________________
૧૧૬
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
અમ્મડિ, બુદ્ધડી – એમાં ‘ડી’ સ્વાર્થમાં યા અનુકંપામાં છે. પચ્છાયાવડા – અહીં પણ “પશ્ચાત્તાપની આગળ 'ડા' છે. વિઆલિ – જુઓ ‘કુમારપાલપ્રતિબોધ'નાં ઉદાહરણ ક્ર.૧૮ અને ઉપર ક્ર. ૬૨. ઘઈ – હેમચન્દ્ર અનર્થક કહેલ છે, પાદપૂરણ યા અવધારણનો અર્થ છે. [‘ખરે' એવો અર્થ.]. (૧૪૭) ઢોલા એહ પરિહાસડી, અઈ ભણ, કવણહિં દેસિ.
હઉં ઝિજ્જઉં તઉ કેહિં પિઅ, તુણું પુણુ અન્નહે રેસિ.
• હે ઢોલા ! એ ! કહે (ક) કયા દેશમાં આ પરિહાસ – મજાક Fરીત છે ? હે પિયુ ! હું તારા માટે છીજું - સુકાઉં, (ને) તું વળી અન્યને માટે (સુકાય છે.) •
સરખાવો ક્ર.પપ. પરિહાસડી – મજાક, હાંસી યા પરિભાષા (દોધકવૃત્તિ). અઈ ભણ એ ! ભણ, કહે. “દોધકવૃત્તિ “અઈભન' એક શબ્દ માની તેનો અર્થ “અત્યદ્ભુત (!) કરે છે. હેમચન્દ્રમાં પણ “અજીભ ન” એ પ્રધાન પાઠ માન્યો છે. ઝિજ્જઉં – ઝીણું થવું, સુકાવું. તલ કેહિ – તારા માટે; રેસિ – વાસ્તુ (હેમ. ૮-૪-૪૨૫).
પરિહાસડી – સં.પરિભાષા, રીત.? (૧૫૦) એક્કસિ સીલકલંકિઅહે, દેજ્યહિં પચ્છિત્તાઈ.
જો પુણુ ખંડઈ અણુદિઅહુ, તસુ પચ્છિન્ત કાઈ.
• એક વાર શીલ કલંકિત (કરનારા)ને પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે; જે ફરી વાર (અનુદિન - રોજેરોજ) (શીલને) ખંડિત કરે છે તેને પ્રાયશ્ચિત્તથી શું ? •
એક્કસિ - એકશ એક વાર, મારવાડી એકરણ્યાં, એકશ્યાં. અણુદિઅહુ – અનુદિન, દિનેદિને. (૧૫૧) વિરહાનલ-લાલ-કરાલિઅલ, પહિઉ પન્થિ જે દિઠ8,
તે મેલવિ સત્વહિં પસ્થિઅહિં, સે-જિ કિઅ અગિઠી.
• જે પથિક વિરહાનલની જ્વાલાઓથી કરાલિત પંથમાં જોવામાં આવ્યો, તેને સર્વ પથિકોએ મળીને અગ્નિમય કર્યો – વધારે તપ્ત કર્યો – ઉત્તેજિત કર્યો. [તાપવા માટેની સગડી જ બનાવી દીધો. •
વિરહતાપની અધિકતાથી અતિશયોક્તિ. સરખાવો ક્ર. ૧૦૯. “દોધકવૃત્તિ’ તો એ અર્થ કરે છે કે પથિકોએ તેનો અગ્નિસંસ્કાર કર્યો, અગ્નિષ્ઠઃ કૃતઃ અગ્નિટૂઠઉ - અંગીઠો, સ્ત્રી. અંગીઠી, (આમાં અનુસ્વાર માટે માટે જુઓ પ્રબંધચિંતામણિનાં ઉદાહરણમાં ક૬ - “મંકડ'.) “અંગીઠી'નો અર્થ ગુજરાતીમાં એ છે કે સોનીની સગડી, પોંક પાડવા માટે ખાડો કરી અગ્નિ કરવામાં આવે છે તે, ક્રોધાગ્નિ. ‘લાગી યમને અંગીઠી, પોઢી ગયો તે પળે' – વલ્લભ. (૧૫૨) સામિ-પસાઉ સલજ્જુ પિલ, સીમાસંધિહિં વાસુ,
પેખિવિ બાહુબલુલ્લડા, ધણ મેલઈ નીસાસુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org