________________
૨૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
ભવતીત્યર્થઃ | માગધી સૂરસેની ચાત્રેવાન્તર્ગતા ||
૪૧. વાલ્મટના “કાવ્યાનુશાસન' ઉપર ભટ્ટારક નરેન્દ્રકીર્તિના શિષ્ય શ્રેષ્ઠી. પોમરાજના પુત્ર વાદિરાજની ટીકામાં ૨૭ અપભ્રંશ ભાષાઓ ગણાવી છે ?
વાચંડો લાટવૈદભવુપનાગરનાગરી | બાર્બરાવંત્યપાંચાલટાક્કમલયકૈકયાઃ || ગૌડોદ્રદવપાશ્ચાત્યપાંડવ્યકતલસિંહલાઃ | કાલિંગપ્રાચ્યકર્ણાટકાંચ્યદ્રાવિડગૌર્જરાઃ || આભીરો મધ્યદેશીયઃ સૂક્ષ્મભેદવ્યવસ્થિતાઃ |
સપ્તવિંશત્યપભ્રંશા વૈડાલાદિપ્રભેદતઃ ||
આ શ્લોકો ટીકાકારે ક્યા ગ્રંથમાંથી લીધેલા છે તે જણાવેલું નથી, તે જ ટીકાકારે પિશાચિકાના ૧૧ ભેદ ગણાવેલા છે ?
કાંચીશીયપાંડ્ય ચ પાંચાલ ગૌડમાગધમ્ | વાચંડ દાક્ષિણાયં ચ સૌરસેન ચ કૈકયમ્ |
શાવરે દ્રાવિડ ચૈવ એકાદશ પિશાચજાઃ | આ ઉપરથી જણાય છે કે એક જ દેશમાં (ઉદાહરણ તરીકે વાચંડ) અપભ્રંશ અને પૈશાચિકા બન્ને ભાષાઓ બોલાતી હતી. પૈશાચિકા એ પિશાચોની - ભૂતોની ભાષા હતી. એટલે તે દેશોની મુખ્ય ભાષા અપભ્રંશ હશે, પરંતુ પિશાચ લોકો પૈશાચિકા બોલતા હશે. માર્કંડેયના “પ્રાકૃતસર્વસ્વ'માં તથા કૃષ્ણમિશ્રની ‘પ્રાકૃતચન્દ્રિકામાં પણ ઉપરના અપભ્રંશ સંબંધી શ્લોકો ઉતારેલા છે.
૪૨. માર્કંડેયે આ સતાવીશ ભેદોમાંથી વાચંડ, ઉપનાગર અને નાગરને મુખ્ય ગણીને બીજાઓને સૂક્ષ્મ ભેદને લીધે પૃથક ગણેલા નથી. ઉપરના ત્રણ મુખ્ય અપભ્રંશોનું તેમણે વર્ણન કરેલું છે અને બીજાઓની તો ફક્ત ખાસિયતો જણાવી છે.
ગૌર્જરી અપભ્રંશ ભાષાનો વિશેષ એટલો જણાવ્યો છે કે તે સંસ્કૃત શબ્દોથી ભરપૂર છે અને ટક્ક ભાષાની સાથે તે નિકટ સંબંધ ધરાવે છે.
સંસ્કૃતાઢ્યા ચ ગૌર્જરી | ચકારાત્ પૂર્વોક્તટક્કભાષાગ્રહણમ્ | વાચંડ અપભ્રંશ સિંધમાં બોલાતો હતો એવું માકેડેય કહે છે. પરંતુ નાગર, ઉપનાગર અને ટક્ક ક્યાં વપરાતા હતા તે જણાવ્યું નથી. નાગર અપભ્રંશ નગરકોટના પ્રદેશમાં બોલાતો હશે અને ઉપનાગર તે પ્રદેશના નજીકના ભાગની ભાષા હશે. ટાક્કી ભાષા ઉત્તર પંજાબમાં ટક્ક દેશની ભાષા હતી. (જર્નલ ઓવું રો. એ. સોસાયટી, ઑકટો. ૧૯૧૩, પૃ. ૮૭૫-૮૮૩) માર્કડેયના નાગર અપભ્રંશ અને હેમાચાર્યના સૌરસેન અપભ્રંશને ઘણું મળતાપણું છે. આ ઉપરથી ડૉ. શિઅર્સન એમ ધારે છે કે નાગર અપભ્રંશ તે ગુજરાતમાં બોલાતી ભાષા હશે, અને ઉપનાગર અપભ્રંશ ગુજરાત અને સિંધની વચ્ચેના પ્રદેશ - પશ્ચિમ રજપૂતાના અને દક્ષિણ પંજાબના ભાગમાં બોલાતી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org