________________
હેમચન્દ્રીય વ્યાકરણનાં અપભ્રંશ ઉદાહરણો (અનુસંધાન)
પાણીની બાફ જોઈને ઉત્પ્રેક્ષા કરી છે.
પહિઉ – મારવાડી ‘પહી’ (પાવણો પહી), પથિક, [ગુ.‘પઈ’] (૧૧૦) મહુ કન્હહો ગુટ્ઠટ્ઠઅહો, કઉ ઝુમ્પડા બલન્તિ, અહ રિઉ-રુહિરેં ઉલ્હવઈ, અહ અપ્પણું, ન ત્તિ.
ગોષ્ઠ(ગોઠા)માં બેઠેલા મારા કાન્ત
કંથનાં ઝૂંપડાં કેમ બળે ? કાં તો શત્રુના લોહીથી ઓલવે છે, કાં તો પોતાના(રુધિર)થી ઓલવે તેમાં ભ્રાંતિ - શક નથી. •
·
કંથ ગોષ્ઠ સંભાળતો ગયો છે, પાછળ શત્રુઓએ ઝૂંપડાં બાળી નાખ્યાં. પોતાની જાતથી તો તેને ઉમેદ છે કે મારશે યા મરશે. ગુષ્ઠ – સં.ગોષ્ઠ. સરખાવો ગુસાંઈજીની ‘ગાઇગોઠ’.
-
(૧૧૧) પિય-સંગમિ કઉ નિદ્દડી, પિઅહો પરોક્ખહો કેમ્ન, મઈ બિત્રિ-વિ વિન્નાસિઆ, નિદ્દ ન એમ્ન ન તેમ્પ.
પ્રિયસંગમમાં કેમ નિદ્રા (આવે ?), પ્રિય પરોક્ષ હોતાં – તેના વિરહમાં (પણ) કેમ નિદ્રા (આવે ?). હું તો બંને (બાજુ)થી – સંયોગ કે વિયોગથી વિનાશિત થઈ. આમે ન નિદ્રા આવે, ન તેમ (નિદ્રા આવે). ‘મઈ બિત્રિવિવિન્નાસિઆ’ આનો અર્થ ‘દોધકવૃત્તિ’કાર “મયા દ્ધે અપિ વિનાશિતે' એવો વિચિત્ર કરે છે.
•
-
[‘દોધકવૃત્તિ’ની સંસ્કૃત છાયા યથાર્થ છે અને ડૉ. ભાયાણી પણ એ જ આપે છે. ડૉ. ભાયાણીનો અનુવાદ છે મેં તો (તે) બંને (રીતે) ગુમાવી.'] (૧૧૪) માણિ પણટ્ઠઇ જઇ ન તણુ, તો દેસડા ચઇજ્જ, મા દુજ્જણક૨પલ્લવેહિં, દંસિજ્જન્તુ ભમિજ્જ.
• માન પ્રનષ્ટ થતાં જો તનુ – શરીર ન (તજાય) તો દેશ તજવો, પરંતુ દુર્જનના ક૨પલ્લવથી દેખાડાતા એવા તરીકે ભમવું ન જોઈએ.
•
૧૧૧
માણિ પણર્ટાઇ ભાવવાચક સપ્તમી. દેસિજ્જન્તુ દેખાડાતા એવા, ‘દોધકવૃત્તિ’ ડંશાતા – ડંખ ખાતા એવો અર્થ કરે છે તે યોગ્ય નથી લાગતો. (૧૧૫) લોણુ વિલિઇ પાણિએણ, અરિ ખલ મેહ મ ગજ્જુ, બાલિઉ ગલઇ સુ ઝુમ્પડા, ગોરી તિમ્મઇ અર્જ્યો.
પાણીથી લોણુ (લવણ, લાવણ્ય એ બે અર્થ છે) વિલય પામે છે. અરે ! ખલ મેઘ ! ગરજ નહીં. બળ્યાં ઝૂંપડાં ગળે છે અને ગોરી આજ ભીંજાય છે. .
1
Jain Education International
સં.લાવણ્ય, હિં.લૌન, ગુ.લુણ - લવણ (જેમકે ‘સલુણી’ તેમાં ‘લુણ’ એ લાવણ્યના અર્થમાં છે), ફારસી ‘નમક’ સૌંદર્યના અર્થમાં વપરાય છે. ‘અમરુશતક’માં પ્રક્ષિપ્ત શ્લોક છે કે જ્યા૨થી પ્રેમપ્રિયાથી મેં તેના અધરનું પાન કર્યું ત્યારથી તરસ વધતી જ જાય છે. કેમ ન વધે ? તેમાં લાવણ્ય છે ને ? નમકથી તરસ વધે છે. આ પર ટીકાકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org