SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ આવૃત્તિ વિશેના અભિપ્રાયો મોહનભાઈ જો ન જન્મ્યા હોત આ ગૌરવભરેલા ગ્રંથના “સંપ્રયોજક શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચિરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનનો તેમને ઘણો જૂનો રોગ છે. જે વખતે અમને કલમેય ઝાલતાં નહોતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારઘેલા અને અનન્ય આશક બનેલા છે. આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થોમાં મોહનભાઈ જૂના જૈન સાહિત્યના અભ્યાસી તરીકે સર્વાસ છે એમ જો કહીએ તો તેમાં જરાયે અમને અતિશયોક્તિ નથી લાગતી. ક્યાં તો વકીલાતનો વહેતો ધંધો અને ક્યાં આ અખંડ સાહિત્યસેવા ! કેવળ સાહિત્યપ્રવૃત્તિ એ જ જેમના જીવનનિર્વાહ ખાસ ઉપાય હોય અને એ જ જાતનું જીવન-જીવવા માટે જેઓ સરજાયા હોય તેવા પુરુષો પણ, જે કાર્ય મોહનભાઈએ કરી બતાવ્યું છે તે કરી બતાવવા ભાગ્યે જ ભાગ્યશાળી નીવડે છે. મોહનભાઈ જો ન જન્મ્યા હોત તો કદાચ જૈન ગૂર્જર કવિઓની ઝાંખી કરવા જગતને ૨૧મી સદીની વાટ જરૂર જોવી પડત. જૈન સાહિત્ય સંશોધક ફાલ્ગન સં.૧૯૮૩ આચાર્ય, ગુજરાત પુરાતત્ત્વ મંદિર જિનવિજય ના આવી સેવા બજાવનાર કોઈ નથી કૉન્ફરન્સ એ પુસ્તક બહાર પાડી પરમ ઉત્સાહી સંશોધક મોહનલાલ દલીચંદ દેશાઈએ અંતરના ઉમંગથી લીધેલા પરિશ્રમની કદર કરી છે અને ગુજરાતી જૈન સાહિત્ય વિશે માહિતી સર્વસુલભ કરી ગુજરાતી સાહિત્યના અભ્યાસને અપૂર્વ અનુકૂળતા પૂરી પાડી છે. મહાભારત, રામાયણ અને પુરાણના આધારનું ગુજરાતી સાહિત્ય ચૌટેચકલે ગવાતું હતું. પરંતુ પુષ્ટિમાર્ગીય, સત્સંગી અને જૈન સાહિત્ય મંદિર અને ઉપાશ્રયમાં જ તેની પવિત્રતાની સુવાસ ફેલાવતું હતું. આ કારણથી ઈતર પંથ અને ધર્મની જાણ બહાર તે અત્યાર સુધી રહ્યું છે. આ સૂચિથી તે સંબંધી અજ્ઞાન ઘણે દરજ્જ દૂર થશે. મામા શકતા ના કાકા આ કામ તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જૈનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી. તા.૨૫-૧૧-૧૯૨૬ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ એજ મારા સામર્થ્યની બહાર આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થ્યની બહાર છે. તા.૯-૮-૧૯૩૧ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા or load Now સંગ્રહગ્રંથની કિંમત મોટી આ ગ્રંથ તેમની અથાગ મહેનતના ફળરૂપ છે. ગ્રંથના પ્રારંભમાં ૩૨૦ પૃષ્ઠનો જૂની છે ગુજરાતી ભાષાનો ઈતિહાસ આપેલો છે જે આપણી ભાષાના ઇતિહાસમાં મૂલ્યવાન ઉમેરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy