SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જૈન ગૂર્જર કવિઓ: ૧૦ આ કલ્પનાની ગ્રામ્યતા પર મશ્કરી છે કે વાહ, કવિ કેવો છે, કોઈ સાંભરની ખાણ ખોદનારો છે ! અહીં નમક પાણી પડવાથી ગળે છે – એ લઈ ઉક્તિ કરી છે કે દુષ્ટ મેઘ, ગરજ મા. ઝૂંપડું ગળતું જાય છે, ગોરી ભીંજાય છે; લવણ – લાવણ્ય ગળે છે, બસ કર. બાલિ – બળ્યો, રાજસ્થાની ગાલી, દગ્ધ. “દોધકવૃત્તિમાં બે અર્થ કરેલા છે છતાં ભાવ અસ્પષ્ટ છે. (૧૨૩) સાવ સલોણી ગોરડી, નવખી ક-વિ વિસ-ગંઠિ, ભડુ પચ્ચલિઉ તો મરઈ, જાસુ ન લગ્નઈ કંઠિ. • સર્વ સલુણી સિવગસુંદર] ગોરી કોઈ અનોખી - નવીન વિષગ્રંથિ છે. તે એવી કે જે સુભટના કંઠે તે ન લાગે તે મરે. • વિષગાંઠ ગળે લાગવાથી મરણ નિપજાવે અને આ ન લાગે તો મારે એટલા માટે તે અનોખી. નવમી – સં.નવકા (નવીના), પંજાબી નૌખી, અનૌખી – અનોખી. પચ્ચલિઉ - પ્રત્યુત (હેમચન્દ્ર ૮-પ-૪૨૦). અનબૂડે બૂડે તરે એ અહીં ભાવ છે. (૧૨૫) એક્ કઈઅહ વિ ન આવહિ, અશ્રુ વહિલઉ જાતિ, મઈ મિત્તડા પ્રમાણિઅલ, પંઇ જેહઉ ખલું નાહિં. • એક, કદી પણ આવે નહિ, બીજો, [બીજું વહેલો ચાલ્યો જાય. હે મિત્ર ! મેં પ્રમાણિત કર્યું છે કે તારા જેવો નિશ્ચય [< દુષ્ટ] કોઈ પણ નથી. • આ અર્થ ઠીક લાગે છે. “દોધકવૃત્તિ' એવો અર્થ બીજી કડીનો કરે છે કે હે મિત્ર, મારાથી જેવો પ્રિય પ્રમાણાયો, તેવો તારાથી નિશ્ચયે જણાયો નથી; બીજો અર્થ એ કે મેં, હે મિત્ર પ્રમાણિત કર્યું કે તારા જેવું નહીં – નથી. આ અર્થ અસ્પષ્ટ છે. [ખલ – ખલ, દુષ્ટ. તારા જેવો દુષ્ટ કોઈ નથી એમ અર્થ છે.] (૧૨૮) દેવિહિ વિઢત્તઉં પાહિ વઢ, સંચિ મ એક્કવિ દ્રમ્મુ, કો-વિ દ્રવક્કઉ સો પડઈ, જેણ સમપૂઈ જમ્મુ. • હે મૂર્ખ ! દેવથી સોંપાયેલું – કમાયેલું ખા, એક પણ દ્રમનો સંચય ન કર. કોઈ પણ ભય – ડર આવી પડે કે જેથી જન્મારો સમાપ્ત થઈ જાય. • વિઢત્ત – સં.અર્જિત ? (દોધકવૃત્તિ), સોંપેલ. સંચિ - સંચવું, સંચય કરવો, ભેગું કરવું, જૂની હિંદીમાં તથા પંજાબીમાં “સંચના' છે. ગુજરાતીમાં કહેવત છે કે “કીડી સંચે તેતર ખાય.” દ્રમ્મુ – દ્રમ - એક જાતનો સિક્કો, તે પરથી દામ એટલે નાણું. દ્રવક્કી – દ્રવને, ડરને. વઢ – મૂર્ખ ‘ઢ' એટલે મૂર્ખ એમ ગુજરાતીમાં વપરાય છે. | ડિૉ. ભાયાણીમાં ‘દિવેહિં પાઠ છે અને તેથી અનુવાદ “દિવસેદિવસનું રળેલું ખાઈ નાખ.” આ અર્થ વધારે સંગત છે. દેશાઈથી પાઠદોષ થઈ ગયો જણાય છે. ‘વિઢત્ત' એટલે અર્જિત, કમાયેલું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy