________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન)
૧૧૩
(૧૨૯) એકમેક્કઉં જઈ-વિ જોએદિ,
હરિ સૂઠું સન્વાયરેણ, તાવિ ટેહિ નહિં કહિ-વિ રાહી.
કો સક્કઈ સંવરેવિ દઢનયણા નહિં પલુટ્ટા.
• એકએક (ગોપીને) જોકે હરિ સારી રીતે સર્વાદરેથી જુએ છે, તોપણ જ્યાં ક્યાં પણ – ગમે ત્યાં રાધા (હોય) ત્યાં જ દષ્ટિ છે. સ્નેહથી વ્યાકુળ બનેલાં દગ્ધ - બળ્યાં (દઢ) નયનોનું, સંવરણ કરવા કોણ શક્તિમાન છે ? •
દોધકવૃત્તિનો અર્થ ગરબડિયો લાગે છે. તે એમ છે કે એકેક અંગને જેમ છે તેમ હરિને જોકે સુખું, સર્વ આદરથી રાધા જુએ છે તોપણ દઢ દષ્ટિ રાગસ્નેહથી જે કોઈ અંગપ્રદેશે સ્થાપિત થયેલી દષ્ટિને સંવરવા કોણ સમર્થ થાય ?
ડિૉ. ભાયાણીએ “એકેએક વસ્તુ)' એવો અર્થ કર્યો છે કેમકે “એક્કમેકઉં એ નપુંસકલિંગ છે. “ગોપી'નો અર્થ તર્કસંગત લાગે પણ પાઠનો કોયડો બને.] (૧૩૩) ખેડૂય કયમઑહિં, નિચ્છયું, કિં પયપહ,
અણુરત્તાઉ ભત્તાઉં, અસ્તે મા ચય સામિઅ.
• અમારી સાથે નિશ્ચયે ખેલ કરવામાં આવ્યો છે), શું કહો છો ? સ્વામી ! અનુરક્ત ભક્તો એવા અમોને મા તજ. • અનુષ્પ છંદ. ખેડુ – ખેલ. પંજાબી ગીતમાં “સાડે ખેડણ દે દિન ચાર'. (૧૩૫) હિઅડા પઈ એહુ બોદ્વિઅઉં, મહુ અગ્નઈ સવાર,
ફુથ્રિસુપિએ પવસત્તિ હઉં, ભંડય ઢક્કરિ-સાર.
• હૈડા ! (તું) મારી આગળ સો વાર એમ બોલ્યું કે પિયુના પ્રવાસ કરતાં (જ) ફાટીશ. હે ભંડ, હે અદ્ભુત દઢતાવાળા ! (હજી તું ફાટ્યું નહીં.) •
પિએ પવસત્તિ – ભાવવાચક સપ્તમી. ભંડ્ય – પાખંડી. ઢક્કરિસાર – ઢકરી ગયો છે એટલે નીકળી ગયો છે જેનો સાર – બળ તે, તેવો ઢીલો – નબળો, (“દોધકવૃત્તિ), પરંતુ અદ્ભુત સારવાળો (હેમચન્દ્ર). (૧૩૬) એક્ક કુડુલ્લી પંચહિં રુદ્ધી, તહં પંચતં-વિ જુઅંજુઅ બુદ્ધી,
બહિષ્ણુએ તે ઘરુ કહિ કિંવ નન્દલ, જેલ્થ કુડુમ્બઉં અપ્પણ-છન્દઉં.
• એક કુટી (શરીરરૂપી ઝૂંપડી) છે, (તે) પાંચ ઈન્દ્રિયો)થી રૂંધાયેલી છે, તે પાંચને પણ જુદીજુદી બુદ્ધિ (છે), બહેન ! તે ઘર કે જ્યાં કુટુમ્બ આપજીંદીલું (હોય) તે કેમ નંદે – પ્રસન્ન થાય તે કહે. •
કુડુલ્લી - "કુટીના કુત્સિત કે અલ્પના અર્થમાં. અપ્પણછંદ – આપમતીલું, પોતપોતાના મતવાળું. હિન્દીમાં એક દોહો છે કે :
ખસમ પૂજતે દેહરા, ભૂત પૂજિની જોય; એકે ઘરમેં દો મતા, કુસલ કહાં તે હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org