________________
અપભ્રંશ અને તેની જીવંતતા
અપભ્રંશની જીવંતતા ૪૩. હવે અગિયારમા શતક સુધી અપભ્રંશ ભાષા જીવંત હતી તેના પુરાવા આપીશું. કઈ ભાષા ક્યારે મરણ પામી, એટલેકે તે બોલવાનો વ્યવહાર તૂટી ગયો એ સંબંધી પ્રત્યક્ષ પુરાવા મળવા ઘણા વિકટ હોય છે, તેમ તે મરણ પામ્યાથી તેના સાહિત્યનું નિર્માણ થઈ શકે છે ઈત્યાદિ વાત જરા દુર્ઘટ છે, તોપણ સુદેવે અપભ્રંશના સંબંધમાં આપણને પ્રત્યંતર નિકટના પુરાવા પણ મળે છે.
(૧) અગાઉ ફકરા ૧પમાં ટૂંકમાં જણાવ્યું છે તેમ વિશેષપણે જણાવતાં રાજશેખર પોતાના “કાવ્યમીમાંસામાં (ગાયકવાડ ઑરિએંટલ સિરીઝ, પૃ.૫૪, પપ) પોતાની કવિરાજની કાવ્યપરીક્ષાની સભા કેવી હોવી જોઈએ એ સંબંધમાં લખતાં જણાવે છે કે :
મધ્યસભ.... વેદિકા | તસ્યાં રાજાસનમ્ | તસ્ય ચોત્તરતઃ સંસ્કૃતાઃ કવ્યો નિવેશેરનું | તતઃ પર વેદવિદ્યાવિદઃ પ્રામાણિકાઃ પૌરાણિકાઃ સ્માત ભિષજો મૌદૂર્તિકા અન્યપિ તથાવિધાઃ | પૂર્વેણ પ્રાકૃતાઃ કવયઃ | તતઃ પર નટનર્તક-ગાયનવાદક-વાજીવનકુશીલવતાલ ચરા અન્યૂડપિ તથાવિધાઃ | પશ્ચિમેનાપભ્રંશિનઃ કવયઃ | તતઃ પર ચિત્રલેપ્સકતો મણિક્યબંધકવૈકટિકાઃ સ્વર્ણકારવર્ધકિલોહકારા અન્યપિ તથા વિધાઃ | ઈ.
• મધ્યે રાજ્યસન, તેની ઉત્તરે સંસ્કૃત કવિ, અને તેની પાસે વૈદિક, નૈયાયિક, પૌરાણિક આદિ પંડિત લોક, પૂર્વે પ્રાકૃત કવિ અને તેની પાસે નટ, નાચનારા, ગાનારા, વગાડનારા આદિ કલાવજો લોક, પશ્ચિમે અપભ્રંશ કવિ અને તેની પાસે ચિત્ર કરનાર, રંગ પૂરનાર, રત્નકાર આદિ કસબી લોક અને સોની, સુતાર, લુવાર આદિ કારુ - કારીગર ઈત્યાદિ છે
૪૪. આ સભાની રચના કાલ્પનિક હોય તોપણ પ્રત્યેક સાહિત્યભાષાના કવિની પાછળ તે ભાષા જેઓમાં વ્યવહારસાધન રૂપે બોલાતી લાગે છે તેના લોક રાજશેખરે બેસાડ્યા છે, એ તે પરથી સ્પષ્ટ જણાય છે. સંસ્કૃત કવિ પાછળ પંડિતોનું પૂર, પ્રાકૃત, કવિ પાછળ જે નાટકમાં પ્રાકૃત વપરાય છે તેને લગતા નટાદિનું મૂકવું, અને અપભ્રંશ કવિ પછવાડે માત્ર વણિગ્વર્ગ અને કારીગર આદિનો વર્ગ – અર્થાત્ સામાન્ય જનસમૂહ એમ બેસાડવાથી ઔચિત્ય સાધ્યું છે. એમ ન હોત તો વ્યાપારી વર્ગ અને ધંધાદારી લોક સંસ્કૃત કવિ પછવાડે શા માટે ન બેસાડયા અથવા નટનર્તકદિ કલાવંતોના વર્ગને અપભ્રંશ કવિની પાછળ કેમ સ્થાન ન આપ્યું એવા પ્રશ્નોનો બીજો સમર્પક ઉત્તર નથી. આ પરથી રાજશેખરના સમયમાં સામાન્ય જનસમૂહની બોલી અપભ્રંશ હોવાથી તેમનું તે જ ભાષામાં સાહિત્ય હતું એમ માનવામાં હરકત નથી. રાજશેખર ઈ.સ. નવમા શતકના છેવટમાં અને દશમાના આરંભમાં થઈ ગયા.
૪૫. (૨) રુદ્રટના “રુદ્રાલંકારના ૨-૧૧ સૂત્ર નામે “સંસ્કૃત પ્રાકૃત ચાન્યદપભ્રંશ ઈતિ ત્રિધા' એ શ્લોક પર પોતાની વૃત્તિમાં ટીકાકાર જૈન નમિસાધુએ અપભ્રંશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org