________________
૧૭૪
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
રહ્યો પણ સાથે “એકારની માત્રાવાળો થયો, તેથી હવે શા માટે રડે ?
૨૩૬. આ પ્રબંધચિંતામણિમાંથી ઉતારેલાં અવતરણો વગેરેમાં જે ઐતિહાસિક વાતોનો ઉલ્લેખ કર્યો છે તેના સમય સમજવા માટે તેના સંવત્ અત્રે જણાવવામાં આવે
વિ.સં.૯૫૦થી ૧૦૦૦માં રાજશેખરનો લખેલો અપભ્રંશ, ભૂતભાષા – પૈશાચી અને શૌરસેનનો દેશવિન્યાસ; સં. ૧૦૨૯થી ૧૦૫૦ વચ્ચેના સમયમાં પરમાર રાજા મુંજનો રાજ્યાભિષેક, સં. ૧૦૫૦થી ૧૦૫૪ની વચમાં મુંજનું મૃત્યુ, અને ભોજનો રાજ્યાભિષેક, સં.૧૦૩૬માં મૂળરાજ સોલંકીના હાથે કચ્છના રાજા લાખા ફુલાણીનું માર્યા જવું. સં.૧૧૫૦માં સિદ્ધરાજ જયસિંહનું ગાદી પર બેસવું. સં. ૧૧૫૦થી ૧૧૯૯ સુધીમાં કોઈ પણ સમયે – સં.૧૧૬૨(?)માં આભીર રાણા નવઘનનું મૃત્યુ. સં.૧૧૯૯ સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ ને કુમારપાલનો રાજ્યાભિષેક. સં. ૧૨૩૦માં કુમારપાલનું મૃત્યુ. સં. ૧૧૫૦થી ૧૨૩૦ની વચમાં – મોટો ભાગ સિદ્ધરાજના સમયમાં હેમચન્દ્રના વ્યાકરણની રચના. સં.૧૨૪૯માં પૃથ્વીરાજનું મૃત્યુ અને સં.૧૩૬૧માં ‘પ્રબંધચિંતામણિ'ની રચના
પ્રકરણ ૬ : પ્રાચીન ગુજરાતી સુભાષિતો
૨૩૭. સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (એમ.એ.)નો આ નામનો લેખ ૧૯૧૪ના મે માસના “સાહિત્યમાં પ્રકટ થયો છે, તે અત્ર આપવામાં આવે છે.
૨૩૮. અંગ્રેજીમાં સારા ચૂંટી કાઢેલા ગદ્ય તથા પદ્યોના સંગ્રહો ઘણાક બહાર પડેલા છે. સંસ્કૃતમાં પણ આપણા પ્રાચીન વિદ્વાનોએ સારા-સારા શ્લોકોના સંગ્રહગ્રંથો રચેલા છે જેમાં શાર્ગધરપદ્ધતિ, વલ્લભની “સુભાષિતાવલી', અમિતગતિનો ‘સુભાષિતસંદોહ અને શ્રીધરદાસનું “સંક્તિકર્ણામૃત' એ મુખ્ય છે. પ્રાકૃત ભાષામાં હાલની ‘ગાથાસપ્તશતીમાં જુદાજુદા પુરુષ તથા સ્ત્રીકવિઓની ગાથાઓ ભેગી કરેલી છે. આપણું પ્રાચીન ગુજરાતી સુભાષિતોનું જ્ઞાન બહુ જ મર્યાદિત છે. જે થોડાંક સુભાષિતો મળેલાં છે તે પ્રબંધચિંતામણિ, કુમારપાળપ્રબંધ' વગેરે ગ્રંથોમાંથી જ છે, પરંતુ નીચે આપેલા
૩૮૬. જૂની ગૂજરાતી તથા મારવાડી ભાષાના અથંગ અભ્યાસી ઈટલીના ડૉ. એલ. પી. ટેસિટોરી જેમને બંગાળાની એશિઆટિક સોસાઇટીએ પોતાના સંગ્રહના મારવાડી તથા ગુજરાતી પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરવા બોલાવેલા હતા તેઓએ તેમના ‘નોટ્સ ઑન ધ ગ્રામર ઓ ધ ઑલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની વિથ સ્પેશિઅલ રેફરન્સ ટુ અપભ્રંશ ઍન્ડ ટુ ગુજરાતી ઍન્ડ મારવાડી નામના ‘ઇન્ડિઅન એન્ટિવેરી’ ફેબ્રુઆરી, ૧૯૧૪માંના લેખમાં આ ભાષાનું ‘ઑલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની’ એવું નામ આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org