________________
અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન)
આપણે જાણીએ છીએ કે ભરતના સમય સુધી તેનું બીજ જે આભીરી તે સિંધ, મુલતાન અને ઉપરના પંજાબમાં બોલાતી જણાઈ છે. નમિસાધુનું ઉક્ત વાક્ય એ છે કે૫૭
૨૯૦. “આભીરી ભાષા અપભ્રંશના પેટામાં મુકાયેલી જણાવવામાં આવી છે, ક્વચિત્ તે માગધીના પેટામાં પણ જોવામાં આવે છે.” આનો એટલો જ અર્થ થાય છે કે મગધમાં અપભ્રંશ એક બોલાતી ભાષા હતી. આથી એ પુરવાર થાય છે કે ઈ.સ.૧૧મી સદી સુધી પણ ભારતના પૂર્વ ભાગમાં અપભ્રંશ વિદ્યમાન હતી.
૧૯૭
૨૯૧. (૯) ઉ૫૨નાથી બીજા ઓછા પ્રસિદ્ધ અને તેઓના પછી થયેલા લેખકો નામે પૃથ્વીધર (‘મૃચ્છકટિક'નો ટીકાકાર), ‘ગીતગોવિંદ’ પર નારાયણે કરેલી ટીકામાં ઉલ્લેખેલા ‘રસિકસર્વસ્વ’ના અજ્ઞાત કર્તા, ‘શકુંતલા’ પર ટીકાકારોમાંના એક શંકર, અને બેત્રણ બીજા થયા છે તે માટે પિશલનું વ્યાકરણ જુઓ. અહીં તેમને વિસ્તારથી બતાવવા નકામું છે કારણકે તેઓ માત્ર બીજાઓના વિચારો અને કથનો ટાંકે છે, અને તેમને પોતાને તો અપભ્રંશનો સાક્ષાત્ પરિચય કે સમાગમ નથી.
અપભ્રંશ અને પ્રાકૃત વ્યાકરણો
૨૯૨. (૧) વરુચિ : કે જેમનો સમય ઈસવી તૃતીય શતાબ્દી ગણવો અનુચિત નહીં થાય તે અત્યાર સુધીના પ્રાકૃત વૈયાકરણોમાં, સર્વથી પ્રાચીન માનવામાં આવે છે. તેમના ‘પ્રાકૃત-પ્રકાશ’માં અપભ્રંશનો કંઈ પણ ઉલ્લેખ નથી. તેનું કારણ એમ જણાય છે કે તે સમયે અપભ્રંશ સાહિત્યની ભાષા હતી નહીં. સાહિત્યની પછી જ વ્યાકરણોની સૃષ્ટિ થાય છે એ સ્વીકારી શકાય તેવી વાત છે.
૨૯૩. (૨) ચંડ : એમણે ‘પ્રાકૃત-લક્ષણ'માં અપભ્રંશ ૫૨ થોડાં સૂત્રો લખ્યાં છે, ચંડનો સમય ઈ.સ. છઠ્ઠી શતાબ્દીમાં લઈએ તો ઉચિત છે, જોકે હૉર્નેલસાહેબ તેમને તેથી ઘણા પૂર્વે લઈ જવાનો પ્રયાસ કરે છે.
૨૯૪. (૩) હેમચન્દ્ર ઃ તેમણે પોતાના ‘સિદ્ધહેમ' વ્યાકરણમાં પ્રાકૃતની સાથેસાથે અપભ્રંશ ઉપર ઘણી સારી રીતે લખ્યું છે. કેવલ અપભ્રંશ પર ૧૨૦ સૂત્ર આપ્યાં છે ને તે ૫૨ લગભગ ૧૮૦ દોહા ઉદાહરણ રૂપે આપ્યા છે, અને તે બીજા ગ્રંથોમાંથી સંકલિત કરેલા જણાય છે તેથી તે ઘણા કામના છે. તે પરથી જણાય છે કે નવમી સદીમાં અપભ્રંશનું સાહિત્ય ઘણું વિસ્તૃત હોવું જોઈએ. હેમચન્દ્રનો સમય બારમી સદી છે અને તેના સંબંધમાં અગાઉ ઘણું લખાઈ ગયું છે.
૨૯૫. (૪) તેમની પછીના ત્રિવિક્રમ, લક્ષ્મીધર, સિંહરાજ અને માકંડેય આદિએ પણ અપભ્રંશ પર લખ્યું છે. તેમાં ત્રિવિક્રમનું પ્રાકૃતવ્યાકરણ વિશેષ મહત્ત્વનું છે. આ ‘સિદ્ધહૈમ' સાથે થોડુંઘણું મળે છે. તેમાં લગભગ ૧૧૭ સૂત્ર અપભ્રંશ પર છે. માર્કંડેયનું ૫૯. આભીરી ભાષાપ્રભ્રંશસ્થા કથિતા ક્વચિત્માગધ્યામપિ દૃશ્યતે । પૃ.૧૫. ‘દશરૂપ' પણ જ્યારે એમ (૨-૪૨માં) કહે છે કે આભીરો માગધી બોલનારા પૈકી હતા ત્યારે એમ જ સૂચિત કરે છે. ‘દશરૂપ’ તે નિમસાધુ કરતાં બે સૈકા પાછળનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org