________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
ઘોર યોગ અને તપસ્યાથી મેળવ્યો, કોઈ કહે છે કે પિતા સાથે અસહયોગ કરીને અર્થાત્ હરિતાલિકા વ્રતથી મેળવ્યો. જો બૌદ્ધોના દશરથ-જાતકમાં સીતા, રામની બહેન છે? તો યજુર્વેદમાં અંબિકા રુદ્રની સ્વસા (બહેન) છે. આ રીતે આ કથાઓનાં પાઠાંતરોનું સમજવું જોઈએ.
હેમચન્દ્ર બહુ દૂરદર્શી અને સર્વમિત્ર હતા. જિનમંડનરચિત ‘કુમારપાલપ્રબંધ’(સં.૧૪૯૨)માંથી બે કથાઓ ઉદ્ધૃત કરી અત્ર બતાવવામાં આવે છે કે આ કથાઓ ૫૨ તેમનો શું મત હતો. સિદ્ધરાજ જયસિંહ સાથે મળતાં જ તેમણે ‘પુરાણોક્ત’ સર્વદર્શનના વિસંવાદની એ કથા કહીં કે : શંખ નામના શેઠની સ્ત્રીએ શોકના દુઃખથી કોઈ બંગાળી જાદુગરનું ઔષધ ખવરાવી પતિને બળદ બનાવી દીધો. પછી બહુ રોઈ પીટ્યું અને બળદ-પતિને જંગલમાં ચરાવવા લઈ જતી. શિવપાર્વતી ફરતાંફરતાં ત્યાં આવ્યા. પાર્વતીએ કથા સાંભળી અને તેના અત્યાગ્રહથી શિવે બતાવ્યું કે આ વૃક્ષની છાયામાં પશુને પુરુષ બનાવનારી ઔષધિ છે. સ્ત્રીએ આ વાત સાંભળી બધી છાયાને રેખાંકિત કરી તેની નીચેનાં સર્વ ઘાસપાંદડાં બળદને ખવરાવ્યાં ને તે પુરુષ થઈ ગયો. આ રીતે સર્વ ધર્મોની સેવા કરવાથી સત્ય ધર્મ મળી જાય છે, દયા, સત્ય આદિને માની સર્વ ધર્મોનું પાલન કરવું જોઈએ, ઘાસમાં જડી પણ મળી જાય છે. બીજી વાત એ છે કે બ્રાહ્મણોએ હેમચન્દ્ર પર એવો આક્ષેપ કર્યો કે પાંડવ આદિ અમારા હતા, જૈન જૂઠું જ કહે છે કે તેઓ મુક્તિ માટે હિમાલય ગયા નથી ઇત્યાદિ. હેમચન્દ્રજીએ કહ્યું કે “અમારા પૂર્વસૂરિઓના વર્ણનાનુસાર તેમની હિમાલયમાં મુક્તિ નથી થઈ, કિન્તુ એ જણાતું નથી કે અમારાં શાસ્ત્રોમાં જે પાંડવ વર્ણવ્યા છે તે તેઓ જ છે કે જેમનું વ્યાસે વર્ણન કર્યું છે કે બીજા; કારણકે મહાભારતમાં ભીષ્મે પાંડવોને કહ્યું હતું કે મારો (દેહ)સંસ્કાર ત્યાં કરવો કે જ્યાં પહેલાં કોઈ પણ બાળવામાં આવ્યું ન હોય. તેઓ તેમનો દેહ પહાડના શિખર પર લઈ ગયા ને તે સ્થાન અસ્પર્શિત સમજી દાહ કરવાના હતા ત્યાં આકાશવાણી થઈ, ‘અહીં સો ભીષ્મ બળી ચૂક્યા છે, ત્રણસો પાંડવ, હજાર
૧૨૮
૨૮. કંઈક બંગાળી રામાયણો તથા કાશ્મીરની કથાઓમાં રામાયણના આધાર પરની એવી અદ્ભુત કથા છે કે સીતા રાવણની સ્ત્રી મંદોદરીની પુત્રી હતી. નારદે લક્ષ્મીને શાપ દીધો હતો કે તું રાક્ષસીના ગર્ભમાં જન્મ લેજે. અહીં નૃત્સમદ ઋષિની સ્ત્રીએ ઇચ્છા કરી કે મારા ગર્ભમાં લક્ષ્મી કન્યા રૂપે ઉત્પન્ન થાઓ. ઋષિએ એક મંત્રિત કુશા આ માટે ઘડામાં રાખી. રાવણે ઋષિઓને સતાવી તેમનું લોહી લીધું તે આ ઘડામાં ભર્યું અને મંદોદરીને એવું કહીને તે સંભાળવા આપ્યો કે આ વિષથી પણ ભયંકર છે. રાવણે દેવકન્યાઓ સાથે વિલાસ કરવાથી મંદોદરીને હૃદયમાં ઝાળ લાગી ને તેણે આત્મઘાત કરવા ઇછ્યું અને આ વિષથી પણ ભયંક’ ઘટના રુધિરનું પાન કર્યું. તેનો ગર્ભ રહી ગયો અને રાવણની અનુપસ્થિતિમાં આવું થયાની લજ્જાથી બચવા માટે તે સરસ્વતીતીરે ગર્ભને પાડી આવી. ત્યાં હળ ચલાવતા એવા જનકે તે ગર્ભ કન્યા રૂપે પ્રાપ્ત કર્યો અને તેનું નામ સીતા રાખ્યું. (ગ્નિઅર્સન, જર્નલ ઑટ્ રૉ.એ.સો., જુલાઈ ૧૯૨૧, પૃ.૪૨૨-૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org