________________
સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય
– ઇય સિરિવઢમાણ (ઇત્યાદિ) - એયારહમો સંધી પરિચ્છેઓ સમ્મત્તો. ૧૫૨. આની પ્રત સ૨ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂનામાં છે ને તેમાં છેવટે એમ છે કેઃ ઇતિશ્રી શ્રેણિકચરિત્ર સંપૂર્ણ. સંવત્ ૧૭૬૬ વર્ષે શ્રાવણ વિદ ૫ ભ્રગુ અપરાલિસમએ શ્રી પાલભનગરિ સ્થાને લિખિતં બ્રહ્મ કૃપાસાગર તત્સિષ્ય લિખિતં પંડિત સુંદરદાસા શ્રી.'
૧૫૩. દિગંબર નિત્યવિધિમાં ૪૦ ગાથા વપરાય છે તે શુદ્ઘ અપભ્રંશમાં છે. તેમાંની ૮ ‘દૈવજયમાલ’, ૧૩ ‘શાસ્રજયમાલ’, ૧૩ ‘ગુરુજયમાલ' અને શેષ ૬ ‘પંચપરમેષ્ઠિ–જયમાલ' થાય છે. તેમાંની પહેલી તો અગાઉ જણાવેલ પુષ્પદન્તના ‘યશોધરચિરત્ર’માંથી ઉદ્ધૃત કરી લીધી છે અને બાકીની પણ સંભવિત રીતે બીજામાંથી લીધી હોવી જોઈએ, પણ ક્યાંથી લીધી તે હમણાં જાણી શકાયું નથી. ૧૫૪. તેના નમૂના નીચે પ્રમાણે છે :
‘દૈવજયમાલ’
૭૧
વત્તાણુઠાણે, જણધણુદાણે, પઇપોસિઉ વ્રુહુ ખત્તધર તુહુ ચરણ વિહાણે, કેવલણાણે તુહુ પરમપ્પઉ પરમપરુ.૧
જય રિસહ રિસીસર ણમિય પાય, જય અજિય જિયં ગમરોસરાય, જય સંભવ સંભવ-કયવિઓય, જય અહિણંદણ ગુંદિય -પઓય. ૨ ‘શાસ્ત્રયમાલ'
સંપઈ સુહકારણ, કમ્મવિયારણ, ભવસમુદ્દ-તારણ-તરણું, જિણવણિ ણમસ્સમિ સત્ત પયામિ સગ્ગમોક્ખ-સગમકરણું. ૧ ‘ગુરુજયમાલ’ –
વિયહ ભવતારણ, સોલહ કારણ, અજ્જવિ તિત્ફયરત્તણહું, તવ કમ્મ અસંગઇ, દય ધર્મીંગઇ, પાવિ પંચ મહાત્વયહં. ૧ પંચપરમેષ્ઠિ-જયમાલ' -
૧
મણુયણ ઇન્દ-સુરધરિય-છત્તયા, પંચ-કલાણ સુક્ષ્માવલી-પત્તયા, દેસણ ણાણ ઝાણું અણંત બલં, તે જિણા કિંતુ અહં વરં મંગલ. - નિત્યપૂજા (જૈ.ગ્રં.૨.કા., મુંબઈ)
--
Jain Education International
૧૫૫. જસવંતસાગરના જૈન મંદિરમાં એક હસ્તપ્રતમાં નાની ૩૭ સંસ્કૃત અને પ્રાકૃત કૃતિઓ છે તેમાં ૧૦ અપભ્રંશ છે. નામે ‘સુબંધદસમી-કહા', ‘રોહિણીવિધાનકથા', ‘મુક્તાવલિવિધાન-કથા', ‘અનંતાવ્રતા-કથાનક', ‘નિર્દોષસપ્તમી-કથાનક’, ‘પાશપઇકહા’, ‘જિનપુરંદર-કથા’, ‘ઉદ્ધરણ-કથા’, ‘જિનરાત્રિવિધાન-કથાનક’ અને ‘સોલહકારણ-જયમાલ'. આમાંની પહેલી બે બીજા કરતાં લાંબી છે કારણકે તે દરેકમાં બે સંધિ છે. ‘રોહિણિવિધાન-કથા'ના કર્તાનું નામ દેવનન્દિ મુનિ છે. બીજી કૃતિઓના કર્તા સંબંધી કંઈ જણાયું નથી.
૧૫૬. ‘સુઅંધ(સુગંધ)દસમી-કથા'માંથી નમૂનો –
For Private & Personal Use Only
www.jainelibrary.org