SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૩૫ મઝુ કઈત્તણુ જિણપય-ભત્તિë, પસરઈ ગઉ સિય જીવિયવિત્તિર્યું, વિમલગુણાહરણંકિયદેહીં, એહ ભરહ ણિસુણઈ પઈ જેહઉં. ૨૨ કમલગંધુ વિપ્નઈ સારંગ, ણી સાલૂરે હીસારંગે, ગમણલીલ જા કય સારંગે, સા કિં શાસિજ્જઈ સારંગ. ૨૩ વડૂિઢયસજ્જણદૂસણસણું, સુકઈ કિત્તિ કિ હમ્બઈ પિસુણે; કહમિ કળુ વમૂહ-સંપારણું, અજિયપુરાણુ ભવણવતારણું. ૨૪ • કવિ મંત્રી ભરતને કહે છે હું ધનને તરણા સમું ગણું છું અને તેના ગ્રહણને ઇચ્છતો નથી. હું અકૃત્રિમ (ણિકારિમુ) ધર્માનુરાગ – અકારણ પ્રેમ ઇચ્છું છું તેટલા માટે (હે) દેવીસુત મૃતનિધિ (ભરત !) તમારા મહેલમાં રહું છું. મધુ – વસંતનું આગમન થતાં આંબામાં લલિત મહોરકલિકા આવે છે, ત્યારે કોયલ બોલે છે, અને કાનન – વનમાં ભમરા ગુંજારવ કરે છે, ત્યારે કીર – પોપટ (એવો હું) હર્ષથી શું ફુલાતો નથી ? જિનચરણ પ્રત્યેની ભક્તિથી જ મારી કવિતા પ્રસરે છે – સ્કુરામાન થાય છે, નહીં કે નિજ જીવિત વૃત્તિ – આજીવિકાના ખ્યાલથી. હે વિમલ ગુણાભરણથી જેનો દેહ અંકિત થયેલો છે એવા ભરત ! તું હવે મારી આ રચના સાંભળ. [વિમલ ગુણોરૂપી આભરણથી યુક્ત આ રચના સાંભળ.] કમલોની સુગંધ ભ્રમર રહે છે, નહીં કે નિઃસાર અંગવાળાં દેડકાં, હાથી-હંસ(સારંગ)ની જે ગતિની લીલા હોય છે, તેવી ચાલથી શું હરણું ચાલી – નાસી શકશે ? આ જ રીતે જેઓને સજ્જનો પર દૂષણો મૂકવાની ટેવ પડી ગઈ છે એવા પિશુન – દુર્જન શું સુકવિઓની કીર્તિને હણી શકશે ? (હવે હું) મન્મથને સંહારનારા (અને) ભવસમુદ્રને પાર કરાવનારા અજિતપુરાણ (નામના) કાવ્યને કહું છું. : [‘મહાપુરાણ' ભા.૧, ૨, ૩ ડૉ. પી. એલ. વૈદ્ય સંપાદિત માણિક્યચંદ્ર દિગમ્બર જૈન ગ્રંથમાળા, મુંબઈ દ્વારા ૧૯૩૭, ૧૯૪૦ અને ૧૯૪૧માં પ્રકાશિત થયેલ છે. ૭૩. “યશોધરચરિતમાંનો વિષય અને તેના સમકાલીન સોમદેવે સં. ૧૦૧૬માં રચેલા “યશસ્તિલક-ચંપુનો વિષય - બંને સરખા છે. તેને પોતે “નત્રના કર્મોના આભરણરૂપ જણાવેલ છે. તિહુયણ-સિરિમંતહો અઇસયવંત હો અરહંતો વમ્મહહો, પણવિવિ પરમેટ્ટિહિં પવિમલદિદ્વિહિં ચરણ જુયલુ યસયમહહો. ધ્રુવકે. કુંડિલ્લગુત્ત-સહદિણયરાસુ, વલ્લહનરિંદ-ઘર-મહયરાસુ, ણણહુ મંદિર શિવસંતુ સંતુ, અહિમાણમે કઈ પુફયંતુ. ચિંતઈ હો વણ નારી કહાએ, પક્ઝરી કય દુમ્બયપહાએ; કય ધમ્મણિવદ્ધી કાવિ કવિ, કહિયાઈ જાઈ સિવસોખ લહમિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy