________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
૨૭૮. “અમુક ખાસ ભાષાઓ અમુક દેશોમાં વાપરવામાં આવે છે બોલાય છે. અને તે માટે એમ જણાવ્યું છે કે : ગૌડ વગેરે સંસ્કૃતમાં સ્થિત છે, પ્રાકૃતમાં લાટદેશના (કવિઓ) રુચિ ધરાવે છે તે પ્રસિદ્ધ વાત છે. સમસ્ત મરુ દેશના, ટક્કના અને ભદાનકના કવિઓ અપભ્રંશનો પ્રયોગ કરે છે. અવન્તી અને પરિયાત્રના કવિઓ દશપુરના કવિઓ સુધ્ધાં ભૂતભાષા વાપરે છે અને જે સુવિ મધ્યદેશમાં વસે છે તે (આ) સર્વ ભાષામાં નિપુણ હોય છે.”
૨૭૯. આ પરથી જણાય છે કે રાજશેખરના સમયમાં સંસ્કૃત સાહિત્ય ગૌડ (હાલનું બિહાર)માં, પ્રાકૃત સાહિત્ય લાટ (ગુજરાતના ભરૂચ આસપાસના પ્રદેશ)માં, અપભ્રંશ સાહિત્ય આખા મરુદેશ (હાલનું મારવાડ), ટક્ક (પૂર્વ પંજાબનો ભાગ)માં અને ભદાનક(?)માં, પૈશાચી સાહિત્ય અવન્તી (મધ્ય માલવા)માં, પરિયાત્ર (પશ્ચિમના વિંધ્ય પ્રદેશોમાં) [આપ્ટે મુજબ પરિયાત્ર એટલે ઉત્તર-પૂર્વની શિવાલિકની પર્વતમાળા] અને દશપુ૨(ઉ૫૨નો માલવા-મંદસોર આસપાસનો મુલક)માં વધારે ખેડાયેલું હતું. આમ છતાં એ લક્ષ બહાર ન રહેવું જોઈએ કે આ ભાષાઓ આ પ્રાંતોમાં બોલાતી ભાષાઓ હતી. એમ રાજશેખર કવિ જણાવતા નથી. તે એટલું જ કહે છે કે આ પ્રાંતોમાં સાહિત્યકારો પોતાના વિચારો આ જણાવેલી ભાષામાં પ્રધાનપણે દર્શાવતા હતા.
૧૯૪
૨૮૦. અપભ્રંશ સંબંધી બીજો મહત્ત્વનો ફકરો એ છે કે : “સુરાષ્ટ્ર, ત્રવણ વગેરે, સૌષ્ઠવ સહિત, પણ અપભ્રંશના અંશોવાળાં સંસ્કૃત વચનો પણ બોલે છે.”પ
૨૮૧. આથી મરુ, ટક્ક અને ભદાનકના કવિઓ સાથે સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) અને ત્રવણો (? પશ્ચિમ રાજપુતાના)ને ઉમેરવાના છે – તે સર્વેએ અપભ્રંશ સાહિત્યને ખેડ્યું છે. પ્રાકૃતભાષાઓ અને તેમાંના સાહિત્ય સંબંધી આપણું જ્ઞાન અત્યારે દિનપ્રતિદિન વિશેષ થતું જાય છે અને તે રાજશેખરના મતને અને ખાસ કરીને પ્રાકૃત અને અપભ્રંશ સંબંધીના મતને સ્પષ્ટ રીતે સિદ્ધ કરતું જાય છે. જે પ્રાંતમાં વિશાલ પ્રાકૃત સાહિત્યની શોધ થઈ છે અને હજુ પણ થવા સર્જાયેલી છે, તે ગુજરાત પ્રાંત છે. તેમાં જૈન શ્વેતામ્બરોનો જબરો ફાળો છે. ૫૪
૨૮૨. રાજશેખરના સમયમાં અપભ્રંશ ભાષા સાહિત્યભાષા તરીકે ઘણી
૫૨. ગૌડાઘાઃ સંસ્કૃતસ્થાઃ પરિચિતરુચયઃ પ્રાકૃતે લાટદેશ્યાઃ સાપભ્રંશપ્રયોગાઃ સકલ મનુભુવષ્ટભાદાનકાશ્
આવન્ત્યાઃ પારિયાત્રાઃ સહ દશપુર‰ભૂતભાષા ભન્તે
યો મધ્યે મધ્યદેશં નિવસતિ સ કવિઃ સર્વભાષાનિષણઃ || પૃ.૫૧
૫૩. સુરાષ્ટ્રત્રવણાઘા યે પઠન્યર્પિતસૌષ્ઠવમ્ ।
અપભ્રંશવદંશાનિ તે સંસ્કૃતવચાંપિ || પૃ.૩૪
૫૪. જુઓ પાંચમી ગુજરાત સાહિત્ય પરિષદ્નો સદ્ગત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ.એ.નો પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ પર નિબંધ; તથા પૂનાની પહેલી ઑરિએન્ટલ કૉન્ફરન્સમાં કુડાલકરનો ‘પાટણ ભંડારના હસ્તલેખિત પુસ્તકોનો અહેવાલ' એ ૫૨ નિબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org