SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૨ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ આપે છે : ૨૦૧. તદ્દભવ – તે એટલે સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલ છે. જેમકે : સિરિસિદ્ધારા સચ્ચે, સાહસરસિક ત્તિ કિન્તર્ણ તુઝ, કહમણહા મણે મહ, પડત્તમણત્વમક્કમસિ. આમાંના દરેક શબ્દ સંસ્કૃતમાંથી આવેલા છે ને નીચે પ્રમાણે મૂકી શકાય ? શ્રીસિદ્ધરાજ ! સત્ય સાહસરસિક ઇતિ કીર્તનં તવ | કથકન્યથા મનો મમ પતન્મદનાસ્ત્રમાક્રામસિ || • હે શ્રી સિદ્ધરાજ (જયસિંહદેવ), તારું સાહસરસિક એવું કીર્તન (પ્રસિદ્ધપણું) સત્ય છે; (કારણકે) નહીં તો (અન્યથા) શા માટે મારું મન કે જ્યાં મદનનાં બાણો પડે છે ત્યાં પગ માંડે ? • ૨૦૨. તત્સમ – તે એટલે સંસ્કૃતની તુલ્ય – સમાન, સમસંસ્કૃત. તેનું ઉદાહરણ “સંસારદાવાનલદાહનીર ઈત્યાદિ સ્તુતિઓ છે. આમાં પ્રાકૃતમાં પણ સંસ્કૃત શબ્દો હોય છે, તે બીજી રીતે – બીજા રૂપમાં થતા નથી. ૨૦૩. દેશ્ય – દેશમાં ઉત્પન્ન થયેલ તે, દેશી. જેમકે : સત્તાવીસજોઅણ કરપસરો જાવ અક્કવિ ન હોઈ, પડિહન્જબિમ્બગહવઇવઅણે તા વજ્જ ઉજાણે. આમાં “સત્તાવીસભ્યોઅણ' એ શબ્દ ચન્દ્રના અર્થમાં દેશી છે, તેના કરપ્રસર એટલે કિરણનો પ્રસાર જ્યાં લગી અદ્યાપિ ન થાય ત્યાં સુધી હું પડિહત્ય' (દશી શબ્દ, “સંપૂર્ણ' એ અર્થમાં) – પૂરેપૂરા બિંબ – કંડલવાળા ગહવઈ' (દેશી શબ્દ, ચન્દ્રના અર્થમાં) – ચન્દ્ર જેવા વદનવાળી ! ઉદ્યાનમાં જા. ૨૦૪. “આદિ - આ શબ્દ ઉપરના બીજા શ્લોકમાં મૂકેલ છે તેમાં શૌરસેની અને માગધીમાં પ્રાકૃતથી થોડો જ ભેદ છે. શૌરસેનીમાં ‘ઈદાન” (હમણાં) એ શબ્દમાં ઇ'નો લોપ થાય છે – “જે દાણીં દુવ્વલો અહમ્' (જેમ હમણાં હું દુર્બલ છું); “તદ્' એ શબ્દનો ‘તા થાય છે – ‘તા પહિ; “નનું' શબ્દનો ‘ણમ્ થાય છે – “ણે ભણામિ તુમ'; “અમ્મહે શબ્દ હર્ષમાં વપરાય છે – “અમ્મો, એસો વલ્લો જણો; અને વિદૂષકો માટે હર્ષમાં હી હી ભો’ એ શબ્દો વપરાય છે – હી હી ભો, એસ નરુ જમ્પઈ' ઈિત્યાદિ. માગધી ભાષામાં અકારાન્તના સૌનો “એ” થાય છે – એસ વલહે; “તથા અહં એ શબ્દનો “હગે થાય છે – હગે અગદા”. “તિષ્ઠતિમાં ‘તકારનો ‘ચકાર થાય છે – ‘ચિટ્ટ તુમ' તથા રેફનો લ” થાય છે અને ‘ણકારનો “ન' થાય છે, જેમકે “તરણને બદલે “તલુને, રુક્ષને બદલે ‘લુકખં' ઇત્યાદિ. આવી રીતે અનેક પ્રકારે પ્રાકૃત જાણવું. ૨૦૫. હવે વાભટ્ટ અપભ્રંશ ભાષા અને પૈશાચી ભાષા માટે કહે છે કે : અપભ્રંશસ્તુ યશ્રુદ્ધ તાદ્શેષ ભાષિત I, યભૂૌરુચ્યતે કિંચિત્તદ્ ભૌતિકમિતિ મૃત |૩| • અપભ્રંશ કે જે તે-તે દેશોમાં (કર્ણાટપંચાલાદિમાં) શુદ્ધ (બીજી Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy