________________
*
૧૯૨
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
*
*
* *
* *
* *
*
* *
*
*
*
*
*
હતી એમ કલ્પવું અનુચિત છે. “આભીરાદિ એમાં “આદિ શબ્દ જ બતાવી આપે છે કે તે માત્ર આભીર જાતિની જ ભાષા હતી એમ નથી. ઈ.સ. પૂર્વે થોડાં શતકોમાં આભીર જાતિ જ્યાંથી આવી ત્યાંથી તે જાતિ તે ભાષા પોતાની સાથે લાવી નહોતી. વસ્તુતઃ સત્ય વાત એ છે કે જ્યાં જ્યાં તે લોકો અને તેમની સાથે બીજા ગયા ત્યાંત્યાં તે-તે પ્રદેશની પ્રચલિત પ્રાકૃત ભાષા તેઓ ગ્રહણ કરતા ગયા, અને સ્વાભાવિક રીતે તેથી ઉત્તરોત્તર ઘણે અંશે ભાષાનું સ્વરૂપ તેમનાથી બદલતું ગયું. આ બદલો – પરિવર્તન – અપભ્રષ્ટતા જ ભરતે વાપરેલ “અપભ્રંશ', અપભ્રષ્ટ' અને વળી ‘વિભ્રષ્ટ” શબ્દો બતાવી આપે છે. વળી, આ સાહિત્યની અપભ્રંશ ભાષાની પાછળ ભાષા હતી કે જે નાના સાહિત્યરસિક સમૂહોની કે ફિલસૂફો, વૈયાકરણો, ખગોળશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ, કવિઓ અને અધ્યાપકો આદિ પંડિતોની ભાષા – ટૂંકામાં થોડા વિદ્વાનોની ભાષા નહોતી, પણ ઊતરતા, કનિષ્ઠ વર્ણના, સામાન્યમાં સામાન્ય લોકો જેવા કે આભીરો, શબર, ચંડાલો વગેરેની ભાષા હતી. આ પરથી જણાય છે કે આ લોકો જે પ્રદેશમાં વસતા ગયા તે પ્રદેશ વખતોવખત યા એકીવખતે જેમજેમ બદલાતો ગયો તેમતેમ અપભ્રંશમાં પણ ફેરફાર પડતો ગયો અને તેથી પાછળના પ્રાકૃત વૈયાકરણોએ અપભ્રંશની જુદીજુદી જાતિઓ બતાવી છે તે બનતી ગઈ.
૨૭૨. દંડીનો સમય વિવાદગ્રસ્ત છે પણ તેમને ૮મી શતાબ્દીમાં મૂકી શકાય (જુઓ નાગરી પ્રચારિણી પત્રિકા, ભાગ ૧, અંક ૩). આ રીતે જે અમુક લોકજાતિઓની બોલાતી ભાષા ગણાતી અને જેને આભીરી” ભાષાનું નામ અપાતું તે ભરત અને ભામહ-દંડી વચ્ચેના ચારપાંચ સૈકાઓમાં વિકસિત થઈ અપભ્રંશ ભાષામાં પરિણમી. આ કાલ, દેશના મોટા ભાગ પર આભીરોની સર્વોપરી સત્તાવાળો પણ હતો. એ સ્વાભાવિકપણે ધારી શકાય કે ઈ.સ. ત્રીજા સૈકા અને છઠા સૈકાની દરમ્યાન અપભ્રંશ એ નામ, જે બોલાતી ભાષાઓ હિન્દુઓમાં આભીર જાતિ મળી જવાથી પ્રાદેશિક પ્રાકૃતોમાંથી વિકાસ પામી, તેને અચૂક અપાયું હોવું જોઈએ.
૨૭૩. (૬) રુકટ : ઈ.સ.નવમા સૈકામાં થયા. તે પોતાના “કાવ્યાલંકાર' (કાવ્યમાલા, ક્ર. ૨)માં અપભ્રંશ સંબંધી ઉલ્લેખ કરે છે. “વાક્યના ગદ્ય અને પદ્ય એમ ભાગ પાડી તેના વળી છ ભાગ ભાષાના ધોરણ પર પાડે છે. તે કહે છે કે –
ભાષાભેદનિમિત્તઃ પોઢા ભેદોડભ્ય સંભવતિ || ૨-૧૧ પ્રાકૃતસંસ્કૃતમાગધપિશાચભાષાશ્વ શૌરસેની ચ |
ષોડત્ર ભૂરિભેદો દેશવિશેષાદપભ્રંશઃ |૨-૧૨ “તેના ભેદ ભાષાભેદનિમિત્તથી છ પ્રકારના સંભવે છે પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પૈશાચી અને શૌરસેની, અને છઠો અપભ્રંશ તે દેશવિશેષે ઘણા ભેદવાળો છે.”
૨૭૪. અહીં પણ અપભ્રંશને વધુ જૂની સાહિત્યની પ્રાકૃતો નામે માગધી, પૈશાચી અને શૌરસેની સાથે એક ધોરણ પર મૂકવામાં આવી છે. રકટ એક ખાસ ઉપયોગી વાત જણાવે છે તે એ છે કે અપભ્રંશની ઘણી જાતો છે અને તે ઘણી જાતો જુદાજુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org