________________
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
ભાષાઓને પોતાના ધર્મપ્રચારનું વાહન બનાવી તેને સાહિત્યનું રૂપ આપ્યું. આખું બ્રાહ્મણ સાહિત્ય જોઈ લઈએ, તેમાં રાજશેખર (કે જેનો ઉલ્લેખ કરા ૯માં કરવામાં આવ્યો છે) જેવા ગણ્યાંગાંઠ્યાં ઉદાહરણ એવા કવિઓનાં મળશે કે જેઓએ પ્રાકત ભાષાની પ્રત્યે કંઈ સાચી સહાનુભૂતિ પ્રકટ કરી હોય અને તેને અપનાવી હોય. બાકીના સર્વ તરફથી તેને તો “ભાષારંડયાઃ કિં પ્રયોજનમૂનો શુભાશીર્વાદ મળ્યો છે. અલબત્ત નાટકગ્રંથોમાં અવશ્ય કંઈ પ્રાકૃતનાં વાક્ય મળે છે. ભાસ, શૂદ્રક, કાલિદાસ, ભવભૂતિ આદિ સર્વ મહાકવિઓએ પોતાનાં નાટક-કાવ્યોમાં થોડીઘણી પ્રાકૃતની રચના કરી છે પરંતુ સ્વ. પં. ચન્દ્રધર શર્મા ગુલેરીએ કહ્યું છે કે તે વિશેષે કરી “કેવલ પંડિતાઈ યા નકલી યા કૃત્રિમ પ્રાકૃત છે કે જે સંસ્કૃતમાં મુસદ્દો બનાવી પ્રાકૃત વ્યાકરણના નિયમોથી ‘’ની જગ્યાએ ‘ય’ અને ‘ક્ષ'ની જગ્યાએ “ખ” મૂકી સંચા પર રાખી બનાવી દીધેલી છે. તે સંસ્કૃત રૂઢિપ્રયોગના નિયમાનુસાર કરેલું રૂપાંતર છે, પ્રાકૃત ભાષા નથી.” (નાગરી પ્રચારિણી પત્રિકા, ભાગ ૧ અંક ૨, પૃષ્ઠ ૮). આવી રચના નાટકોને સર્વથા અસ્વાભાવિક બને તેમાંથી બચાવવા માટે કરેલી છે. આ કારણે તેનાથી કોઈ પણ સમયની પ્રચલિત ભાષાનો યથાર્થ બોધ નથી થતો. કેવલ જૈન સાહિત્ય જ ભિન્નભિન્ન કાલની પ્રાકૃત ભાષાઓને સ્પષ્ટ રૂપે વ્યક્ત કરે છે.
૩૭. જૈન આચાર્યોની પ્રાકૃત ભાષાઓ પ્રત્યે કેવી ભક્તિ રહી છે, તેમાં તેમનો કેટલો ઉત્સાહ છે, અને કયા અભિપ્રાય-ઉદ્દેશથી તેઓએ આ ભાષાઓને પોતાના ઉત્સાહનું અવલંબન બનાવી એ એક પ્રાચીન કથાથી સારી રીતે પ્રકટ થઈ જશે. વિક્રમાદિત્યના સિદ્ધસેન નામના એક મહા તર્કવાદી બ્રાહ્મણ વિદ્વાન થયા છે. તેમણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઈ મને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરશે તેનો હું શિષ્ય થવાનું સ્વીકારીશ. એક વાર ભૃગકચ્છપુર(ભરૂચ)માં તેનો એક વૃદ્ધવાદિ નામના જૈન ગુરુ સાથે ભેટો થયો અને તે તેમની સાથે શાસ્ત્રાર્થમાં પરાજિત થઈ ગયા. પોતાની પૂર્વ પ્રતિજ્ઞાનુસાર સિદ્ધસેનને તેમના શિષ્ય થવું પડ્યું. તેમણે જૈન સિદ્ધાન્તના અધ્યયનનો આરંભ કરી દીધો, પરંતુ જૈન સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં હતાં અને તેમને પોતે બ્રાહ્મણ હોવાથી પ્રાકૃત પર કંઈક ધૃણા હતી. આથી તે ગર્વમાં આવી બોલી ઊઠ્યા કે હું આ સમસ્ત સિદ્ધાન્તને આ ગ્રામ્ય ભાષામાંથી સંસ્કૃતબદ્ધ કરીશ. વૃદ્ધવાદિ ગુરુને પ્રાકૃતની આવી નિન્દા અસહ્ય હતી. તેમણે કહ્યું : “બાલ, સ્ત્રી, મન્દ, મૂર્ખ આદિ સર્વે ચારિત્રના આકાંક્ષીઓના ઉપકારાર્થે તત્ત્વજ્ઞોએ સિદ્ધાન્તને પ્રાકૃતમાં રાખ્યા છે.
બાલસ્ત્રીમન્દમૂખણાં નૃણાં ચારિત્રકાંક્ષિણાં I.
અનુગ્રહાર્થ તત્ત્વઃ સિદ્ધાન્તઃ પ્રાકૃત કૃતઃ || તમે પ્રાકૃતની નિન્દા કરી ઘોર પાપ કર્યું.” પછી તેમણે આ આ પાપને માટે સિદ્ધસેન દિવાકરને બાર વર્ષ સુધી મૌન ધરી પરિભ્રમણ કરવાનું પારાંચિક' નામનું પ્રાયશ્ચિત્ત
૨. સિદ્ધસેન દિવાકર અન્ય કોઈ નહીં પણ વિક્રમાદિત્યની સભાનાં નવ રત્નો પૈકી ક્ષપણક' હતા એવું ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણનું અનુમાન છે (જુઓ તેમનો ગ્રંથ નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org