે.
- ૧૭૩. હેમચન્દ્ર પ્રાકૃત વ્યાકરણ (સિદ્ધહૈમ-શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાય) અને કુમારપાલચરિતનો સંબંધ નીચેના કોઠાથી જણાવવામાં આવે છે ? લક્ષ્ય લક્ષણ
ઉદાહરણ અષ્ટમાધ્યાય
કુમારપાલચરિત પ્રાકૃત ભાષા પાદ ૧ સૂ. ૧-૨૭૧ સર્ગ ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ પાદ ૨ સૂ.૧-૧૨૮
ગાથા ૧-૯૩ પાદ ૩ સૂ.૧–૧૮૨
પાદ ૪ સૂ.૧-૨પ૬ શૌરસેની પાદ ૪ સૂ.૨૬૦–૨૮૬ સર્ગ ૭ ગાથા ૯૪-૧૦૨ માગધી પાદ ૪ સૂ.૨૮૭–૩૦૨
સર્ગ ૮ ગાથા ૧-૭ પૈશાચી
પાદ ૪ સૂ.૩૦૪-૩૨૪ સર્ગ ૮ ગાથા ૮-૧૧ ચૂલિકા પૈશાચી પાદ ૪ સૂ.૩૨૫-૩૨૮ સર્ગ ૮ ગાથા ૧૨-૧૩
અપભ્રંશ પાદ ૪ સૂ.૩૨૯-૪૪૮ સર્ગ ૮ ગાથા ૧૪-૮૨ : ૧૭૪. આ પરથી સ્પષ્ટ થશે કે જે ભાષાનું વ્યાકરણ કહ્યું છે તેમાં કુમારપાલચરિત'ના તે અંશની રચના કરવામાં આવી છે. જૂની હિન્દી-ગુજરાતીના વ્યાકરણના વિશેષ નિયમોનાં ૧૨૦ સૂત્ર છે. ઉદાહરણોમાં જે ઉદાહરણો પ્રાચીન કવિતામાંથી આપવામાં આવ્યાં છે તે ૧૭૫ અવતરણ છે; કોઈ પદો, વાક્યો અને દોહરાઓ અવતરણોની ગણનામાં નથી. (કેટલાક દોહાના ખંડ વારંવાર ઉદાહરણોની પેઠે કેટલાંક સૂત્રો ઉપર આપવામાં આવ્યા છે), પરંતુ સ્વરચિત ઉદાહરણોમાં તે સર્વ વિષય ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org