________________
૧૨
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
છીએ અને ગુજરાતીમાં ‘ઉપજે એ રૂપ સ્વીકારીએ છીએ, અને આ રૂપ “ઉપજ્જઈ, ઉપજઈ, ઉપજે, ઊપજે એમ કેટલી શતાબ્દીઓ સુધી ચાલુ રહ્યું છે.
૨૪. આ પુસ્તકોના લખનારા સંસ્કૃતના પંડિતો યા જૈન સાધુ હતા. સંસ્કૃત શબ્દોને તો તેમણે શુદ્ધિથી લખ્યા, તેમ પ્રાકૃતને પણ લખ્યા. પરંતુ આ કવિતાઓની લેખશૈલી પર ધ્યાન આપ્યું નહીં. કોઈ વખત જૂનું રૂપ રાખવા દીધું, તો કોઈ વખત વ્યવહારમાં પરિચિત થયેલું નવું રૂપ મૂકી દીધું. આ આગળના પાઠાંતરોથી જાણવામાં આવશે.
૨૫. આવી કવિતાને માટે જૂની હિન્દી-જૂની ગુજરાતી એ શબ્દ જાણીબૂઝીને વાપર્યો છે. જૂની ગુજરાતી, જૂની રાજસ્થાની, જૂની પશ્ચિમી રાજસ્થાની આદિ નામ કૃત્રિમ છે અને વર્તમાન ભેદને પાછળ વધારે ધક્કેલી બનાવવામાં આવ્યાં છે. ભેદબુદ્ધિ દઢ કરવા સિવાય આનું ફલ પણ નથી. કવિતાની ભાષા પ્રાયઃ સર્વ જગ્યાએ એક જ જેવી હતી. જેવી રીતે નાનકથી લઈને દક્ષિણના હરિદાસો સુધીની ભાષા વ્રજભાષા' કહેવાતી હતી, તેવી જ રીતે અપભ્રંશને જૂની હિન્દી-જૂની ગુજરાતી કહેવી અનુચિત નથી, ભલે પછી કવિના દેશકાલ અનુસાર તેમાં કોઈ રચના પ્રાદેશિક હો.
૨૬. પછીના સમયમાં હિન્દી કવિ સંત લોકવિનોદને માટે એક અધું પદ ગુજરાતી યા પંજાબીમાં લખી પોતાની વાણીઓ ભાષામાં લખતા હતા, જેવી રીતે કંઈક શૌરસેની, પૈશાચીની છાંટ દઈ કવિતા મહારાષ્ટ્રી પ્રાકૃતમાં જ થતી હતી. મીરાંબાઈનાં પદ જૂની હિન્દી કે ગુજરાતી કે મારવાડી કહેવાય ? કવિની પ્રાદેશિકતા આવ્યા છતાં સાધારણ ભાષા ‘ભાખા' કહેવાતી હતી. જેવી રીતે અપભ્રંશમાં ક્યાંકક્યાંક સંસ્કૃતનો પુટ છે, તેવી રીતે તુલસીદાસજી રામાયણને પૂરવી ભાષામાં લખતાંલખતાં સંસ્કૃતમાં ચાલી ગયા છે (જેવી રીતે “કવિહિં અગમ જિમિ બ્રહ્મસુખ અહમમ-મલિનજનેષુ રન જીતિ રિપુદલમધ્યગત પસ્યામિ રામમનામય' ઇત્યાદિ). છાપખાનાં, પ્રાંતીય અભિમાન, મુસલમાનોનો ફારસી અક્ષરોનો આગ્રહ અને નવા પ્રાંતિક ઉદ્બોધન ન હોત તો હિંદી, ભાષા અનાયાસે દેશભાષા બની જાત. અધિક છાપવા-છપાવવા-લખવાનું ચાલ્યું ને ઝગડાઓ થયા તેથી આ ગતિ અટકી.
- ૨૭. આજકાલ લોકો “પૃથ્વીરાજ રાસા'ની ભાષાને હિન્દીનું પ્રાચીનતમ રૂપ માને છે, પણ કહેવું જોઈએ કે અપભ્રંશની કવિતાઓને જૂની હિન્દી-જૂની ગુજરાતી કહી શકાય તો તે રાસાની ભાષાને રાજસ્થાની યા મેવાડી-ગુજરાતી-મારવાડી-ચારણી-ભાટી કહેવી ઘટે, હિન્દી નહીં. વ્રજભાષા પણ હિન્દી નથી અને તુલસીદાસજીની મધુર ઉક્તિઓ પણ હિન્દી નથી.
૨૮. આ પુરાણી ભાષા અહીં કહીં વિખરેલી મળે છે – કોઈ મૂક્ત શૃંગારરસની કવિતા, કોઈ વીરતાની પ્રશંસા, કોઈ ઐતિહાસિક વાત, કોઈ નીતિના ઉપદેશ, કોઈ લોકોક્તિ અને તે પણ વ્યાકરણનાં ઉદાહરણોમાં યા કથાપ્રસંગમાં ઉદ્ધત કરેલી. આવું ભાષાસાહિત્ય ઘણું હતું એમ જણાય છે. આમાં મહાભારત અને રામાયણની સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org