SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૨ : અપભ્રંશ સાહિત્ય પ્રકરણ ૧ : દશમી સદી સુધીનું અપભ્રંશ સાહિત્ય હમણાં સુધી મળતું સાહિત્ય પ૨. અપભ્રંશ સાહિત્યનું સંખ્યા પ્રમાણ શું છે આ પ્રશ્ન દશેક વર્ષ પહેલાં હાસ્યજનક લાગત કારણકે હજુ હમણાં સુધી અપભ્રંશનું જે કંઈ સાહિત્ય વિદ્વાનોને જ્ઞાત અને માન્ય હતું તે ફક્ત એટલું જ હતું કે ૧. કાલિદાસના ‘વિક્રમોર્વશીયના ચતુર્થ અંકમાંનું, ૨. પિંગલકૃત કહેવાતું “પ્રાકૃત-પિંગલ', ૩. હેમાચાર્યનું વ્યાકરણ, સૂત્ર ૪-૩૨૯થી ૪૪૬ કે જેમાં તે જુદાંજુદાં સ્થળોએથી અપભ્રંશ ટાંકે છે, ૪. હેમાચાર્યનું કુમારપાલ-ચરિત્ર” અથવા “પ્રાકૃત દ્વયાશ્રયકાવ્ય' સર્ચ ૮, શ્લોકો ૧૪થી ૮૨ કે જે પોતાના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ તરીકે મૂકેલા છે, ૬. જૈન કથાઓ જેવી કે કાલકાચાર્ય-કહા’ અને દ્વારાવતીના નાશની કહા અને અહીંતહીં અલંકારના ગ્રંથો જેવા કે “સરસ્વતીકંઠાભરણ', અને ‘દશરૂપ” અને “ધ્વન્યાલોક' એ બંને પરની ટીકાઓમાં મળી આવતી છૂટી ગાથાઓ; આ ઉપરાંત થોડી ગાથાઓ “વેતાલ-પંચવિંશતિકા', સિંહાસન-દ્વાáિશિકા” અને “પ્રબંધચિંતામણિમાંની. આનો ઉપયોગ પિશલે પોતાના વ્યાકરણમાં કર્યો છે. આમાં પહેલાં બે સિવાય સર્વ જૈનો-રચિત સાહિત્ય છે. પ૩. પિશલના વખત પછી શોધખોળ કરતાં અપભ્રંશ સાહિત્ય વિશેષ અને વિશેષ જેની પાસેથી મળી આવ્યું છે. તેમાં ખાસ કરી “ભવિયત્ત-કહા' નામનું ધનપાલકૃત લાંબું કાવ્ય ડૉ. જેકોબીએ અમદાવાદના રા. કેશવલાલ પ્રેમચંદ મોદી વકીલ પાસેથી પોતાના ભારતના છેલ્લા પ્રવાસ દરમ્યાન તેની એક પ્રત પ્રાપ્ત કરી જર્મની જઈ તેના પર ખૂબ સંશોધન, શોધખોળ કરી, વિવેચન, પ્રસ્તાવના વગેરે લખી મ્યુનિચમાં સન ૧૯૧૮માં છપાવ્યું તેમાં ગુજરાતી હિન્દી આદિ આધુનિક ભાષાની જનની અપભ્રંશ ભાષાનું મહત્ત્વ તેમણે સ્થાપિત કર્યું. ત્યાર પછી અપભ્રંશ સંબંધી હિન્દમાં રસ લેવાવા માંડ્યો. તેનું કેટલુંક સાહિત્ય સાક્ષરશ્રી સ્વ. દલાલે પાટણ અને જેલમેરના તેમજ શ્રીયુત હીરાલાલ જેને કારંજાના જૈન પુસ્તક ભંડારો શોધતાં તેમજ બીજે શોધ કરતાં મળી આવ્યું. આ સર્વની રૂપરેખા સૂચિ સહિત નીચે આપીએ છીએ. આઠમીથી દસમી સદી વચ્ચેનું સાહિત્ય ૫૪. હાલ અપ્રકટ પણ મોટા બે અપભ્રંશનાં કાવ્યો હમણાં એક પુસ્તક ભંડારમાં જણાયાં છે, તેનાં નામ “હરિવંશ-પુરાણ” અને “પઉમચરિય' છે. તેમનું ગ્રંથપ્રમાણ. આશરે અઢાર હજાર અને બાર હજાર શ્લોક અનુક્રમે છે. બંનેના રચનારનું નામ સ્વયંભૂદેવ છે. તેમણે બંને ગ્રંથો અપૂર્ણ મૂક્યા હતા ને તેના પુત્ર નામે ત્રિભુવન સ્વયંભૂએ તે બન્નેને પૂર્ણ કર્યા હતા. હરિવંશ-પુરાણ'માં સ્વયંભૂદેવ પોતાને “ધવલઇય'ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy