________________
૧૪૪
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
ફૂટી ગયાં એવું વર્ણન છે. એનું એક રૂપાંતર એવું આગળ નોંધ્યું છે કે કાગડાને ઉડાડવા જતાં બલોયાં કાગડાના ગળામાં પરોવાઈ ગયાં. અહીં એ ભાવ જણાય છે. વરાક એટલે “બિચારો (કાગડો)'. “કાઉ પણ “કાગડો' હોવા સંભવ છે. “વલુલ્લઈને સ્થાને ‘પ્રબંધચિંતામણિ'ના પદ્ય ક્ર. ૧૩માં “વિક્રુલઈ છે જેનો અર્થ ‘ઉછાળે છે’ ‘ઝુલાવે છે' થાય. “વલય” અધ્યાહત માનવું ? “વલય લઈનું વલૂલઈ' થયું હશે ? (૩૬) સહુ દમેવિ જુ વાહિહઈ, ઇશ્ક વિ જિણિહઈ સત્ત,
કુમરિ પિયંકરિ દેવિ તસુ અપ્પણુ રજ્જુ સમg.
• સિંહને દમન કરીને જે વાહે – સવારી કરે, એકલો પણ શત્રુઓને જીતે, તેને કુમારી પ્રિયંકરી ને રાજસમસ્ત અર્પણ કરો. •
ગજપુરના રાજા ખેમકરને સુતારાદેવીથી એક કન્યા ઉત્પન્ન થઈ. રાજા અને રાણી મરી ગયા પછી મંત્રીઓએ તેને પિયંકર એ નામ આપી પુરુષ હોય તેમ ગાદી પર બેસાડી, પછી કુલદેવી અય્યતાની પૂજા કરીને પૂછ્યું કે આનો પતિ કેને કરવો ? દેવીએ ઉપર મુજબ ઉત્તર આપ્યો. આવો જ પતિ મળી ગયો ને વાર્તા વાર્તાની પેઠે ચાલી આવી.
પ્રકરણ ૫ : સોમપ્રભ અને સિદ્ધપાલે રચેલી કવિતા
૨૧૯. હવે સોમપ્રભસૂરિ અને સિદ્ધપાલ કવિની રચેલી કવિતાના નમૂના આપીએ છીએ.
કુમારપાલપ્રતિબોધ (ગાયકવાડ સંસ્કૃત સિરીઝ, પૃ.૭૭)નો એક છંદઃ (૩૭) કુલ કલંકિઉ મલિક માહપુ
મલિણીય સયણમુહ દિલ્સ હત્યુ નિયગુણ-કડuહ જગુ કૅપિઉ અવજસિણ વસિણ વિહિય સન્નિતિય અપ્રહ. દૂરહ વારિઉ ભદુ તિણિ, ઢક્કિી સુગઈદુવાર, ઉભયભવુમ્ભડદુમ્બક, કામિલ જિણ પરદારુ.
• જેણે બન્ને ભવ (આ ભવ અને પરભવ)માં ઉભટ દુઃખ કરનારી પરદારાને કામિત કરી - ચાહી એણે કુમ કલંકિત કર્યું, માહાસ્ય મસળી નાખ્યું - ચૂરો કરી નાખ્યું, સ્વજનોનાં મુખ મલિન કર્યા, નિજ ગુણસમુહને હાથ દીધો (ધક્કો દઈ બહાર કાઢ્યો, ગલહત્વો દીધો – ઢાંકી દીધો), જગને અપજશથી ઝંપ્યું (ઢાંક્યું), વ્યસનને પોતાની પાસે રાખીને ભદ્ર-કલ્યાણને દૂરથી વાયું – રોક્યું, સુગતિનાં દ્વાર ઢાંકી દીધાં. • આ સાત પદવાળો – સપ્તપદ છંદ તે સમયની રચનામાં બહુ મળે છે. અંતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org