SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ અને તેની જીવંતતા ૪૯. (૪) ‘પ્રાકૃતપિંગલ' આ નામનો પ્રાકૃત છંદઃશાસ્ત્ર પરનો ગ્રંથ (?) [૧૫ કે ૧૬મા શતકનો છે તેમાં કેટલાંક અપભ્રંશ અને કેટલાંક જૂનાં હિંદી-ગુજરાતી ઉદાહરણો છે તેમાંથી બે જ અત્ર લેવામાં આવે છે : (ક) કણ્ણ ચલંતે કુમ્મ ચલઇ પુષ્ટિવ અસરણા, કુમ્મ ચલંતે મહિ ચલઇ ભુવણ ભયકરણા, મહિએ ચલંતે મહિહરુ તહ અ સુરઅણા, ચક્કવઇ ચલંતે ચલાઇ ચક્ક તહ તિહુઅણા. • કર્ણ (સંગ્રામમાં) ચાલતી વખતે અશરણ (થઈ) કૂર્મ હલે છે, કૂર્મ હલવાથી પૃથ્વી હલે છે જેથી પ્રાણીમાત્ર ભય પામે છે, પૃથ્વી હલતાં પર્વત ડોલે છે, અને તેથી (તે પર રહેલ) સુરગણ હલે છે. (આ પ્રમાણે) ચક્રવર્તી (કર્ણ) ચાલ્યો તેથી (દિશાઓનું) ચક્ર અને ત્રિભુવન ચલાયમાન થાય છે : ૫૦. (ખ) ‘જે ગંજિય ગોલાહિવઇ રાઉ, ઉદ્દંડ ઉડ્ડઉ સભઅ પરાઉ, ગુરુવિક્કમ વિક્કમ જિણિઅ જુજ્સ, તા કર્ણા૫૨ક્કમ કોઇ બુઝ્ઝ. જેણે ગૌડાધિપતિને ગાંજ્યો, ગર્વિષ્ઠ ઉત્કલ (રાજા)ને ભયભીત કરી નસાડ્યો, (જેણે) મોટા પરાક્રમી વિક્રમને યુદ્ધમાં જીત્યો, તે કર્ણના પરાક્રમની બૂઝ કોણ કરે ? ૫૧. આમાં કર્યું તે કલસૂરિ-વંશનો ચેદિ રાજા જે ઈ.સ. ૧૧મા શતકના મધ્યના સુમારે થઈ ગયો. ‘પ્રાકૃતપિંગલ-ટીકા'નો હસ્તલિખિત ગ્રંથ મળ્યો તે સંબંધી ખુલાસામાં ડૉ. સર ભાંડારકર કહે છે કે : "The last two forms (the Apabhrams'a and the Vernacular forms) must represent the Vernacular speech of the period when the poets wrote, and since they could not have praised the particular princes if they had died and been forgotton at the time when they lived, the conclusion is not unwarranted that the forms of the language used by them were the forms current about the time of Karna i.e, in the first half of the eleventh century, the stage of development at which Vernacular tongues had arrived was still that represented by the Apabhramsa'' (ભાંડારકર, રિપૉર્ટ ઑન ધ સર્ચ ફૉર મૅન્યૂસ્ક્રિપ્ટ્સ, ૧૮૮૭-૯૪, પૃ.LXXI આગળ) “છેલ્લાં બે રૂપો (અપભ્રંશ અને દેશી ભાષાનાં રૂપો) કવિઓએ સર્જન કર્યું તે સમયની દેશી – લોકભાષાનાં પ્રતિનિધિરૂપ જ હોવાં જોઈએ. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy