SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૬૩ ભાષામાં, ત્રીજું દેવકૃતિ ભાષામાં, ચોથું ગુડકૃતિ ભાષામાં. (૬) “સુકોશલચરિત્ર', ૧૮ ગાથા, [૨.સં.૧૩૦૨] તેર દુત્તર વરિસે સિરિ વીર જિદિ મોખ કલ્લાણે. કલ્લાણે કુણહ સયા પઢંત ગુણંતાણ ભવ્વાણ. (૭) “જિનસ્તુતિ, ૨૦ ગાથા. (૮) “ચાચરી-સ્તુતિ, (વેલાઉલ રાગમાં) ૩પ ગાથા. (૯) ગુરુસ્તુતિ-ચાચરિ, (ગુર્જરી રાગમાં) ૧૫ ગાથા. ડિૉ. રમણીક શાહે “મહાવીરચરિત” “જર્નલ ઑવું, ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા' (વૉ.૨૪ નં.૧-૨, ૧૯૭૪)માં તથા “ગુરસ્તુતિચર્ચરી' “સંબોધિ' (વૉ.૩, અં.૨-૩, ૧૯૭૪)માં સંપાદિત કરી પ્રગટ કરેલ છે. એ એ કૃતિઓને જિનપ્રભસૂરિકૃત લેખે છે. ૧૩૭ક. આ સદીમાં સિંહ અથવા સિદ્ધકૃત “પજ્યુષ્ણચરિઉ” (“પ્રદ્યુમ્નચરિત') ૧૫ સંધિનું તથા પંડિત લાખુ અથવા લખણ(લક્ષ્મણોકૃત “જિણદત્તચરિઉ (“જિનદત્તચરિત) ૧૧ સંધિનું સં.૧૨૭પમાં રચાયેલું અને “અણુવયરયણાઈવ (“અણુવ્રતરત્નપ્રદીપ') ૮ સંધિનું સં.૧૩૧૩માં રચાયેલું મળે છે. આ બધી કૃતિઓ અપ્રકાશિત છે. રત્નપ્રભસૂરિકૃત “રિસહપારણય સંધિ ૧૫ કડવક ને ૨.સં.૧૨૨૮ની, ‘વીરણિપારણય-સંધિ' ૨૦ કડવકની, “ગયસુકુમાલ-સંધિ' ૧૪ %વકની તથા સાલિભદ્રસંધિ ૧૫ %વકની ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય (૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે. આ કવિની ‘અવંતિસુકુમાર-સંધિ' માટે જુઓ ફકરો ૧૩પ.] ચૌદમા શતકનું અપભ્રંશ સાહિત્ય ૧૩૪. આ શતકમાં નીચેના ગ્રંથો મળી આવેલ છે ? (૧) નર્મદાસુંદરી-સંધિ', જિનપ્રભશિષ્યકૃત, ૭૧ ગાથા, સં.૧૩૨૮ : તેરસ સંય અડવીસે વરિસે, સિરિ-જિણપહપસાણ; એસા સંધી વિહિયા, જિહંદવણાણસારેણ. ૭૧ (૨) ગૌતમસ્વામિચરિત્ર', જિનપ્રશિષ્યકૃત, ૨૮ ગાથા, સં.૧૩પ૮ : ગોયમ સામિહિં ગોયમચરિયું રઇયં પઢમંજરીએ ભાસાએ, કત્તિય અમાવસાએ અટ્ટાવક્ષસ્સ વરિસરસ. ૨૮ (૩) “અંતરંગ રાસ', જિનસૂરિકૃત, ૧૧ કડવામાં. (૪) “ચચ્ચરિઉ, કર્તા સોલણ, ૩૮ ગાથા; દુહામાતૃકા, ૫૮ ગાથા. (૫) “શાલિભદ્ર-કાક' (કક્કો), કર્તા પઉમ/પા, ૬૯ ગાથા. એમનો ઉલ્લેખ જૈન ગૂર્જર કવિઓ, ૧.૨૩, ૧.૧૬ પર કરવામાં આવ્યો છે તેને અપભ્રંશ (જૂની ગુજરાતી)માં લઈ શકાય તેમ છે. [‘નર્મદાસુંદરી-સંધિ' ડો. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy