________________
૨૦૬
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
એ સર્વ કલ્પનામાત્ર છે, કારણકે તે સર્વમાં કોઈ પણ એવું સપ્રમાણ બતાવી શકેલ નથી કે અમુક સમયમાં અમુક કારણથી આ ગુર્જર જાતિ બહારથી અહીં આવી. ખજરથી ગુર્જર યા ગૂજર જાતિની ઉત્પત્તિ માનવી એ એવી કલ્પના છે કે જેમ કોઈ એમ કહે કે સેક્સન કાયસ્થ યુરોપની સેક્સન જાતિથી નીકળેલ છે. નવસારીથી મળેલા ભરૂચના ગુર્જરવંશી રાજા જયભટ(ત્રીજા)ના કલચુરિ સંવત્ ૪૫૬ (વિ.સં.૭૬૨)ના દાનપત્રમાં ગુર્જરોને મહારાજ કર્ણ (ભારતપ્રસિદ્ધ)ના વંશમાં થયેલ જણાય છે. આ ૩૦૭થી ૩૧૨ સુધીની હકીકત રા. બ. ગૌરીશંકર ઓઝાજીના ‘રાજપૂતાનેકા ઇતિહાસ પ્રથમ ખંડમાંથી લીધેલી છે.)
૩૧૩. ગુજરાતમાં ચાવડા વંશના વનરાજથી પાટણની સ્થાપના, ચાવડાવંશ પછી ચાલુક્યવંશ પછી વાઘેલાવંશ, અને પછી મુસલમાનોનો ગુજરાતમાં પ્રવેશ અને અધિકાર એ જાણીતી વાત છે એટલે તેનો વિસ્તાર કરવો નિરર્થક છે. હેમચન્દ્રના કાલમાં અપભ્રંશ ભાષા બોલાતી હતી એમ સમજાય છે; પછી તે ભાષા રૂપાન્તર લેતી ગઈ અને તેરમા-ચૌદમા સૈકામાં ગુજરાતીનું વાડ્મય થતું ગયું, ગુજરાત બીજા પ્રાંતોના સંપર્કથી છૂટું પડ્યું ને તેથી તે દેશની ભાષા બીજા દેશની ભાષાથી જુદું સ્વરૂપ લેતી ગઈ અને તે ગુજરાતની દેશી ભાષા ગુજરાતી કહેવાઈ. રાજપૂતાનામાં ગૂજર ગૌડ (ગુર્જર ગૌડ) બ્રાહ્મણ છે. આ સર્વ ગૂજર(ગુર્જર) જાતિના છે.” (વો.૪૦, પૃ.૨૨) ભાંડારકર મહાશયને આ નામોથી સામાન્ય ઉત્પત્તિ જાણવામાં પણ ભારે ભ્રમ થયો છે અને તેમણે આ સર્વેને ગૂજર ઠરાવી દીધા છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી. જેવી રીતે શ્રીમાલ નગર (ભીનમાલ, જોધપુર રાજ્યમાં)ના બ્રાહ્મણ, વાણિયા, મહાજન, સોની આદિ બહાર જવાથી પોતાના મૂલ નિવાસસ્થાનના નામથી અન્ય બ્રાહ્મણો આદિથી પોતાને અલગ બતાવવા માટે શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાલી મહાજન – વાણિયા આદિ કહેવાયા – ઓળખાયા; તેવી જ રીતે મારવાડમાં દધિમતિ (દાહિમ) ક્ષેત્રના રહેનારા બ્રાહ્મણ, રાજપૂત, જાટ આદિ દાહિમે બ્રાહ્મણ, દાહિમે રાજપૂત, દાહિમે ભાટ આદિ કહેવાયા, અને ગૌડ દેશના બ્રાહ્મણ, રાજપૂત, કાયસ્થ આદિ બહાર જવાથી ગૌડ બ્રાહ્મણ, ગૌડ રાજપૂત, ગૌડ કાયસ્થ આદિ પ્રસિદ્ધ થયા, તેમજ પ્રાચીન ગુર્જર દેશના રહેનારા બ્રાહ્મણ, વાણિયા, કુંભાર, સુતાર, કડિયા આદિ ગુર્જર બ્રાહ્મણ, ગુર્જર ગૂજર) કુંભાર તથા ગૂર્જર(ગૂજર) સુતાર-કડિયા આદિ કહેવાયા છે. એથી ગુર્જર બ્રાહ્મણ આદિનો અર્થ કે અભિપ્રાય એ નથી કે ગૂર્જર (ગૂજર) જાતિના બ્રાહ્મણ આદિ. તેમનાં નામની પૂર્વે ગુર્જર (ગૂજર) શબ્દ તેમના આદિનિવાસનું સૂચક છે, નહીં કે જાતિનું. ઉક્ત મહાશયે એક કરવાડા બ્રાહ્મણ કુટુંબના અહીંના ઈ.સ. ૧૧૯૧ (વિ.સં.૧૨૪૮)ના દાનપત્રમાંથી થોડુંક અવતરણ પણ આપેલ છે કે જેમાં દાન લેનારા ગોવિંદ બ્રાહ્મણને કાશ્યપ, અવત્સાર અને નૈધ્રુવ - આ ત્રણ પ્રવરવાલા નૈધ્રુવ ગોત્રના, અને ગુર્જર ઉપનામવાળા (ગુર્જર-સમુપાભિધાન) જણાવેલ છે. જો ગૂજર જાતિને એશિયાની નજર જાતિ હોવાનું માનવામાં આવે તો શું તેનો અહીં પણ ગોત્ર અને પ્રવરનો પ્રચાર હતો ? તેમણે ગૂજર ગૌડની ઉત્પત્તિના સંબંધ પણ લખ્યું છે કે “આ નામનું તાત્પર્ય ગૂજર જાતિના ગૌડ બ્રાહ્મણ છે”, પરંતુ વાસ્તવમાં ગુર્જર ગૌડનો અર્થ એ જ છે કે ગુર્જર દેશના રહેનારા ગૌડ બ્રાહ્મણ, પણ ગૂજર જાતિના ગૌડ બ્રાહ્મણ નહીં. (રા. બ. ગૌરીશંકર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org