________________
૧૭૨
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
• એક જ ફૂલને માટે સ્વામી સિદ્ધિસુખ આપે જિનવરનું ભોળપણ, અહો શા માટે ? • [કટરિ – આશ્ચર્યનો ઉદ્ગાર.]
(૩૦) કુમારપ્રાલનો ઉત્તરાધિકારી અને ભત્રીજો અજયપાલ ઘણો નિર્દયી હતો. જેનો પર જેટલી તેના પૂર્વજોએ ભલાઈ કરી હતી તેટલો અત્યાચાર તેણે કર્યો હતો. તેણે ચૂંટીઘૂંટીને વિદ્વાનો ને પ્રધાનોને માર્યા. પંડિત રામચન્દ્ર સો ગ્રંથ બનાવ્યા હતા તેમને તપેલા તાંબા પર ચઢાવી દીધા. નીચેનો દોહો કહી દાંતથી પોતાની જીભ કાપી વેદનાથી તેઓ મરણ પામ્યા :
મહિવઢહ સચરાચરહ, જિણિ સિરિ દિણા પાય, તસુ અસ્થમણું દિPસરહ, હોઈ હોલ ચિરાય.
• સચરાચર મહી – પૃથ્વીની પીઠ પર જેણે પગ મૂક્યો છે તે દિનેશ્વર(સૂર્ય)નો અસ્ત થાય છે, જે થનારું તે લાંબે કાળે પણ થાય છે. •
અસ્થમણુ – સં.અસ્તન, આથમવું. આથમણી દિશા (પશ્ચિમ દિશા). રાજસ્થાની ધૂણી.
(૩૧) સિદ્ધસેન દિવાકરને કેતલાસર ગામ જતાં એક વૃદ્ધવાદી મળ્યો; તેણે રોકી કહ્યું “મારી સાથે વાદ કરો.” સિદ્ધસેને કહ્યું, “નગરમાં ચાલો ત્યાં પુરવાસી મધ્યસ્થ હશે.” વૃદ્ધવાદીએ કહ્યું, “આ ગોવાળિયા જ સભ્ય છે. તેઓ જ નિર્ણય કરી આપશે.' સિદ્ધસેને સંસ્કૃતમાં કંઈક કહ્યું પણ વૃદ્ધવાદીએ એક ગાથા કહી કે જે સાંભળી ગોવળિયાએ કહ્યું કે તમે જીતી ગયા. બીજું કંઈ તે જાણે નહીં. તે ગાથા આ છે કે :
નવિ મારીયઈ નવિ ચોરીયઈ, પરદારગમણ નિવારીયઈ, થોવાવિ હુ થોવ દઈયઈ, ઈમ સગિ ટગમગુ જાઈયઈ.
• મારીએ હિંસા કરીએ) નહીં, ચોરીએ નહીં, પરદારગમન – પરસ્ત્રીગમન નિવારીએ – છોડીએ, થોડું પણ થોડું જ દાન દઈએ – એમ સ્વર્ગમાં ટગુમગુ (ઝટપટ) ધિીમેધીમે જઈએ. •
થોવા – થોડા (સં.સ્તોક). ગુજરાતી તેમજ હિન્દીમાં “થોડામાં ડ' આવ્યો છે. ટગમગ – ટગુમગુ. ગુજરાતીમાં વપરાય છે ને તેનો જેમતેમ, મુશીબતથી, ધીમેધીમે – ડગુમગુ એ અર્થ છે. હિન્દીમાં ‘ઝટપટ એવો અર્થ કરે છે. હિન્દી કોશમાં આ અર્થ મળતો નથી.]
ર૩પ. (૩૧ક) “પ્રબંધચિંતામણિમાં જેટલી જૂની ગુજરાતી-હિન્દી કવિતા હતી તેનું વ્યાખ્યાન થઈ ચૂક્યું. બે પ્રસંગોએ તેમાં કંઈક ગદ્ય પણ આવ્યું છે અને તેની કથા રોચક છે તે માટે તેનો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવે છે. કુમારપાલના મંત્રી સાહ આંબડે કોંકણના રાજા મલ્લિકાર્જુનને જીતીને તેના માથા સહિત બીજી જે ભેટ રાજા સામે રાખી તેની સૂચીમાં સંસ્કૃત સાથે કંઈક દેશભાષા પણ આપી છે તે એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org