________________
૨૧૨
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
તેના કિંચિત્ બદલતા જનારા સ્વરૂપમાં શિલાલેખો લખાતા ચાલ્યા તે ઈ.સ. પછી એક શતક સુધી લખાતા ગયા. આ બે શતકોની વચમાં જ સંસ્કૃત શિલાલેખો ઝળકવા લાગ્યા અને પછી તે વધુવધુ વધતા જ ગયા. એક બાજુ અશોક શિલાલેખોની પાલિ અગર પ્રાકૃત બદલતી જઈને મહારાષ્ટ્રી, હિન્દી, ગુજરાતી આદિ થઈ નવી ભાષા ઉત્પન્ન થતી ગઈ, બીજી બાજુ આ ભાષાઓ નવી હોવાથી તેને પ્રથમ પ્રકારનું મહત્ત્વ ન મળે તે સાહજિક છે, તેથી અને સંસ્કૃત ઉપરના અભિમાનથી, તથા બૌદ્ધ ધર્મના ચાલુ કાળ પછી જાગૃતિ જોરથી થઈ તેથી સંસ્કૃત જ શિલાલેખોની ભાષા બની, પણ પ્રાકૃતિની વૃદ્ધિ થતી જ ગઈ અને તેના પોતામાં જ જુદા પ્રકારનું (એટલે ધાર્મિક, રાજકીય નહી) કાવ્યસાહિત્ય થવા લાગ્યું.
૩૨૬. પૈશાચી ભાષામાં પહેલા શતકની બૃહત્કથા', “સતસઈ', પાંચમાછઠ્ઠા સૈકામાં “રાવણવો, સાતમા સૈકામાં “ગઉડવહો', દશમા શતકમાં કપૂરમંજરી' ઇત્યાદિ કાવ્યો એવું દર્શાવી આપે છે કે ઈ.સ. પહેલા શતકથી દશમા શતક સુધી પ્રાકૃત ભાષા જોરમાં હતી. આ દરમ્યાન જૈન ગ્રંથકારોએ પણ અનેક પ્રાકૃત કાવ્યો અને કથાઓનું સાહિત્ય રચ્યું છે. ધાર્મિક, શાસ્ત્રીય નહીં તો કાવ્યાદિ ગ્રંથ સુધ્ધાં જોકે સંસ્કૃતમાં પૂર્વ પ્રમાણે થતા હતા, છતાં પણ જીવંત પ્રાકૃત ભાષાએ પોતાની ચળવળ છોડી નથી એવું આ પરથી સિદ્ધ થાય છે. આ પછીનો કાળ તે જ હાલની દેશી ભાષાનો કાળ. ઈ.સ. દશમાથી બારમા શતક સુધી પ્રાકૃતમાં કાવ્ય થતાં હતાં તેનું ઉદાહરણ હેમચન્દ્ર વગેરે). આનું કારણ, આધુનિક ભાષા તે કાળથી વધતી ગઈ અને વાડ્મય-સાહિત્યભાષા થવાની પાત્રતા તેણે પોતાના અંગમાં આણી હતી.
૩૨૭. આ જૈન ગૂર્જર કવિઓના પુસ્તકમાં કવિઓ અને તેમની કૃતિઓનો વિ.સં. તેરમી સદીથી પ્રારંભ કર્યો છે તેનું કારણ ઉપરથી સમજાશે. બારમાં શતકથી તે પંદરમા સૈકાના મધ્ય સુધી અપભ્રંશ સાથે ગૂર્જર ભાષાનું સ્વરૂપ વધારે સંબંધ જાળવ્યું જતું હતું, અને તેથી મારા મિત્ર સાક્ષરશ્રી અંબાલાલ બુલાખીરામ જાની બી.એ. તે સમયને અપભ્રંશયુગ” એ નામ આપવા દોરાયા લાગે છે. તેમણે ૩૦મી એપ્રિલ ૧૯૨૬ને રોજ નડિયાદમાં પ્રાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક ભ્રમો’ એ પર મનનીય ભાષણ આપ્યું હતું તેમાંથી અત્ર ઉપયોગનો ભાગ નીચે પ્રમાણે છે :
૩ર૮. “અપભ્રંશ, પ્રાચીન અને અર્વાચીન એમ ત્રણ વિભાગોમાં ગુજરાતી સાહિત્ય વહેંચાવા પામ્યું છે. વિક્રમ સંવતુ બારમા સૈકાથી ૧૪૫૦ સુધીનો અપભ્રંશયુગ. ત્યારથી ૧૯મા સૈકા સુધી પ્રાચીન સાહિત્યયુગ; અને ત્યાર પછીનો અર્વાચીન સાહિત્યયુગ છે. નરસિંહ મહેતાથી નાકર સુધીનું સાહિત્ય એ મિશ્ર સાહિત્ય છે. હમેશાં એક કોટી – યુગમાંથી બીજી કોટીમાં સંક્રાંતિ પામતું સાહિત્ય મિશ્ર હોઈ શકે, ન તે પ્રાચીન સંસ્કાર બધા ત્યજી શકે, કે ન તે નવીન પરિવર્તનના સંસ્કારો સર્વથા સંગ્રહી શકે. આવી સ્થિતિનું નરસિંહ-નાકરયુગનું મિશ્ર ભાષાસંસ્કારવાળું સાહિત્ય છે, છતાં તે પ્રાચીન સાહિત્યની કક્ષામાં ગણાય છે. કવિ દલપતરામે વિધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org