________________
સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ
૧૩
યા તેના આશ્રય પર બનેલી નાનીનાની કથાઓ હતી. બ્રહ્મ અને મુંજ નામના કવિઓ મળી આવે છે. જેવી રીતે પ્રાકૃતનાં જૂનાં રૂપ પણ શૃંગારની ચટકદાર મુક્તક ગાથાઓમાં (સાતવાહનની “સપ્તશતી'), યા જૈન ગ્રંથોમાં છે, તેવી રીતે જૂની હિન્દી-જૂની ગુજરાતીના નમૂના પણ શૃંગાર વા વીરરસના અથવા કથાઓમાં ચૂંટીને મૂકેલા યા તો જૈન ધાર્મિક રચનાઓમાં મળી આવે છે. હેમચન્દ્રજીને મોટી શાબાશી એ દેવાની છે કે તેમણે પ્રાકૃત ઉદાહરણોમાં તો પદ યા વાક્યોના કટકાઓ જ આપ્યા, પરંતુ આવી કવિતાઓના તો પૂરા છંદ ઉદ્ધત કર્યા. આનું કારણ એવું જણાય છે કે જે પંડિતોને માટે તેમણે વ્યાકરણ બનાવ્યું તેઓ સાધારણ મનુષ્યોની ‘ભાખા' કવિતાને સંસ્કૃત અને પ્રાકૃત કાવ્યને જેવી રીતે કંઠસ્થ કરતા હતા તેવી રીતે કરતા નહીં હતા. •
૨૯. આવી કવિતાનો રાજા જેમ સંસ્કૃતમાં શ્લોક અને પ્રાકૃતમાં ગાથા તેમ [અપભ્રંશમાં] દોહા છે. સોરઠા, છપ્પય, ગીત આદિ બીજા છંદ પણ છે, પરંતુ અહીં દોહા ને ત્યાં ગાથા એમ પુરાણી હિન્દી-ગુજરાતી અને પ્રાકૃતના ભેદ છે. “દહાનું નામ કોઈ સંસ્કૃતાભિમાનીઓએ “દોધક' દિગ્ધક] બનાવ્યું છે, કિન્તુ શાબ્દિક સમાનતાને મૂકી દઈએ તો તેમાં કંઈ સાર લાગતો નથી અને સંસ્કૃતમાં દોધક નામનો છંદ જુદો હોવાથી આમાં ગોટાળો થાય છે. ‘દોહા' પદની નિયુક્તિ બે એ સંખ્યા પરથી છે, જેમ ચોપાઈ અને છપ્પયની ચાર અને છ સંખ્યા છે તેમ – દોસ્પદ, દો+પથ યા દો+ગાથા. પ્રબંધચિંતામણિમાં એક સ્થલે પ્રાકૃતનો દોધક' પણ આપ્યો છે, તે દોહા છંદ જ છે. (પૃ.પ૬, ૧પ૭). પૂર્વાર્ધ સપાદલક્ષ (અજમેર, સાંભર)ના રાજાએ સમસ્યાના રૂપમાં મોકલ્યો હતો અને ઉત્તરાર્ધની પૂર્તિ હેમચન્ટે કરી હતી. (પૃ. ૧૫૭, પ્ર.ચિં. – ‘પહલી તાવ ન અનુહરઈ, ગોરી મુહકમલમ્સ, અદિટ્રિઠ પુનિ ઉન્નમઇ, પડિપાયલી ચંદસ્ય.) “પ્રબંધચિંતામણિમાં જ એક સ્થળે બે ચારણોને “દોહાવિદ્યયા સ્પર્ધમાનૌ” અર્થાત્ દોહાવિદ્યાથી હોવાહોડ કરતા જણાવ્યા છે. તેમની કવિતાઓમાં એક દોહા છે, એક સોરઠા, કિંતુ રચના “દોહાવિદ્યા' એ નામથી જણાવી છે એ ખાસ ધ્યાન દેવા જેવું છે.
૩૦. જૂની હિંદી કે જૂની ગુજરાતીનું ગદ્ય ઘણું ઓછું લખેલું મળે છે. પદ્ય બે રીતે થયેલું છે – મુખથી તેમજ લેખથી. બંને રીતની રક્ષામાં લેખકને હસ્તસુખથી અને વક્તાને મુખસુખથી એટલું પરિવર્તન થઈ ગયું છે કે મૂલ શૈલીની વિરૂપતા થઈ ગઈ છે. લખનારાઓ પ્રચલિત ભાષાના ગ્રંથો યા લોકપ્રિય કાવ્યોમાં “માખીની માખી એમ લખતા નથી. પોતે જાણતા ન હોય છતાં નવાં રૂપો લખી મારે છે. “તઇસઈ' “જુગુતિ કાલસુભાઉ “અરિઉ તે બદલે “તૈસેહિ યુક્તિ” “કાલસ્વભાવ” “ઔરો’ એમ કરી નાખ્યું છે. જે કવિતા મુખથી કાને ચાલી આવે છે તેમાં તો ઘણો જ ફેરફાર થઈ જાય છે. હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણના આઠમા અધ્યાયનાં ઉદાહરણોમાં એક અપભ્રંશ' યા જૂની હિન્દી-ગુજરાતીનો દોહો લઈએ. અપભ્રંશ અને જૂની હિન્દી કે જૂની ગુજરાતી વચ્ચે સીમારેખા ઘણી અસ્પષ્ટ છે, અને કહેવામાં આવશે તેમ જૂની હિન્દી-જૂની ગુજરાતીનો સમય ઘણો પૂર્વનો જણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org