________________
ગુર્જરો અને ગુર્જર દેશ
જ પ્રમાણે કનોજના પ્રતાપી પ્રતિહારો(પડિહારો)નો પણ ગુર્જરો સાથે સંબંધ નથી.
૩૧૦, ભીનમાલનું ગુર્જરરાજ્ય ચાવડોના હસ્તમાં આવ્યા પછી વિ.સં.ની ૧૧મી સદીના પ્રારંભમાં અલવર રાજ્યના પશ્ચિમ વિભાગ તથા તેના નિકટવર્તી પ્રદેશો ૫૨ ગુર્જરોનું એક બીજું રાજ્ય હોવાનો પત્તો મળે છે. અલવર રાજ્યના રાજોરગઢ નામના પ્રાચીન કિલ્લામાંથી મળેલા વિ.સં.૧૦૧૬ (ઈ.સ.૯૬૦) શિલાલેખમાં એમ છે કે પ્રતિહાર ગોત્રના ગુર્જર મહારાજાધિરાજ સાવટના પુત્ર, મહારાજાધિરાજ પરમેશ્વર મથનદેવ રાજ્ય કરતો હતો અને તે પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર ક્ષિતિપાલદેવ(મહીપાલ)નો સામંત હતો.૭૩ આ ક્ષિતિપાલ કનોજનો રઘુવંશી પ્રતિહાર રાજા હતો. આ શિલાલેખમાં મથનદેવને મહારાજાધિરાજ પરમેશ્વર જણાવ્યો છે તે પરથી અનુમાન થાય છે કે તે ક્ષિતિપાલદેવ (મહીપાલ)ના મોટા સામંતોમાંથી એક હોય. આ લેખ પરથી એ પણ જણાય છે કે તે સમયે ત્યાં ગુર્જર(ગૂજર)જાતિના ખેડૂત પણ
७०
હતા.
૭૪
૩૧૧. વર્તમાન ગુજરાતના ભરૂચ નગર પર પણ ગુર્જરોનું રાજ્ય વિ.સં.ની સાતમી અને આઠમી સદીમાં હોવાનું ત્યાંના દાનપત્રોથી જણાય છે. સંભવિત છે કે ઉક્ત સંવતોની પહેલાં અને પછી પણ તેઓનું રાજ્ય ત્યાં રહ્યું હોય, અને એ કંઈ નવાઈ નથી કે ભીનમાલના ગુર્જરો(ગૂજરો)નું રાજ્ય પણ ભરૂચ સુધી ફેલાયું હોય અને ભીનમાલનું રાજ્ય તેમના હાથથી નીકળી જવાથી પણ ભરૂચના રાજ્ય પ૨ તેઓનો યા તેઓના કુટુંબીઓનો અધિકાર ચાલુ રહ્યો હોય. ભરૂચના ગુર્જર રાજાઓનાં દાનપત્રોથી પ્રકટ થાય છે કે તે ગુર્જર રાજ્યની અંતર્ગત ભરૂચ જિલ્લો, સુરત જિલ્લાનાં ઓરપાડ, ચોરાશી અને બારડોલીનાં પરગણાં તથા તેની પાસેનાં વડોદરા રાજ્ય, રેવાકાંઠા અને સચીન રાજ્યના પ્રાંતો પણ હોય,
૨૦૫
૩૧૨. ગુર્જર જાતિની ઉત્પત્તિના સંબંધે આધુનિક પ્રાચીન શોધકોએ અનેક કલ્પનાઓ કરી છે. જનરલ કનિંગહામે તેઓ યુચી અર્થાત્ કુશાનવંશી હોવાનું અનુમાન કર્યું છે. વિન્સેટ સ્મિથે તેમની ગણના હૂણોમાં કરી છે. કૅમ્પબેલનું કથન એમ છે કે ઈ.સ.ની છઠ્ઠી સદીમાં ખજર નામની એક જાતિ, જ્યાં યુરોપ અને એશિઆની સીમા મળે છે, ત્યાં રહેતી હતી. તે જાતિના લોક ગુર્જર યા ગૂજર છે. (એપિ. ઇંડિકા., વૉ.૪૦, પૃ.૩૦) અને તેમાં દેવદત્ત ભાંડારકરે કૅમ્પબેલનું કથન સ્વીકાર્યું છે.
૭૫
પરંતુ
૭૩૦. એપિ. ઇન્ડિકા., વૉ.૩, પૃ.૨૬૬.
૭૪. આ.સ.ર., વૉ.૨, પૃ.૭૦.
૭૫. શ્રીયુત ભાંડારકરે તો સાથેસાથે એ પણ લખી નાખ્યું છે કે : “મુંબઈ ઇલાકામાં . ગૂજર(ગુર્જર) નથી; એમ જણાય છે કે તે જાતિ હિંદુઓમાં ભળી ગઈ. ત્યાં ગૂજર(ગુર્જર) વાણિયા (મહાજન), ગૂજર(ગુર્જર) કુંભાર અને ગૂજ૨(ગુર્જર) સુતાર-કડિયા છે, ખાનદેશમાં દેશી કણબી અને ગૂજર(ગુર્જર) કણબી છે. એક મરાઠા કુટુંબ ગુર્જર કહેવાય છે કે જે મહારાષ્ટ્રના આધુનિક ઇતિહાસમાં પ્રસિદ્ધ રહેલ છે. કરહાડા બ્રાહ્મણોમાં પણ ગુર્જર નામ મળે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org