SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી એક સાહિત્યભાષા હોવી જોઈએ એમ અનુમાન કરવામાં હરકત નથી પણ સુદૈવે આ સંબંધે કેવળ અનુમાન ૫૨ જ આધાર રાખવા જેવું નથી રહ્યું, કારણકે વિદગ્ધ-વાડ્મયનો અને અન્ય આધાર પણ મળી રહે છે. સં.૮૩૫માં રચાયેલી ‘કુવલયમાલા’ છે તેમાં મુખ્ય દેશમાં સૌરાષ્ટ્ર ને લાટ દેશનો ઉલ્લેખ કરવા ઉપરાંત ગૂર્જર લોક ને તેમની ભાષાનો સ્પષ્ટ ઉલ્લેખ છે : ઘયલોણિયપુòગે ધમ્મવરે સંધિવિગ્ગહે નિઉણે, ‘નઉ રે ભલઉં’ ભણિ૨ે, અહ પેચ્છઇ ગુજ્જરે અવરે. • પછી ઘી અને માખણથી પુષ્ટ શરીરવાળા, ધર્મપરાયણ, સંધિવિગ્રહમાં નિપુણ અને ‘નઉ રે ભલ્લઉં’ એમ બોલનારા અન્ય ગૂર્જર લોકોને જોયા. • ૨૧૧ વળી સાથે લાટપ્રદેશ કે જેનો હાલ ગુજરાતમાં સમાવેશ થાય છે તેનો પણ ઉલ્લેખ છે કે ન્હાઓલિત્તવિલિત્તે કયસીમંતે સોહિયગત્તે, ‘અહં કાઉં તુમ્હ’ ભણિરે અહ પેચ્છઇ લાગે. • પછી (માથામાં) સેંથો પાડનારા, ન્હાઈને લેપન-વિલેપન કરનારા કરનારા, સુશોભિત શરીરવાળા અને અમ્હ કાઉં તુમ્હ' એમ બોલનારા લાટના લોકોને જોયા. · ૩૨૪. કોઈ પણ ભાષા પોતાના સૌષ્ઠવ, પ્રૌઢપણું ઇત્યાદિ ગુણોથી અગર તે બોલનારાની ધાર્મિક સમજણથી શિષ્ટસંમત થઈ હોય તો તેનું રૂપાંતર થયા પછી તે સાથે તેમાં વાડ્મય-સાહિત્ય ઊપજી શકે છે. ઉદાહરણ માટે સંસ્કૃતની વાત કરીએ. સામાન્ય જનસમૂહની નિત્ય વ્યવહારની બોલવાની ભાષાની દૃષ્ટિએ તેનું અસ્તિત્વ વિક્રમ સંવત્ પૂર્વે છસાત શતક ઉપર નષ્ટ થયું હતું, છતાં પણ વિદગ્ધ વાડ્મયની વાહક તરીકેની દૃષ્ટિએ જોતાં વિક્રમ સંવત્ પછી ૧૭-૧૮ શતક સુધી તે જીવંત રહી છે. બીજું એ છે કે વાડ્મયમાંની ભાષાનું સ્વરૂપ નિર્માણકાલે જેવું હોય છે તેવું જ પછી રહે એવી ખાતરી કોઈ આપી શકે તેમ નથી. જુઓ જૂની કૃતિઓ યા મધ્યકાલીન કૃતિઓ. દાખલા તરીકે નરસિંહ મહેતાની કૃતિઓ તે શુદ્ધ થતી ગઈ, તેનાં જૂનાં, દુર્બોધ સ્વરૂપ બદલાતાં ગયાં અને અત્યારે જે પ્રભાતિયાં વગેરે તેનાં બોલાય છે તે જે સ્વરૂપે બોલાય છે તે સ્વરૂપ કંઈ નરસિંહ મહેતાનું સ્વપ્રણીત નથી. સાહિત્ય ભાષાને નામશેષ કરવા દેતું નથી, પણ તે તેના ખરા સ્વરૂપને માટે સાક્ષી પણ દઈ શકતું નથી. શિલાલેખમાં તેમ થતું નથી, પણ ગુજરાતી તળપદમાં જૂના લેખ મળ્યા નથી. Jain Donation International ૩૨૫. પાલિ ભાષા લઈએ. તેમાં ઈ.સ. પૂર્વે ૩ શતકથી પછી ઘણું સાહિત્ય થયાનું હવે જણાયું છે. બૌદ્ધ લોકોના પરંપરાગત વિશ્વાસ પ્રમાણે બુદ્ધવચનો ૫૨ ઊભી કરેલી તે ગ્રંથભાષા છે. એટલે પાલિ અર્થાત્ જૂની પ્રાકૃત બુદ્ધ સુધી પહોંચે છે. વિ.સં. પૂર્વે ૧૩૦૦ વર્ષ સુધી તેને લઈ જવાનો પુરાવો ઉપલબ્ધ નથી. અશોકના વખતમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy