SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ જુદાજુદા ભેદ બતાવી તેના લક્ષણ સંબંધે જણાવ્યું છે કે “તસ્ય ચ લક્ષણે લોકાદેવ સમ્યગવસેયમ્' (તેનું લક્ષણ લોકો પાસેથી – લોકમાંથી જ સારી રીતે સમજી લેવું). પ્રાકૃત સંબંધે બોલતાં તેનું લક્ષણ “ગ્રંથાન્તરાઇવયં” (બીજા ગ્રંથોમાંથી જાણી લેવું) એમ તે જણાવે છે, આ પરથી લોકાત્’ એટલે પ્રત્યક્ષ લોકવ્યવહાર પરથી એવું કહેવાનો તેનો ઉદ્દેશ જણાય છે તે સ્પષ્ટ છે. નમિસાધુ ઈ.સ. અગિયારમા શતકના મધ્યમાં થઈ ગયા. તેમના સમયમાં અપભ્રંશ જીવંત હોવા સિવાય તે “તસ્ય ચ લક્ષણે લોકાદવશે એમ કહે નહીં. આ પરથી અપભ્રંશ ભાષા અગિયારમા શતકના મધ્ય સુધી ખાસ જીવંત હતી એ કહેવામાં હરકત નથી.' ૪૬. (૩) હેમચન્દ્રાચાર્યે પોતાના પ્રાકૃત વ્યાકરણના અપભ્રંશ પ્રકરણમાં જે અપભ્રંશનાં ઉદાહરણો અપભ્રંશ કવિતામાંથી આપ્યાં છે તેમાંથી બે મહત્ત્વનાં છે : (ક) બાહ વિછોડવ જાહિ તુહું, હઉં તેવંઈ કો દોસુ, હિયકિઉ જઈ નીસરહિ, જાણઉં મુંજ સરોસુ. • હાથ છોડાવી તું જાય છે, તેમ હું જાઉં (તેમાં) કયો દોષ ? પણ હૃદયમાંથી તું જો નીસરી જા તો, હે મુંજ, તારો મારા પર રોષ છે એમ હું જાણીશ • [જુઓ આ પછી હેમચંદ્ર અવતારેલ અપભ્રંશ ઉદાહરણોમાં ક.૧૬૧] ૪૭. આમાં મુંજરાજા પર ફિદા થયેલી તરુણીના તેને અનુલક્ષીને શબ્દો છે. આમાં તેની પ્રશસ્તિ સરખા મહાકાવ્ય જેવો પ્રકાર બિલકુલ નથી. સિવાય કે મુંજ જેવો રાજા બીજો થયો નહોતો કે તેના સંબંધે કોઈ પછીથી પણ કાવ્ય રચે. તેથી મુંજની અને વિશેષતઃ તેના સ્ત્રીલંપટત્વની વાત લોકહૃદયમાંથી ભૂંસાઈ નહોતી, તે વખતે લોકમાં રૂઢ થયેલા આ લોકનાં જ પદ હોય એમ કહેવામાં હરકત નથી. મુંજ દશમાં શતકના મધ્યમાં થઈ ગયો તેના પછી થોડા કાળના તરીકે આ પદને સમજીએ તો દશમા શતકના છેવટે અપભ્રંશ ભાષા લોકમાં પ્રચાર પામી હતી એમ દીસે છે. ૪૮. (ખ) રમ્બઈ સા વિસહારિણી, તે કર ચુંબિવિ જીઉં, - પડિબિંબિઅ-મુંજાલ જિલ] જેહિ અ-ડોહિલ પીઉં. • જેમાં મુંજાલનું મુિંજનું પ્રતિબિંબ પડેલું છે તે સ્વચ્છ ડહોળ્યા વિનાનું પાણી જે હાથે પીધું તેનું ચુંબન લઈને તે પાણીવાળી તરુણી મૃિણાલવતી પોતાનો જીવ ટકાવે છે આ પણ ઉપરના પદ જેવું તાત્કાલિક મહત્ત્વનું લોકસુભાષિત છે, અથવા તે પ્રચલિત લોકભાષામાંનું હોવા યોગ્ય છે. [ઉપરના પદ્યમાં દેશાઈએ “મુંજાલ” નામ વાંચેલું અને એને પાટણનો મંત્રી મુંજાલ (ઈ.સ. ૧૧મું શતક) માની એ વિશે નોંધ કરેલી, જે અહીં રદ કરી છે. આ મુંજ-મૃણાલવતી વિશેનું જ પદ્ય છે. જુઓ હેમચંદ્ર અવતારેલ અપભ્રંશ ઉદાહરણો ક.૧૬૧.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy