________________
પ્રકરણ ૨ : પ્રાકૃત પ્રત્યે જૈનોની રુચિ અને અપભ્રંશની વિશેષતાઓ
પ્રાકૃત પ્રત્યે જૈનોની રુચિ
૩૫. શ્રીયુત હીરાલાલ જૈન ‘મનોરમા’(ભાગ ૧-૪)માં ‘જૈન સાહિત્યમેં હિન્દીકી જડ' એ નામના લેખના પ્રથમ ભાગમાં જણાવે છે કે :
“સંસ્કૃત ભાષા સ્વયં, સનાતનાગત પ્રાકૃત ભાષાને શોધી બનાવવામાં આવી છે અને તે પ્રાકૃત ભાષાનો સ્વતંત્ર પ્રવાહ પછી પ્રાકૃત સાહિત્યમાં પ્રકટ થયો છે. સંસ્કૃતનો તેના પર કંઈ પ્રભાવ અવશ્ય પડ્યો પરંતુ તેથી તે મૂલતઃ સંસ્કૃતોપપત્ર કહી શકાતી નથી. આ સ્વતંત્ર પ્રાકૃતપ્રવાહ આગળ જતાં હજારો વર્ષ આજકાલની પ્રચલિત ભાષાઓમાં વ્યક્ત થયો છે. તે માટે આ ભાષાઓનો સાચો ઇતિહાસ અને સાચું વિજ્ઞાન જાણવા માટે આપણે પ્રાચીન પ્રાકૃત ભાષાઓ અને વિશેષતઃ નિકટવર્તી ભૂતકાલની પ્રાકૃતોનું રિશીલન કરવું જોઈએ. પાણિનિના સમયમાં સંસ્કૃત ભાષાનો કંઈ એવો પ્રભાવ બ્રાહ્મણ વિદ્વાનો ૫૨ જામ્યો કે તેઓએ સમયાનુસાર પ્રચલિત ભાષાઓની કંઈ પણ ૫૨વા ન કરી. તેમણે તેને સાહિત્યનું રૂપ આપવાનો કંઈ પણ પ્રયત્ન કર્યો નહીં. હજારો વર્ષો સુધી તેઓ બરાબ૨ કેવળ સંસ્કૃતનું જ પઠન-પાઠન અને સાહિત્યવર્ધન કરતા રહી તેમાં દત્તચિત્ત રહ્યા. તેઓને પ્રાકૃત ભાષાઓ પર કંઈક ઘૃણા જેવું થઈ ગયું. આ પ્રવૃત્તિ કેટલાક પંડિતોમાં આજ સુધી વિદ્યમાન છે, અને શાસ્ત્રાર્થ આદિમાં તેઓ કહેવા લાગે છે કે ‘ભાષારંડાયાઃ કિં પ્રયોજનમ્.' આવી અવસ્થામાં જો કેવલ બ્રાહ્મણ સમાજના જ શિરે અત્યાર સુધી દેશની સાહિત્યરક્ષાનો ભાર રહેત જેવી રીતે આજથી કંઈ અઢી હજાર વર્ષ પૂર્વે સુધી રહ્યો હતો તો આપણને અવશ્ય દેશની આધુનિક ભાષાઓના ઉદ્ગમસ્થાન (ઉત્પત્તિસ્થાન)નો કંઈ પત્તો લાગત નહીં, પરંતુ આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે બે અન્ય (બ્રાહ્મણેતર) સમાજોએ દેશની સાહિત્યરચનામાં ભાગ લેવાનો પ્રારંભ કર્યો જેથી પ્રાકૃત ભાષાની રક્ષા થઈ શકી. વિક્રમની પૂર્વે ચોથી પાંચમી શતાબ્દીમાં પૂર્વ ભારતમાં પ્રચલિત ભાષાનું જ્ઞાન આપણને બૌદ્ધોના પાલી' ગ્રંથોથી થાય છે. પરંતુ આ સાહિત્ય પણ આપણને અધિક આગળના વખત માટે સહાયક નથી થતું, કારણકે એક તો બૌદ્ધ સાહિત્યની ‘પાલી’ ભાષા પણ સ્થિરરૂપ થઈ ગઈ હતી, અને બીજું બૌદ્ધ ધર્મનું આધિપત્ય પણ લગભગ એક હજાર વર્ષના મહત્ત્વપૂર્ણ ઇતિહાસની પછી તેની જન્મભૂમિ ભારતમાંથી ચાલી ગયું. ૩૬. વિક્રમની પૂર્વે પાંચમી શતાબ્દીથી આજ સુધી મુખ્યમુખ્ય ભારતીય ભાષાઓને સાહિત્ય દ્વારા જીવિત રાખવાનું શ્રેય જૈન આચાર્યોને છે. તેઓએ જ પ્રાકૃત
૧. ડૉક્ટર જેકોબીએ યોગ્ય કહ્યું છે કે “Had it not been for the Jains, we would never have known what Prakrit literature was.” (જૈનો વગર આપણે પ્રાકૃત સાહિત્ય શું હતું તે કદી પણ જાણી શક્યા ન હોત.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org