________________
૧૩૪
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
૧. ભાષા : મહારાષ્ટ્રી, શૌરસેની, પ્રાચ્યા, આવતી, માગધી, અર્ધમાગધી. ૨. વિભાષા : શાકારી, ચાંડાલી, આભીરી, ટાક્કી, ઔડી, ડ્રાવિડી. ૩. અપભ્રંશ. ૪. પૈશાચી.
આ વિભાગ પરિસંખ્યા રૂપે માત્ર છે, તર્કનુસાર વિભાગ નથી. કોઈ નામ દેશો પરથી અને કોઈ નામ જાતિઓ પરથી બન્યા છે. પ્રાચ્યા એ પૂર્વી બોલી છે કે જે શૂરસેન અને અવંતીની પ્રાકૃતોથી બનેલી કહેવાય છે. અવંતીની ભાષામાં એમ કહેવાય છે કે “રનો લોપ થતો નથી અને લોકોક્તિ અને દેશભાષાના પ્રયોગ અધિક આવે છે. તો તે અપભ્રંશની બહેન જેવી થઈ. અવંતી (માલવા) મહારાષ્ટ્ર અને સૂરસેન એ બે દેશોની વચમાં જ છે. અર્ધમાગધી તો અહીં ગણાવી, પરંતુ ચૂલિકા પૈશાચી (નાની પૈશાચી) ગણાવી નહીં શકારની કોઈ અલગ ભાષા નથી; જેમ નાટકનું કોઈ પાત્ર હૈ સો ને” અથવા “જો હૈ શો' અધિક બોલતો હોય તો તેની બોલીમાં તે “તકિયા-કલામ' અધિક આવશે, એવી બોલી શકારી છે. ચંડાલ, શબર એ જાતિઓ છે. આભીર જાતિ પણ છે ને દેશ પણ છે. ટક્ક પંજાબનો દક્ષિણ-પશ્ચિમી ભાગ છે કે જેની ચર્ચા આવી ચૂકી છે અને જ્યાંની લિપિ ટાકરી કહેવાઈ. ઉડ એ ઉડીસા – ઓરીસા – ઉત્કલ છે દ્રાવિડી દ્રવિડની અનાર્ય ભાષા તામિલ નહીં પરંતુ એક બાંધેલી અપભ્રંશ ભાષા છે. રાજશેખરે “કપૂરમંજરી'માં કવિતામાં મહારાષ્ટ્રનો અને ગદ્યમાં શૌરસેનીનો ઉપયોગ કર્યો છે. નાટકોમાં પાત્રાનુસાર ભાષાવિશેષનો પ્રયોગ દૈશિક તત્ત્વ ઉપર નથી તેમજ જાતિક જાતિના તત્ત્વ પર પણ નથી, કેવલ રૂઢ સંપ્રદાય છે. વરરુચિની મહારાષ્ટ્રી અને હેમચન્દ્રજીની જૈન મહારાષ્ટ્રમાં પણ બે મુખ્ય અંતર છે. વરરુચિ કહે છે કે વર્ણનો લોપ થાય ત્યારે બે સ્વરોની વચમાં થ' હોતો નથી ત્યારે જૈન ‘ય’ શ્રુતિ માને છે, જેમકે, કવિતાની મહારાષ્ટ્રીમાં “સરિતુનો “સરિઆ', જૈન મહારાષ્ટ્રીમાં ઈષતુ સ્પષ્ટતર ‘ય’ શ્રુતિથી “સરિયા’ થાય છે. બીજું અંતર એ છે કે કવિતાની મહારાષ્ટ્રમાં સંસ્કૃત “નનો સદા ‘ણ' થાય છે, જેન બંનેને ખપમાં લગાડે છે, અને પદાદિમાં ‘ણ” કદી પણ લાવતા નથી. સાહિત્યની પ્રાકૃતને જ્યારે જરૂર લાગી ત્યારે તેણે દેશી શબ્દ લીધા અને સંસ્કૃતને પણ જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને સુધારી સાફ કરી લીધાં કરે છે. સાહિત્યની પ્રાકૃતમાં આ પણ વાત છે કે પ્રત્યેક સંસ્કૃત શબ્દને તે પોતાના જ નિયમોથી તત્સમ અથવા તદ્ભવ રૂપ બનાવી કામમાં લઈ શકતી નથી. જે શબ્દ આવી ગયા હોય તેનું વિવેચન તેના નિયમો કરે છે, તે નિયમોથી નવા શબ્દ બનાવી શકાતા નથી. હેમચન્દ્રજી કહી ગયેલ છે કે (૮-૨-૧૭૪) “આ માટે કષ્ટ, ધૃષ્ટ, વાક્યુ. વિદ્ધસ, વાચસ્પતિ, વિક્ટરશ્રવસુ, પ્રચેતસ, પોફત, પ્રોત આદિ શબ્દોનો અથવા જેના અંત ક્વિપૂ આદિ પ્રત્યય હોય તેવા અગ્નિચિત્, સોમસુત. સુગ્લ, સુસ્ત આદિ શબ્દોનો કે જેનો પ્રયોગ પહેલાંના કવિઓએ કર્યો નથી તેનો પ્રયોગ કરવો ન જોઈએ, કારણકે તેમ કરવાથી પ્રતીતિમાં વિષમતા આવે છે, બીજા શબ્દોથી જ તેનો અર્થ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org