________________
પ્રાકૃત પ્રત્યે જૈનોની રુચિ અને અપભ્રંશની વિશેષતાઓ
આપ્યું. આથી વિદિત થાય છે કે જૈન આચાર્ય પ્રાકૃતને કેટલું ઊંચું સ્થાન આપતા હતા. (વિશેષ અગાઉ ફકરા ૯થી ૧૩માં કહેવાયું છે.)
અપભ્રંશની વિશેષતાઓ
૩૮. વિક્રમ સંવતથી ત્રણચાર સૈકા પહેલાં, પૂર્વ અને ઉત્તર ભારતમાં પ્રચલિત માગધી અને અર્ધમાગધી ભાષાઓના જ્ઞાનને માટે આપણે જૈન શ્વેતામ્બર સંપ્રદાયનાં સૂત્રગ્રંથોનું અવલોકન કરવું જોઈએ. આ ગ્રંથો વિક્રમની પાંચમી શતાબ્દીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદે સૌરાષ્ટ્ર-વલ્લભીપુરમાં મળેલી જૈન પિરષદમાં લિપિબદ્ધ ક૨વામાં આવ્યા હતા. આ કારણે તેની ભાષા કંઈક વિકૃત થઈ છે તોપણ તે વિક્રમ પૂર્વની કેટલીક શતાબ્દીની ભાષા સમજવામાં ઘણી સહાયક થઈ શકે છે. આ કાલની ભાષાનું રૂપ બૌદ્ધોના પાલી ગ્રંથો અને અશોકની ધર્મલિપિઓથી પણ થોડુંઘણું જ્ઞાત થાય છે. આથી અગાઉ વિક્રમ સંવતના પ્રારંભથી સાતમી-આઠમી શતાબ્દી સુધીની ભાષાઓના જ્ઞાન માટે આપણે દિગમ્બર અને શ્વેતામ્બર આચાર્યોના રચેલા શૌરસેની, મહારાષ્ટ્રી અને મિશ્રિત પ્રાકૃતના અનેક ગ્રંથો જોવા ઘટે. આ સર્વ ગ્રંથ ગાથાબદ્ધ છે અને તેનો વિષય ધાર્મિક છે. દિગમ્બર જૈનોનાં કુન્દકુન્દ્રાચાર્ય સ્વામી, કાર્ત્તિકેય, વટ્ટકેર આદિ કવિઓના ઘણમાક ગ્રંથ તેમજ શ્વેતામ્બરાચાર્ય વિમલસૂરિનું ‘પઉમચરિયમ્', હિરભદ્રસૂરિની ‘સમરાઇચ્ચ-કહા’, દાક્ષિણ્યાંકસૂરિની ‘કુવલયમાલા’ (રચ્યા સં.૮૩૫) આદિ ગ્રંથ આ કાલની ભાષાના વિજ્ઞાનને માટે અત્યન્ત ઉપયોગી છે.
નવમીથી સોળમી શતાબ્દી સુધી જૈન આચાર્યોએ રચેલા સેંકડો ગ્રંથ એવા છે કે જે દેશની આધુનિક ભાષાઓ હિન્દી, ગુજરાતી, મારવાડી, મરાઠી આદિના ઇતિહાસ અને વિજ્ઞાન માટે ઘણા ઉપયોગી છે એટલું જ નહીં પરંતુ બહુ આવશ્યક છે. આ અધિકાંશે કથાવિષયક હોવાથી સર્વને માટે રૂચિકર થઈ શકે તેમ છે, અને તેનાથી દેશની તાત્કાલિક ઘણી ઐતિહાસિક સામગ્રી પણ એકઠી કરી શકાય તેમ છે. ‘અપભ્રંશ’ શબ્દ ઘણો ભ્રમોત્પાદક છે. તેથી જે અપભ્રંશથી અહીં તાત્પર્ય છે તેને સ્પષ્ટ
૧૭
*મિડિવલ સ્કૂલ ઑવ્ ઇન્ડિઅન લૉજિક'). જૈન કથાઓમાં એ પ્રસિદ્ધ છે કે મજકુર પ્રાયશ્ચિત્ત પૂરું કરતી વખતે પરિભ્રમણ કરતાંકરતાં દિવાકરજી ઉજ્જૈન આવી પહોંચ્યા ને ત્યાં મહાકાલના મંદિરમાં એક અતિશય બતાવી તેમણે વિક્રમાદિત્ય રાજાને જૈન બનાવ્યો.
૩. આ ભાષાઓ સંબંધે વાંચો વિચારો પંડિત બહેચરદાસજીના લેખ (૧) ‘ગુજરાતી ભાષા' (આનંદ કાવ્ય મહોદધિ, મૌક્તિક પત્ની પ્રસ્તાવના) (૨) જૈન આગમ સાહિત્યની મૂળ ભાષા કઈ અથવા અર્ધમાગધી એટલે શું' (જૈન સાહિત્યસંશોધક, ભાગ ૧ અંક ૧) (૩) પ્રાકૃત ભાષા અને સાહિત્ય’ (આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા, પૃ.૧૯૫થી ૨૩૧) (૪) ‘અર્ધમાગધી ભાષા’ (પુરાતત્ત્વ, પુ.૩ અંક ૪ પૃ.૩૪૬થી ૩૬૬) (૫) તેમનું પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ (પ્ર. ગૂજરાત વિદ્યાપીઠ) તથા (૬) મુનિશ્રી કલ્યાણવિજયજીનો લેખ નામે ‘માગધી ભાષા’ (જૈનયુગ, પુ.૧ અંક ૧ અને ૨).
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org