________________
કુમારપાલપ્રતિબોધ'ની રચના
૧૩૩
મળે છે, વળી પ્રૌઢ સંસ્કૃત આવે છે કે જેના આવવાથી જ લેખોનું પ્રાકૃત ગેબ થઈ જાય છે. અહીં સાહિત્યની પ્રાકૃતના ઉદયથી તાંબા-પથ્થરની પ્રાકૃત ગેબ થઈ જાય છે. અહીં સાહિત્યની પ્રાકૃત લેખોમાં કદી પ્રાપ્ત થતી નથી અને લેખોની પ્રાકૃત સાહિત્યમાં કદી મળતી નથી. સાહિત્યની પ્રાકૃત લેખમાં કોરેલી મળે છે તો તે ભોજના “કૂર્મશતક', જેવા કાવ્યની મળે છે. લખેલી પ્રાકૃત સાહિત્યના જે એકત્રિત કરેલા નિયમ છે – ક્યાંક ‘ન' તો ક્યાંક બણ', ક્યાંક “ખ”નો કુખ અને ક્યાંક “ઘ', ક્યાંક ‘ત, ગ’ની જગાએ થ” અને ક્યાંક “અ” – આ સર્વનો ભંગ, સર્વનો વિકલ્પ શિલાલેખની પ્રાકૃતમાં મળી આવે છે. જ્યારે પ્રાકૃતોની માગધી, શૌરસેની, મહારાષ્ટ્રી આદિ દેશનામ રાખવામાં આવ્યાં ત્યારે તેમાં કંઈક તો તે દેશની પ્રાકૃત ભાષાનો આશ્રય લેવામાં આવ્યો, કોઈ વિશેષલક્ષણ ત્યાંની ચાલુ બોલીનાં લેવામાં આવ્યાં, પરંતુ અશુદ્ધ સંસ્કૃતનાં પણ લેવામાં આવ્યાં. એમ માની શકાય કે મગધ, ઓડીસા (ઓરીસા), મદ્ર આદિના પૂર્વના લેખોની વિશેષતાઓ માગધીમાં, ગુજરાત, કાઠિયાવાડ કન્ડેરી ગુફા આદિના પશ્ચિમના-દક્ષિણના લેખોની રીતિઓ મહારાષ્ટ્રમાં, અને મધ્યદેશ અર્થાત્ મથુરા-કુશના તથા ક્ષત્રપોના સંસ્કૃત અને મિશ્ર લેખોની વાતો સંસ્કૃતપ્રાય શૌરસેનીમાં મળી જાય છે. પરંતુ એમ કહેવું કે સાતવાહન (હાલ)ની “સપ્તશતી અને વા૫તિના ‘ગૌડવહોની મહારાષ્ટ્રી મહારાષ્ટ્રની દેશભાષા હતી એ બરાબર નથી. વસ્તુતઃ શબ્દોનું બોધગમ્ય રૂપ અપભ્રંશ અને પૈશાચી આદિ ‘નીચી પ્રાકતોમાં અધિક રહી ગયેલ છે. ઊંચી પ્રાકૃતોમાં “ર” ઊડી. જઈ “મૂર્ખનો પણ “મુખ” અને “મોક્ષનો પણ “મુખ’, ‘ઉષ્ટ્રનો “ઉઠ” થઈ જાય છે. પરંતુ અપભ્રંશ અને પૈશાચીમાં ‘મૂરુખ', અને “ઉષ્ટ' યા “ઉઈ પણ જળવાઈ રહ્યા છે. પ્રાકૃત કવિતા વ્યાકરણની મદદથી સમાજને લાયક થતી ગઈ, અથવા એમ કહી શકાય કે જેમ પહેલાં ગંગાપ્રવાહમાંથી સંસ્કૃતના નરીનેના [કોઈ બંધનું નામ ?] બાંધ બાંધી તૂટાછૂટા કિનારાની નહેર બનાવવામાં આવી હતી તેમ ફરીથી માગધી, શૌરસેની અને મહારાષ્ટ્રની નહેરો જુદી કરવામાં આવી કે જેના કિનારા પણ સંસ્કૃતની પ્રકૃતિની પેઠે આડાઅવળા કરવામાં આવ્યા, પરંતુ ભાષાપ્રવાહ – સાચી ગંગા – અપભ્રંશ અને જૂની હિંદી-ગુજરાતીના રૂપમાં વહેતો ગયો. અપભ્રંશ પ્રવાહ કંઈ (અમુક સ્થળે) નહોતો, અપભ્રંશ (અમુક) એક દેશની ભાષા નહોતી, ક્યાંક-ક્યાંક નહેરોનો પડોશ હોવાથી તેને નહેર એ નામથી ભલે કહો પરંતુ તે સમસ્ત દેશની ભાષા હતી કે જે નહેરોની સમાનાંતર વહેતી ચાલી જાતી હતી. વૈદિક ભાષા, સાચી સંસ્કૃત, સાચી પ્રાકૃત, અપભ્રંશ, જૂની હિંદી-ગુજરાતી દેશની એક જ ભાષા રહી છે. પંડિતોની સંસ્કૃત, વૈયાકરણો યા નાટકોની પ્રાકૃત, મહારાષ્ટ્રી અથવા એવા જ નામની અપભ્રંશ, પશ્ચિમી રાજસ્થાની યા જૂની ગુજરાતી યા બંગલા, ગુજરાતી આદિ સર્વે તેના સાઇડ-શોઝ – આજુબાજુના ખેલ છે, નટની જુદીજુદી ભૂમિકા છે.
૨૧૬. હેમાચાર્ય પ્રાકૃતનો કઈ રીતે અર્થ કરે છે તે અગાઉ કહેવાઈ ગયું છે. માકડેયના વ્યાકરણમાં પ્રાકૃતના આટલા ભેદ આપ્યા છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org