________________
અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન)
૧૯૫
લોકપ્રિય હતી અને ખાસ કરી સુરાષ્ટ્ર અને મારવાડમાં જરૂર લોકપ્રિય હતી છતાં તે ભાષાએ પોતાના મૂળ ઝરણ એટલે સામાન્ય આમવર્ગની બોલાતી ભાષા યા ભાષાઓ સાથેનો જીવંત સંપર્ક હજુ છોડ્યો નહોતો એ વાત રાજશેખરના બીજા બે ફકરામાંથી જણાય છે. તે ફકરાઓ એ છે કે :
- ૨૮૩. (૧) “અપભ્રંશ ભાષામાં પ્રવીણ તે તેના (રાજા કવિના) પુરુષ-પરિચારક વર્ગમાં હોવા જોઈએ; અને પરિચારિકાઓ માગધ ભાષામાં પણ અભિનિવેશ રાખનારી હોવી જોઈએ. અંતઃપુરમાંનાએ સંસ્કૃત અને પ્રાકૃત બંને જાણવી જોઈએ, અને તેના મિત્રોએ સર્વભાષા જાણવી જોઈએ.”પપ
૨૮૪. (૨) “તેમની (સંસ્કૃત કવિઓ) પાસે, પછી વેદવિદ્યાના જ્ઞાતો, પ્રમાણશાસ્ત્રીઓ, પૌરાણિકો, સ્મૃતિજ્ઞો, વૈદ્યો, જોશીઓ તથા તેવા પ્રકારના બેસે; પૂર્વે પ્રાકૃત કવિઓ; અને તેની પાર, પાસે યા પછી જ નટ, નાચનારા, ગાવા-વગાડવાવાળા, વાણી પર જીવનારા ભાટ આદિ, સંગીતના તાલ આપનારા એવાઓ બેસે, પશ્ચિમે અપભ્રંશના કવિઓ, ને તેમની પાસે ચિત્રલેપ કરનાર, માણિક-રત્ન બાંધનારા, ઝવેરીઓ, સોનીઓ, સુતારો. લુહારો અને એવા બીજા બેસે, દક્ષિણે ભૂતભાષા એટલે પૈશાચી ભાષાના કવિઓ ને તેમની પાસે ગણિકાઓ અને તેના સાથીઓ, દોરડા પર નાચનારા, ગારુડીઓ, જાદુગરો, મલ્લો અને શસ્ત્ર ઉપર આજીવિકા કરનારા તથા એવા બીજાઓ બેસે.”૫૬
૨૮૫. આ પૈકી પહેલા ઉતારા પરથી ખાસ જણાય છે કે પુરુષ તેમજ સ્ત્રી પરિચારકને અપભ્રંશ બોલનારા જણાવ્યા છે. પહેલાં તો તે સામાન્ય જનસમૂહના જ છે અને તેથી લોકભાષા જ બોલે. બીજું સામાન્ય જનસમૂહ અને રાજા એ બેની વચમાં રહેનારા તેઓ છે કારણકે તેઓ લોકની ઈચ્છાઓ અને ફરિયાદો રાજાને સમજાવે, અને રાજાનો સંદેશ કે ઉત્તર લોકોને કહે અને તેથી તેઓએ સામાન્ય લોકની ભાષા જાણવી જ જોઈએ. આ ઉતારાથી એ ધ્વનિત થાય છે કે રાજશેખરના સમય પહેલાંના ઘણા લાંબા કાળથી અપભ્રંશ ભાષા સાહિત્યભાષાના દરજે પહોંચી હતી છતાં તે સમય સુધી એક બોલાતી ભાષા તરીકે બંધ પડી ગઈ હતી નહીં. તે અપભ્રંશ અને લોકની બોલાતી ભાષા એ બંને વચ્ચે જીવંત સંબંધ હતો. બીજા શબ્દોમાં કહીએ તો અપભ્રંશ ભાષા હજુ બીજી પ્રાચીનતર સાહિત્યની પ્રાકૃત ભાષાઓની પેઠે મૃતભાષા થઈ હતી નહીં.
૨૮૬. ઉપરના બીજા ફકરામાં દેખાય છે કે સંસ્કૃત ભાષા થોડાઓની એટલે.
પપ. અપભ્રંશભાષાપ્રવણઃ પરિચારકવર્ગ, સમાગધભાષાભિનિવેશિન્યઃ પરિચારિકાઃ | પ્રાકૃત સંસ્કૃતભાષાવિદ આન્તઃપુરિકા, મિત્રાણિ ચાસ્ય સર્વભોપાવિન્તિ ભવયુઃ ||
પ૬. આ માટે જુઓ આ પૂર્વે પૃ. ૨૧ ફ.૪૩ પર “મધ્યસમં... વેદિકા એ અવતરણ. તેમાં વિશેષમાં ઉમેરો ‘દક્ષિણતો ભૂતભાષાકવયઃ | તતઃ પર ભુજંગણિકાઃ પ્લવકશૌભિકર્જભકમલાઃ શસ્ત્રોપજોવિનોડર્નેડપિ તથાવિધાઃ I' પૃ.૫૪-૫૫
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org