SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી એક સાહિત્યભાષા ૨ ૧૩ બાંધ્યું હતું કે, જે ભાષા નરસિંહ મહેતાના વખતમાં હતી તેવી જ અત્યાર સુધી ચાલી આવી છે. એવો એક પક્ષનો મત છે, પરંતુ તે કેવળ ભ્રમ જ છે. ૩૨૯. વળી નરસિંહ મહેતાને આદિ કવિ કહેવામાં આવે છે, પરંતુ તે પહેલાં પણ ગૂર્જર ભાષામાં કવિતાઓ લખવામાં આવતી હતી. જૈન અને જૈનેતર – બ્રાહ્મણ કવિઓએ ઘણુંક સાહિત્ય લખ્યું છે. (જેન કવિઓ માટે જુઓ આ ગ્રંથમાં નોંધેલા કવિઓ અને તેમની કૃતિઓ.) ૩૩૦. આ ઉપરાંત ત્રીજો ભ્રમ એવો છે કે જેનો અને બ્રાહ્મણોનાં સાહિત્ય જુદાંજુદાં ખીલ્યાં હતાં, પરંતુ સાહિત્યનો ઈતિહાસ લખાયા છતાં વિદ્વાનોએ તેમાં સાવધાની નહીં રાખવાથી એ ભ્રમો થવા પામ્યા છે.” ૩૩૧. ઉપરના તેમજ બીજા અનેક ભ્રમો ગુજરાતી ભાષા સંબંધે તેના સાહિત્ય સંબંધે, તેમજ તે ભાષાની જનની અપભ્રંશ અને તેથી આગળ પ્રાકૃત સંબંધે ઊભા થવા પામ્યા છે, ને તે પૈકી કેટલાક તો ઊભા કરેલા તૂત છે. આ સર્વ આ લેખથી તેમજ આ પુસ્તકમાં ઉલ્લેખેલા કવિઓ અને તેમની કૃતિઓથી દૂર થશે અને સુજ્ઞ સાહિત્યરસિકો ભાષાવિવેકદષ્ટિથી યથાર્થ નિર્ણયો પર આવશે. વિશેષમાં તેઓ પ્રામાણિકપણે ઊંડા ઊતરશે તો તેઓ સ્પષ્ટ જાણી જોઈ સ્વીકારી શકશે કે જૈનોએ પ્રાકૃત, અપભ્રંશ અને દેશી – ગુજરાતી આદિ ભાષાનું વાડ્મય રચવામાં, તે ભાષાની રચનાનાં પ્રમાણભૂત પુસ્તકો પૂરાં પાડવામાં અને તેમનું સાહિત્ય સંગ્રહી જાળવી રાખવામાં પ્રબળ ફાળો આપ્યો છે, અને તેમ કરી ભાષાને સૌંદર્યવતી, રસવતી અને સમૃદ્ધિશાળી બનાવી છે. આટલું સમજવામાં સુજ્ઞોને આ નિબંધ તેમજ આ પુસ્તક નિમિત્તભૂત થશે તો તે તૈયાર કરવામાં મેં લીધેલો પરિશ્રમ સફલ થશે અને હું કૃતાર્થ થઈશ. પરમાત્મા સૌને શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ હૃદય અર્પે એ જ પ્રાર્થના ! તવાવાલા બિલ્ડિંગ, લોહાર ચાલ, વિનીત સાહિત્યસેવક મુંબઈ, વિક્રમાર્ક ૧૯૮૨ના મોહનલાલ દલીચંદ દેસાઈ જ્યેષ્ઠ સુદ ૯ શનિવાર, તા.૧૯-૬-૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy